SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 214 ભગવઇ---૩૨૫૧ ઉત્પન્ન થાય છે કે નિરંતર ? હે ગાંગેય ! પૃથિવીકાયિક જીવો સાન્તર થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ભાવ વનસ્પતિકયિક જીવો સુધી જાણવું. બેઈન્દ્રિય જીવોથી માંડી યાવદુ વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. [52] હે ભગવન્! નૈરયિકો સાંતર આવે છે કે નિરંતર ચ્યવે છે? હે ગાંગેય! બંને રીતે ચ્યવે. એ પ્રમાણે વાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું હે ભગવન્! પૃથિવીકાયિક જીવો સાંતર ઓવે છે? - ઈત્યાદિ પ્રશ્ર હે ગાંગેય પૃથિવીકાયિક જીવો નિરંતર ચ્યવે છે પણ સાંતર ઐવતા નથી. એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિક જીવો સાન્તર ઐવતા નથી, પણ નિરન્તર વે છે. હે ભગવન્! બેઈન્દ્રિયો જીવો સાંતર આવે છે કે નિરંતર આવે છે? હે ગાંગેય ! બંને રીતે ચ્યવે. એ પ્રમાણે યાવત્ વાનવ્યન્તર સુધી જાણવું. હે ભગવનું ! જ્યોતિષિક દેવો સાંતર ઔવે છે ?- ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! જ્યોતિષિક દેવો સાંતર પણ એવે છે અને નિરંતર પણ એવે છે. એ પ્રમાણે વાવવૈમાનિક દેવો સુધી જાણવું. [53] હે ભગવન્! પ્રવેશનક (ઉત્પત્તિ) કેટલા પ્રકારે કહેલ છે? હે ગાંગેય! ચાર પ્રકારે કહ્યાં છે. નૈરયિકપ્રવેશનક, તિર્યંચોયનિકપ્રવેશનક, મનુષ્યપ્રવેશનક અને દેવપ્રવેશનક. હે ભગવન્! નૈરયિકપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગાંગેય! સાત પ્રકારે કહ્યું છે. રત્નપ્રભાકૃથિવીવૈરયિકપ્રવેશનક, યાવત્ અધસપ્તમપૃથિવીનૈરયિકપ્રવેશનક. હે ભગવન્! એક નારક જીવ નૈરયિકપ્રવેશનક દ્વારા પ્રવેશ કરતો શું રત્નપ્રભાપૃથિવીમાં હોય, શર્કરા પ્રભાપૃથિવીમાં હોય કેયાવદ્ અધસપ્તમપૃથિવીમાં હોય?હે ગાંગેય ! તે રત્નપ્રભાપૃથિવામાં પણ હોય, યાવદ્ અધસપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવનું ! બે નારકો નૈરયિકપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભાપૃથિવીમાં ઉત્પન્ન થાય કે યાવદુ અધિક સપ્તમપૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે રત્નપ્રભાપૃથિવીમાં પણ હોય યાવદર અધ સપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવનું ! બે નારકો નૈરયિકપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતાશુંરત્નપ્રભાપૃથિવીમાંઉત્પન્ન થાય કે યાવદ્ અધસપ્તમપૃથિવીમાં ઉત્પન્ન થાય ? હે ગાંગેય ! તે બન્ને રત્નપ્રભાપૃથિવીમાં હોય, કે વાવ અધસપ્તમનરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભાપૃથિ- વીમાં હોય અને એક શર્કરપ્રભાપથિવીમાં હોય. અથવા. એક રત્નપ્રભાપૃથિવીમાં હોય અને એક વાલુકાપ્રભાપૃથિવીમાં હોય. યાવતું એક રત્નપ્રભામાં હોય અને એક અધઃ-સપ્તમનરકપૃથિવીમાં હોય. અથવા એક શર્કરા- પ્રભાપૃથિવીમાં હોય અને એક વાલુકાપ્રભાકૃથિવીમાં હોય. યાવતું અથવા એક શર્કરાપ્રભામાં હોય અને એક અધિસતમ નરકમૃથિવીમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં હોય અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે વાવત અથવા એક તાલુકાપ્રભામાં હોય અને એક અધિસપ્તમનરકમૃથિવીમાં હોય. એ પ્રમાણે આગળઆગળની એક એક પૃથિવી છોડી દેવી, યાવતું એક તમામાં હોય અને એક અધઃસપ્તમ નરકમાં હોય. હ ભગવનું ! નરયિકપ્રવેશનકાવડે પ્રવેશ કરતા ત્રણ નૈરયિકો શું રત્નપ્રભામાં હોય કે યાવતું અધઃ સપ્તમ પૃથિવીમાં હોય? હે ગાંગેય ! તે ત્રણ નરયિકો રત્નપ્રભામાં પણ હોય અને યાવતું અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય.ચાવતું એક રત્નપ્રભામાં હોય ને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને એક શર્કરપ્રભામાં હોય. યાવતુ બે રત્નપ્રભામાં હોય અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય અથવા એક શર્કરાપભામાં અને બે વાલુકપ્રભામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy