SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ . . 362 ભગવાઈ- 16-676 ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હતો. તે કાળે, તે સમયે આદિકર, યાવતુ-સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્રસહિત, યાવતુ-દેવોવડે ખેંચાતા ધર્મધ્વજયુક્ત, શિષ્યગણથી સંપરિવૃત્ત થઈ પૂર્વાનુપૂર્વી વિચરતા અને પ્રામાનુગ્રામ વિહરતા વાવતુ-શ્રીમનિસુવ્રત નામે અરહંત પાવતુ- વિહરવા લાગ્યા. સભા વાંદવા નીકળી અને વાવતું પપાસના કરવા લાગી. ત્યારબાદ તે ગંગદત નામે ગૃહપતિ આવી રીતે શ્રીમુનિ સુવ્રત સ્વામી આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતોષવાળો થઈ યાવતુ-બલિકમ કરી શરીરને શણગારી પોતાના ઘરથી નીકળ્યો નીકળી જ્યાં શ્રીમુનિસુવત અરહંત હતા ત્યાં આવી ત્રણ વાર પ્રદક્ષિણા કરીયાવતુ-ત્રણ પ્રકારની પપાસનાવડપથુપાસના કરવા લાગ્યો. ત્યાર પછી તે શ્રીમુનિસુવ્રત સ્વામીએ ધર્મકથા કહી વાવત-સભા પાછી ગઈ. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ ધર્મને સાંભળી, અવધારી હર્ષ તથા સંતોષયુક્ત થઈ ઊભો થયો, ઉઠીને શ્રી મનસુવ્રત સ્વામીને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો કે હે ભગવન્! હું નિગ્રંથના પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, યાવતુ આપ જે પ્રમાણે કહો છો તે તેમજ માનું છું. વિશેષ એ કે હે દેવાનુપ્રિયા મારા મોટા પુત્રને કુટંબીને મુખ્યભૂત સ્થાપીને આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ યાવત્ વ્રજ્યા લેવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર. ત્યારે તે હર્ષયુક્ત અને સંતોષયુક્ત થઈ મુનિસુવ્રત સ્વામીને વાંદી, નમી જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવ્યો. આવીને વિપુલ અશન પાન-માવત તૈયાર કરાવી પોતાના મિત્ર, જ્ઞાતિ સ્વજન વગેરેને નોતર્યો. પછી સાન કરી પૂરણ શેઠની પેઠે યાવતુ-પોતાના મોટા પુત્રને કુટુંબમાં મુખ્ય તરીકે સ્થાપી પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન વગેરેને તથા મોટા પુત્રને પૂછી હજાર પુરુષવડે ઉપાડી શકાય તેવી શિબિકામાં બેસી, પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવતુ પરિવારવડે તથા મોટા પુત્રવડે અનુસરાતો સર્વ ઋદ્ધિસહિત પાવતુ વાજિંત્રના થતા ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચ નિકળી જે તરફ સહસ્ત્રાભવણ નામે ઉઘાન છે, તે તરફ આવી તીર્થકરના છત્રાદિ અતિશય જોઈ યાવતુ ઉદાયન રાજાની પેઠે યાવતુ-પોતાની મેળે જ પોતાના ધરેણા ઉતાર્યા અને પોતાની મેનેજ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારબાદ ઉદ્યથી રાજાની પેઠે દીક્ષા લીધી. વાવતુ તેજ પ્રમાણે અગીયાર અંગો ભયો, યાવતુ એક માસની સંલેખના વડે સાઠ ભક્તઅનશનપણે વીતાવી આલોચન-પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણ સમયે મૃત્વ પ્રાપ્ત કરી તે મહાશકકામાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉપપાત સભાના દેવશધનીયમાં વાવતુ-ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો. પછી પાંચ પ્રકારની પથાપ્તિ વડે પયuપણાને પામ્યો. તે પતિના પાંચ પ્રકાર આ પ્રમાણે છે- આહારપયક્તિ, યાવતુભાષા-મનઃપયક્તિ. એ પ્રમાણે હે ગૌતમી તે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવધિ પૂર્વોક્ત કારણથી યાવતુ પ્રાપ્ત કરી છે. હે ભગવન્! તે ગંગદર દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે. હે ગૌતમ! તેની સ્થિતિ સાર સાગરોપમની કહી છે. હે ભગવન્! તે ગંગદા દેવ તેના આયુષનો ક્ષય થયા પછી તે દેવલોકથી નીકળી ક્યાં જશે. હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવત્ સર્વ દુઃખોનો નાશ કરશે. “હે ભગવન્! તે એમજ છે, તે ભગવન્! તે એમજ છે.' શતક વદ-ઉદેસી પનીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy