SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ 302 ભગવાઈ- 135-1564 થી સંખ્યાતા નોઈદ્રિયના ઉપોયગવાળા ઉત્પન્ન થાય છે. મનયોગી અને વચનયોગી ઉત્પન્ન થતા નથી. જઘન્યથી એક, બે અને ત્રણ ઉકષ્ટથી સંખ્યાતા કાયયોગવાળા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સાકારોપયોગવાળા અને એ રીતે અનાકારોપયોગવાળા. પણ ઉત્પન્ન થાય છે. હે ભગવનું ! આ રત્નપ્રભાપૃથિવીના ત્રશલાખનારકાવાસોમાંના સંખ્યાતાય જન વિસ્તારવાળા નરકાવાસોને વિષે એક સમયમાં કેટલા નારક જીવો ઉદ્વર્તી-મરણ પામે કેટલા કાપોતલેશ્યાવાળા ઉદ્ધવર્તે. યાવતુ-કેટલા અનાકારોપયોગ વાળા ઉદવર્તે? હે ગૌતમ ! એક સમયે જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નારકો ઉદ્ધ વર્તે, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોતલેયાવાળા ઉદ્ધવર્તે, એ પ્રમાણે યાવતુ-સંજ્ઞી જીવો સુધી ઉદ્ધવર્તના જાણવી. અસંશી જીવો ઉદ્ધવર્તતા નથી. ભવસિદ્ધિક જીવો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્ધવર્તે છે. એ પ્રમાણેચાવતુ ચુતઅજ્ઞાની સુધી જાણવુંવિર્ભાગજ્ઞાની અને ચક્ષુદર્શની ઉદ્ધવર્તતા નથી. જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અચક્ષુદર્શની ઉદ્ધવર્તે છે. એ પ્રમાણે થાવતુ અનેન્દ્રિયના ઉપયોગવાળા પણ ઉદ્વર્તતા નથી. કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કથી સંખ્યાતા ઉદ્ધવર્તે છે. એ પ્રમાણે સાકારોપયોગવાળા અને અનાકા રોપયોગવાળા પણ જાણવા. હે ભગવન્! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશ લાખ નરકાવા સમોમાં સંખ્યાતા યોજન વિસ્તારવાળા નરકાવાસોનેવિષે કેટલાનારકજીવો કહેલા છે? કેટલા કાપોત. લેશ્યાવાળા, યાવતુ- કેટલા અનાકારોપયોગવાળા છે? કેટલા અનન્તરોપ પન્ન અને કેટલા પરંપરોપન્ન થયેલા હોય છે. કેટલા અનંત રાવગાઢ, કેટલાં પરંપરાવ ગાઢ, કેટલા અનંતરાહાર, કેટલાં પરંપરાહાર છે? કેટલા અનંતરપતિ છે, અને કેટલા પરંપરપતિ છે, કેટલા ચરમ છે. અને કેટલા અચરમ હોય છે? હે ગૌતમ! સંખ્યાતા નારક જીવો કહેલા છે, સંખ્યાતા કાપોતલેશ્યાવાળા કહેલા છે, એ પ્રમાણે વાવતુ સંખ્યા તા સંજ્ઞી જીવો કહેલા છે. અસંજ્ઞી જીવો કદાચિત હોય છે અને કદાચિત હોતા નથી. જે હોય છે તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય છે. સંખ્યાતા ભવસિ દ્ધિક જીવો કહેલા છે, એ પ્રમાણે યાવતું સંખ્યાતા પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા કહેલા. છે, સ્ત્રીવેદી નથી અને પુરુષવેદી પણ નથી, નપુંસકવેદી સંખ્યાતા હોય છે. એ પ્રમાણે ક્રોધકષાયી પણ સંખ્યાતા હોય છે. માનકષાયી અસંજ્ઞીની પેઠે છે. એ પ્રમાણે યાવતુ લોભકષાયી જાણવા. સંખ્યાતા શ્રોત્રેન્દ્રિયના ઉપયોગવાળા કહ્યા છે, એ પ્રમાણે યાવત, (સંખ્યાતા) અનાકા રોપયોગી જાણવા. અનંતરોપપન્ન નારકો કદાચિતું હોય છે અને કદાચિત હોતા નથી. જો હોય તો તે અસંજ્ઞીની પેઠે જાણવા. સંખ્યાતા પરંપરોપપત્ર જાણવા.એ પ્રમાણે અનંતરાવગાઢ અનંતરાહારક,અનન્તરપયમિક અને ચરમ જાણવા. પરંપરાવગાઢ, ભાવતુ અચરમ સુધી જેમ પરંપરોપપન્ન કહ્યા તેમ કહેવા. હે ભગવનું ! આ રત્નપ્રભાકૃથિવીના ત્રીશ લાખ નરકાવાસોમાંના અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસીને વિષે એક સમયે કેટલા નારકો ઉત્પન્ન થાય,થાવતુકેટલા અનાકારોપયોગવળા ઉત્પન્ન થાય ? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કટથી અસંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જેમ સંખ્યાતા વિસ્તારવાળા નરકને વિષે એ ત્રણ આલાપક કહ્યા તેમ અસંખ્યાતયોજન વિસ્તારવાળા નરકાવાસોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy