________________ 252 ભગવઈ-૧-૫૪૮૯ ભુજગવતી, મહાકચ્છા અને સ્કૂટા. તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે મહાકાયેન્દ્ર સંબધે પણ જાણવું. હે ભગવન્! ગીતરતીન્દ્રને કેટલી પટ્ટરાણીઓ હોય છે? હે આર્ય! ચાર. -સુઘોષ, વિમલા, સુસ્વરા અને સરસ્વતી, તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ગીતયશ ઈન્દ્ર સંબધે. પણ સમજવું. આ સર્વ ઈન્દ્રોને બાકીનુંસર્વ કાલેન્દ્રની પેઠે જાણવું; પરન્ત વિશેષ એ છે કે, રાજધાનીઓ અને સિંહાસનો ઈન્દ્રના સમાન નામે જાણવાં, બાકી સર્વ પૂર્વની પેઠે જાણવું. હે ભગવનુ જ્યોતિષ્કના ઈન્દ્ર અને જ્યોતિષ્કના રાજા ચન્દ્રને કેટલી પટ્ટરાણી ઓ કહી છે ? હે આર્ય ! ચાર -ચન્દ્રપ્રભા, જ્યોત્સાભા, અશ્ચિમલી અને પ્રભંકરાઇત્યાદિજેમ જીવાભિગમસૂત્રમાં જ્યોતિષ્કના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. સૂર્ય બધે પણ બધું તેમજ જાણવું. સૂર્યને ચાર પટ્ટરાણીઓ છે, -સૂર્યપ્રભા, આતપાભા, આચિમલી અને પ્રભંકરા-ઈત્યાદિ સર્વ પૂર્વોક્ત કહેવું, યાવતુ તેઓ પોતાની રાજધાની માં સિંહાસનને વિષે મૈથુનનિમિત્તે ભોગો ભોગવી શકતા નથી. હે ભગવન્! અંગાર નામના મહાગ્રહને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! ચાર.- વિજ્યા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચન્દ્રની પેઠે જાણવું પરન્ત વિશેષ એ છે કે, અંગારાવર્તસકનામના વિમાનમાં અને અંગારક નામના સિંહા સનને વિષે યાવત મૈથુનનિમિત્તે ભોગો ભોગવતા નથી. તથા એ પ્રમાણે ભાવતું વ્યાલ નામે ગ્રહસંબધે પણ જાણવું. એમ અક્યાશી મહાગ્રહો માટે યાવતુ ભાવકેતુ ગ્રહ સુધી કહેવું. પરન્તુ વિશેષ એ છે કે, અવતંસકો અને સિંહાસનો ઈન્દ્રના સમાન નામે જાણવાં. હે ભગવન્! દેવના ઈન્દ્ર દેવના રાજા શકને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આય! આઠ. - પદ્મા, શિવા, શ્રેયા, અંજુ અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. તેમાંની એક એક દેવીનો સોળ સોળ હજાર દેવીઓનો પરિવાર હોય છે. તેમાંની એક એક દેવી બીજી સોળ સોળ હજાર દેવીઓના પરિવારને વિકર્વી શકે છે. એ પ્રમાણે પૂર્વાપર મળીને એક લાખ અને અઠ્યાવીશ હજાર દેવીઓના પરિવારને વિદુર્વવા સમર્થ છે. એ પ્રમાણે ત્રુટિક (દવીઓનો સમૂહ) કહ્યો. ' હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌધર્મ દેવલોકમાં સૌધમવતંસક વિમાનમાં સુધમસિભાને વિષે અને શક નામે સિંહાસનમાં બેસી તે ત્રુટિક સાથે ભોગ ભોગવવા સમર્થ છે? હે આર્ય! બાકી સર્વ અમરેન્દ્રની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે તેનો પરિવાર તૃતીયશતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવનું ! દેવેન્દ્ર દેવરાજ શક્રના (લોકપાલ) સોમ નામે મહારાજને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. -રોહિણી, મદના, ચિત્રા અને સોમાં. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે ચમરેન્દ્રના લોકપાલોની પેઠે જાણવો; પરન્તુ વિશેષ એ છે કે સ્વયંપ્રભ નામે વિમાનમાં, સુધમ સભામાં અને સોમ નામના સિંહાસનમાં બેસીને મૈથુનનિમિત્તે દેવીઓની સાથે. ભોગ ભોગવવા સમર્થ નથી-એ પ્રમાણે વાવત્ વૈશ્રમણ સુધી જાણવું. પરન્તુ વિશેષ એ છેક તેમના વિમાનો તૃતીયશતકમાં કહ્યા પ્રમાણે કહેવાં, હે ભગવનું ! ઈશાનેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આઈ ! આઠ. કૃષ્ણા, કૃષ્ણરાજ, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું શકની પેઠે જાણવું. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના (લોકપાલ) સોમ નામે મહારાજને કેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org