SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 330 ભગવઈ-૧૪-૮૬૨૪ કહ્યું છે- હે ગૌતમ! સાતસો ને નેવું યોજન. હે ભગવન્! જ્યોતિર્ષિક અને સૌધર્મઈશાનકલ્પનું કેટલું અત્તર કહ્યું છે? હે ગૌતમાં અસંખ્યાતા યોજના હે ભગવન્! સૌધર્મઈશાન અને સનસ્કુમાર-મહેન્દ્રનું કેટલું અંતર કહ્યું છે? પૂર્વપ્રમાણે જાણવું. હે ભગવન્! સનકુમાર-મહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પનું કેટલું અન્તર હોય છે? પૂર્વ પ્રમાણે જાણવું. બ્રહ્મલોક અને લાંતકકલ્પ વચ્ચે કેટલું અંતર છે? પૂર્વવત જાણવું. લાંતક અને મહાશુક્ર કલ્પનું કેટલું અંતર હોય છે? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે મહાશુક્ર કલ્પ અને સહસારનું અત્તર જાણવું. તથા સહસ્ત્રાર અને આનત-પ્રાણતકલ્પોનું, આનત-પ્રાણતકલ્પ અને આરણ આપ્યુતકલ્પનું, આરણ-અશ્રુતકલ્પ અને રૈવેયકનું અને રૈવેયક અને અનુત્તરવિમાનનું અત્તર પૂર્વવતુ જાણવું. હે ભગવનું ! અનુત્તરવિ માન અને ઈષત્નાભારા પૃથિવીનું કેટલું અત્તર હોય છે? હે ગૌતમ બાર યોજનાનું. હે ભગવનું ઈષત્નાભારા પૃથિવી અને અલોકનું કેટલું અબાધા વડે અંતર કહ્યું છે? હે ગૌતમ! કંઈક ન્યૂન એક યોજન. [25] ભગવન્! ગરમીથી પીડિત થયેલો, તૃષાથી હણાયેલો અને દાવાનળની જાળથી બનેલો આ શાલવૃક્ષ કાલમાસે-મરણ સમયે કાલ કરી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! આજ રાજગૃહ નગરમાં શાલવૃક્ષપણે ફરીથી ઉત્પન્ન થશે, અને તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત સત્કારિત, સમ્માનિત અને દિવ્ય-પ્રધાનભૂત થશે. તથા સત્યરુપ-સત્યાવપાત-જેનું પ્રતિહારિપણું સાંનિધ્ય કર્યું છે એવો. તથા જેની પીઠચોતરો લીંપેલો અને ધોળેલો છે એવો તે થશે. હે ભગવનું ત્યાંથી મરણ પામી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, તથા યાવતુ-સવ દુઃખોનો અન્ત કરશે. હે ભગવન્! સૂર્યની ગરમીથી હણાયેલ, તૃષાથી પીડિત થયેલ તથા દાવાનળની જાળથી બળેલી આ શાલયષ્ટિકાશાલવૃક્ષની નાની શાખાઓ કાલ માસે મરણ સમયે કાલ કરી ક્યા જશે અને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! આ જ જંબૂ દ્વીપના ભારતવર્ષમાં વિધ્યાચલની તળેટીમાં “માહેશ્વરી નગરીમાં તે શાલ્મલી વૃક્ષપે ઉત્પન્ન થશે, અને તે ત્યાં અતિ, વંદિત અને પૂજિત થશે, તથા યાવતુ તેનો ચોતરો લીંપેલો, ધોળેલો અને પૂજિત થશે. હે ભગવન્! તે ત્યાંથી મરણ પામી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? ઈત્યાદિ બધું શાલવૃક્ષની પેઠે જાણવું [૨૬]હે ભગવન્! ગરમીથી હણાયેલી, તૃષાથી પીડાયેલ અને દેવાગ્નિથી બળી ગયેલ આ ઉંબરવૃક્ષની શાખા મરણ સમયે કાલ કરી ક્યાં જશે, કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! તે આજ જંબૂદ્વીપના ભારતવર્ષમાં પાટલિપુત્ર નામના નગરમાં પાટલિવૃક્ષપણે ઉત્પન્ન થશે અને ત્યાં તે અચિત, વંદિત અને યાવતુ-પૂજનીય થશે. તે ત્યાંથી મરણ પામી ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? એ બધું પૂર્વની પેઠે જાણવું, તે કાલે, તે સમયે અંબડ પરિવ્રાજ કના સાતમો શિષ્યો ગ્રીષ્મકાળના સમયને વિષે વિહાર કરતા ઈત્યાદિ બધું ઉવવાઈ માં હ્યા પ્રમાણે અહિં કહેવું, યાવતુ-તેઓ આરાધક થયા [૨૭]હે ભગવન્! ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે કે, અંબડ પરિ વ્રાજક કાંડિલ્યપુર નગરમાં સો ઘેર જમે છે' ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું યાવતું દ્રઢપ્રતિજ્ઞાની પેઠે યાવતુ“સર્વ દુઃખોનો અન્ત કરશે.' [628 હે ભગવન્! શું એમ છે કે અવ્યાબાધ દેવો એ અવ્યાબાધ દેવી' (કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy