SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯, ઉસો-૩૪ 241 શા હેતુથી કહો છો? હે ગૌતમ! તે હણનારના મનમાં એ પ્રમાણે હોય છે કે હું કોઈ એક ત્રસ જીવને હણું છું, પણ તે કોઈ એક ત્રસ જીવને હણતો તે સિવાય બીજા અનેક ત્રસ જીવોને હણે છે. માટે. હે ભગવન્! ઋષિને હણતો કોઈ પુરુષ શું ઋષિને હણે કે ઋષિ સિવાય બીજાને પણ હણે ? હે ગૌતમ ! તે બંનેને હણે, હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતથી કહો છો? હે ગૌતમ! તે હણનારના મનમાં એમ હોય છે કે હું એક ઋષિને હણું છું, પણ તે એક ઋષિને હણતો અનંત જીવોને હણે છે. ઈત્યાદિ હે ભગવન્! કોઈ પુરુષ બીજા પુરુષને હણતો શું પુરુષના વૈરથી બન્ધાય કે નોપુરુષના વૈરથી બધાય ? હે ગૌતમ ! તે અવશ્ય પુરુષના વૈરથી બન્ધાય, અથવા પુરુષના વૈરથી અને નોપુરુષના વૈરથી બન્ધાય. અથવા પુરુષના વૈરથી અને નોપુરુષના વૈરોથી બન્ધાય. એ પ્રમાણે અશ્વસંબન્ધ અને યાવતું ચિલ્લલક સંબધે પણ જાણવું. હે ભગવનું ! ઋષિનો વધ કરનાર પુરુષ શું ઋષિના વૈરથી બન્ધાય કે નઋષિના વૈરથી બન્ધાય? હે ગૌતમ! તે બંને થી બંધાય. [47] હે ભગવન્! પૃથિવીકાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે-શ્વાસો છૂવાસરૂપે ગ્રહણ કરે અને મૂકે? હે ગૌતમ ! હા, હે ભગવન્! પૃથિવી- કાયિક જીવ અષ્કાયિકને આનપ્રાણરૂપે - શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરે અને મૂકે ? હા. ગૌતમ ! એ પ્રમાણે અગ્નિકાય, વાયુકાયિક અને વનસ્પતિકાયિકસંબધે પ્રશ્ન કરવાં. હે ભગવન્! અપ્લાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે-ગ્રહણ કરે અને મૂકે ? એ રીતે પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! અપ્પાયિક જીવ અપ્લાયિકને આનપ્રણરૂપે- ગ્રહણ કરે અને મૂકે? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે તેજ કાય, વાયુકાય અને વનસ્પતિકાય સંબન્ધ પણ જાણવું. હે ભગવન્! અગ્નિકાયિક જીવ પૃથિવીકાયિકને આપ્રાણરૂપે- ગ્રહણ કરે અને મૂકે? એ પ્રમાણે વાવત્ હે ભગવન્! વનસ્પતિકયિક જીવ વનસ્પતિકાયિકને આનપ્રાણ રૂપે-ગ્રહણ કરે અને મૂકે? ઉત્તર પૂર્વવતુ. હે ભગવન્! પૃથિવીકાયિક જીવ પૃથિવીકા યિકને આનપ્રાણરૂપે- ગ્રહણ કરતો અને મૂકતો કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! તે કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચક્રિયાવાળો હોય. હે ભગ વન્! પૃથિવીકાયિક જીવ અખાયિકને આનપ્રાણ- રૂપે-ગ્રહણ કરતો ઈત્યાદિ પૂર્વ વત્. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક સંબધે પણ જાણવું. તથા એ પ્રમાણે અપ્નાયિકની સાથે સર્વ પૃથિવીકાયાદિકનો સંબન્ધ કહેવો. તેજ પ્રકારે તેજ કાયિક અને વાયુકાયિકની સાથે સર્વનો સંબન્ધ કહેવો. યાવત્ હે ભગવન્! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકને આનપ્રાણરૂપે શ્વાસોચ્છુવાસરૂપે ગ્રહણ કરતો હે ગૌતમ ! તે કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચક્રિયાવાળો પણ હોય [73] હે ભગવન્! વાયુકાયિક જીવ વૃક્ષના મૂળને કંપાવતો કે પાડતો કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ ! કદાચ ત્રણક્રિયાવાળો હોય, કદાચ ચારક્રિયાવાળો હોય અને કદાચ પાંચક્રિયાવાળો પણ હોય. એ પ્રમાણે યાવતું કંદ સંબધે જાણવું. એ પ્રમાણે યાવતુ બીજને કંપાવતો-ઇત્યાદિ સંબધે પ્રશ્ન. હે ગૌતમ! કદાચ ત્રણકિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચ િપયાવાળો હોય. હે ભગવન્! તે એમજ છે. શતક - ઉદેસાઃ ૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | શતક ૯-ગુર્જરછાયાપૂર્ણ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy