SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૩, ઉદેસી-૪ 351 અનન્તપ્રદેશોવડે. કેટલા અદ્ધાસમોવડે સ્પર્શ કરાયેલ હોય ? કદાચ સ્પર્શ કરાયેલ હોય, અને કદાચ સ્પર્શ ન કરાયેલ હોય, યાવતુ-અનન્ત સમયોવડે સ્પર્શ કરાયેલ હોય. હે ભગવન્! પુદ્ગલિકાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશો. વડે સ્પર્શ કરાય ? જઘન્યપદે તેજ અસંખ્યાતાને બમણા કરીએ અને બે રુપ અધિક કરીએ તેટલાઅને ઉત્કૃષ્ટપદે તેજ અસંખ્યાતાને પાંચ ગુણા કરીએ, અને બે અધિક કરીએ એટલા પ્રદેશોવડે સ્પર્શ કરાય. બાકી બધું જે જેમ સંખ્યાતા સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્! પુલિકાસ્તિકાયના અનન્ત પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાય ? એ પ્રમાણે જેમ અસંખ્યાતા પ્રદેશ સંબધે કહાં તેમ અનન્તા પ્રદેશ માટે જાણવું. હે ભગવન્! અદ્ધાન્કાલનો એક સમય કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? સાત પ્રદેશોવડે. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે? કેટલા આકાશા સ્તિકાયના પ્રદેશોવડે? કેટલા જીવાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? અનન્તા. પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય. કેટલા પગલિકાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? અનન્ત પ્રદેશોવડે. કેટલા અદ્ધાસમોવડે સ્પર્શ કરાયેલ હોય ? કદાચ સ્પર્શ કરાયેલ હોય અને કદાચ સ્પર્શ કરાયેલ ન હોય. જો સ્પર્શ કરાયેલ હોય તો અવશ્ય અનંત સમોવડે સ્પર્શ કરાયેલ હોય. હે ભગવન્! અધમસ્તિકાય કેટલા ધમધતિ કાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? અસંખ્યાતા પ્રદેશોવડે.કેટલા અધમસ્તિકાય ના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? એક પણ પ્રદેશવડે સ્પર્શ કરાયેલ ન હોય. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણે એ પાઠ વડે સર્વે પણ સ્વસ્થાનકે એક પણ પ્રદેશવડે સ્પર્શ કરાયેલ નથી, પરસ્થાનકે-આદિના ત્રણ સ્થાનકે-ધમસ્તિકાય, અધમાં સ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ સ્થળે અસંખ્યાતા પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય એમ કહેવું. અને પછીના ત્રણ સ્થળે “અનંત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય' એમ થાવત્ અદ્ધા સમય સુધી કહેવું. વાવ કેટલા અદ્ધા સમોવડે સ્પર્શ કરાયેલ હોય? એક પણ સમયવડે સ્પર્શ કરાયેલ ન હોય. [૫૮]હે ભગવનું ! જ્યાં ધમસ્તિકાયનો એક પ્રદેશ અવાઢ-રહેલો હોય બીજા કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય છે? એક પણ પ્રદેશ અવગાઢ નથી. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ-રહેલા હોય હોય ? એક અધમતિ- કાયનો પ્રદેશ. કેટલા આકાશસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય ? એક પ્રદેશ. કેટલા જીવાસ્તિકા યના પ્રદેશો અવગાઢ હોય ? અનન્ત પ્રદેશો.કેટલા પુદગલાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? અનન્તા પ્રદેશો. કેટલા અદ્ધાસમયો અવગાઢ હોય? અદ્ધાસમયો કદાચ અવા ગાઢ હોય અને કાચ અવગાઢ ન હોય, જો અવગાઢ હોય તો અનન્ત અદ્ધાસમયો અવા ગાઢ હોય. હે ભગવન્! જ્યાં અધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય ? એક પ્રદેશ અવગાઢ હોય. કેટલા અધમસ્તિ કાયના પ્રદેશો અવગાઢ હોય? એક પણ નથી. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. હે ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિ કાયના પ્રદેશ અવગાઢ હોય? કદાચ અવગાઢ હોય, અને કદચ ન હોય. જે અવગઢ હોય તો એક પ્રદેશ અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy