SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉસો-પ [4] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વમાં વસતા નૈરયિકો શું સમ્મષ્ટિ છે? મિથ્યાવૃષ્ટિ છે? કે સમ્યગમિથ્યાદ્રષ્ટિ છે? હે ગૌતમ તેઓ ત્રણ પ્રકારના છે? હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથિવીંમાં વસતા ને સમ્યગ્દર્શનમાં વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે ! હે ગૌતમ - અહીં સત્તાવીશ ભાંગા કહેવા. અને એ પ્રમાણે મિથ્યાદર્શન તથા સમ્યગુ મિથ્યાદર્શનમાં એસી ભાંગા કહેવા. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં વસતા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જેઓ જ્ઞાની છે તેઓને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે અને જેઓ અજ્ઞાની છે તેઓને ત્રણ અજ્ઞાન ભજનાપૂર્વક હોય છે. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીંમાં રહેતા અને આભિનિબોધિક જ્ઞાનમાં વર્તમા નૈરયિકો શું કોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા જાણવા. અને એ પ્રમાણે ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન કહેવા-જાણવા હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં રહેનારા નૈરયિકો શું મનોયોગી છે ! વચનયોગી છે ? કે કાયયોગી છે ? હે ગૌતમ ! તેઓ પ્રત્યેક ત્રણ પ્રકારના છે હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં રહેનારા અને વાવતુમનોયોગમાં વર્તતા જીવો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં ર૭ ભાંગા જાણવા. અને એ પ્રમાણે વચનયોગમાં તથા કાયયોગમાં કહેવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં રહેનારા નૈરયિકો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત છે ! હે ગૌતમ ! તેઓ સાકારોપયુક્ત પણ છે અને અનાકારોપયુક્ત પણ છે. હે ભગવનું ! આ રત્નપ્રભામાં રહેનારા અને સાકારો:યોગમાં વર્તતા નરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. અને એ પ્રમાણે અના- કારોપયોગમાં પણ જાણવું. તથા એ પ્રમાણે સાતે પૃથિવીમાં પણ જાણવું. માત્ર વિશેષતા લેશ્યાઓમાં છે, તે આ પ્રમાણે છે, [] પહેલી અને બીજી પૃથિવીમાં કાપોતલેશ્યા છે, ત્રીજીમાં મિશ્ર વેશ્યાકાપોત અને નીલ લેગ્યા છે, ચોથામાં નીલલેશ્યા છે, પાંચમીમાં મિશ્રનીલ અને કૃષ્ણ લેશ્યા છે. છઠ્ઠીમાં કષ્ણ લેયા છે અને સાતમીમાં પરમકૃષ્ણ લેયા છે. [6] હે ભગવન્! ચોસઠલાખ અસુરકુમારવાસોમાંના એક એક અસુરકુમારવાસમાં વસતા અસુરકુમારોના સ્થિતિસ્થાનો કેટલાં કહ્યાં છે ! હે ગૌતમ ! તેઓના સ્થિતિસ્થાનો અસંખ્યય કહ્યા છે. તે આ પ્રમાણે - ઓછામાં ઓછી સ્થિતિ, તે એક સમયાધિક, બે સમયાધિક, ઈત્યાદિ નૈરયિકોની પેઠે જાણવાનું છે, વિશેષ એ કે, ભેદ પ્રતિલોભ-ઉલટા કહેવાના છે. તે બધાય પણ અસુરકુમારો લોભોપયુક્ત હોય, અથવા ઘણા લોભો- પયુક્ત અને એકાદ માયોપયુક્ત પણ હોય, ઈત્યાદિ એ ગમવડે જાણવું. અને એ પ્રમાણે યાવતુ-નિતકુમાર સુધી વિશેષ તેઓનું ભિન્નત્વ જાણવું. [67] હે ભગવનું ! પૃથિવીકાયિકના અસંખ્યય લાખ આવાસોમાંના એક એક આવાસમાં વસતા પૃથિવીકાયિકોના સ્થિતિસ્થાનો કેટલાં કહ્યાં છે? હે ગૌતમ ! તેઓના સ્થિતિસ્થાનો અસંખ્યય કહ્યાં છે. તેઓની ઓછામાં ઓછી સ્થિતિ, તે એક સમયાધિક, બે સમયાધિક, ઇત્યાદિ વાવ તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. હે ભગવનું ! પૃથિવીકાયિકના અસંખ્યય લાખ આવાસોમાંના એક એક આવાસમાં વસતા અને જઘન્ય સ્થિતિવાળા પૃથિવીકાયિકો શું ક્રોધોપયુક્ત છે ? માનોપપયુક્ત છે ! માયોપયુક્ત છે ? કે લોભોપયુક્ત છે ? હે ગૌતમ ! તેઓ ક્રોધોપયુક્ત પણ છે, યાવતું Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy