SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧દ, ઉસો 33 (ઉદેશકઃ) [૭૭હે ભગવન! સ્વપ્નદર્શન કેટલા પ્રકારનું કહ્યું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું યથાતથ્ય, પ્રતાન, ચિંતા, તદ્વિપરીત, અને અવ્યક્ત સ્વપ્રદશન. હે ભગવન્! સૂતેલો પ્રાણી સ્વપ્ર જુએ, જાગતો પ્રાણી સ્વપ્ર જુએ કે સૂતો જાગતો પ્રાણી સ્વપ્ર જુએ? હે ગૌતમ ! સૂતેલો પ્રાણી સ્વપ્ર ન જુએ, જાગતો પ્રાણી સ્વપ્ર ન જુએ પણ સૂતો જાગતો પ્રાણી સ્વપ્રને જુએ. હે ભગવન્! જીવો સૂતેલા છે, જાગૃત છે કે સૂતાજાગતા છે? હે ગૌતમી તે ત્રણે છે. હે ભગવન્! નૈરયિકો સૂતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. સૂતેલા છે, પણ જાગતા કે સૂતા-જાગતા નથી. એ પ્રમાણે વાવતુ ચઉરિન્દ્રિય સંબધે પણ જાણવું.પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ સૂતેલા છે અને સુતા-જાગતા નથી. એ પ્રમાણે યાવતુ- ચઉરિન્દ્રિય સંબધે પણ જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ સૂતેલા છે અને સૂતાજાગતા પણ છે. પણ (તદન) જાગતા નથી. મનુષ્યના પ્રશ્નમાં સામાન્ય જીવોની પેઠે જાણવું. વાનયંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક દેવોના પ્રશ્નમાં નરયિકોની પેઠે સમજવું. [૩૮]હે ભગવન્! સંવૃત્ત જીવ સ્વપ્ર જુએ, અસંવૃત્ત જીવ સ્વપ્ર જુએ કે સંવૃત્તા સંવૃત જીવ >> જુએ? હે ગૌતમ! એ ત્રણે જીવો સ્વપ્ર જુએ, પણ સંવૃત્ત જીવ સત્ય સ્વપ જુએ, અસંવૃત્ત જીવ જે સ્વપ્ર જુએ તે સત્ય પણ હોય અસત્ય પણ હોય, તથા અસંવૃત્તની પેઠે સંવૃત્તાસંવૃત્ત જીવ પણ સ્વપ્ર જુએ. હે ભગવન્! જીવો સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત છે ? હે ગૌતમ ! ત્રણે પ્રકારના છે. જેમાં સુપ્ત જીવોનું વર્ણન કરેલું છે તેમ અહીં પણ સમજવું. હે ભગવન્! સ્વપ્ર કેટલા પ્રકારના કહ્યાં છે? હે ગૌતમ ! બેંતાલીશ. પ્રકારના મહાસ્વપ્ર કેટલા પ્રકારનાં કહ્યા છે ? હે ગૌતમ ! બધા મળીને બહોંતેર સ્વપ્રો કહ્યાં છે. હે ભગવનું જ્યારે તીર્થંકરનો જીવ ગર્ભમાં અવતરે ત્યારે તીર્થંકરની માતાઓ. કેટલા મહાસ્વપ્ર જોઈને જાગે? હે ગૌતમ ! ચૌદ મહાસ્વપ્રો જોઈને જાગે છે. તે આ પ્રમાણે હાથી, બળદ, સિંહ, યાવતુ- અનિ. હે ભગવન્જ્યારે ચક્રવર્તીનો જીવ ગર્ભમાં અવતરે ત્યારે ચક્રવર્તીની માતાઓ કેટલા મહાસ્વપ્ર જોઈને જાગે? હે ગૌતમ ચૌદ મહાસ્વપ્રો. તીર્થંકરની માતાઓની પેઠેજ જુએ છે અને પછી જાગે છે, એજ પ્રમાણે વાસુદેવની માતાની સ્વપ્રસંબધે પૃચ્છા ! હે ગૌતમ ! કોઈ પણ સાત મહાસ્વપ્રો જોઈને જાગે છે. એ પ્રમાણે બલદેવની માતાઓ કોઈ પણ ચાર મહાસ્વપ્રો જોઈને જાગે છે. ! માંડલિક રાજાઓની માતાઓ એ ચૌદ સ્વપ્રોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્રને જોઈને જાગે છે. [૭]જ્યારે શ્રમણ ભગવંત મહાવીર છવસ્થપણામાં હતા ત્યારે તેઓ એક રાત્રિના છેલ્લા પ્રહરમાં આ દશ મહાસ્વપ્રો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે એક મોટા ભયંકર અને તેજસ્વી રુપવાળા તાડ જેવા પિશાચને પરાજિત કર્યો.' એક મોટા ધોળી. પાંખવાળા પુસ્કોકિલને તેઓએ સ્વપમાં જોયો એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળા પંસ્કોકિલને સ્વપ્રમાં જોયો, એક મહાન સર્વરત્નમય માલાયુગલને સ્વપ્નમાં એક મોટા અને ધોળા ગાયના ધણને સ્વપ્રમાં જોયો જોયો ચારે બાજુથી કુસુમિત થયેલા એક મોટા, પાસરોવરને સ્વપ્રમાં જોયો ‘હજારો તરંગ અને કલ્લોલોથી વ્યાપ્ત એક મહાસાગરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy