________________ 206 ભગવાઈ - 810436 છે, જેને દર્શનાવરણીય કર્મ છે તેને શું જ્ઞાનાવરણીય કર્મ છે ? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે તેને અવશય દર્શનાવરણીય હોય છે, જેને દર્શનાવરણીય છે તેને પણ અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે. હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય છે, તેને શું વેદનીય હોય છે, જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય હોય છે? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને અવશ્ય વેદનીય હોય છે, અને જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય છે તેને શું મોહનીય છે. જેને મોહનીય છે તેને જ્ઞાનાવરણીય છે? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે તેને મોહનીય કર્મ કદાચ હોય. અને કદાચ ન હોય. પણ જેને મોહનીય છે તેને અવશ્ય જ્ઞાનાવરણીય કર્મ હોય છે. હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું આયુષ કર્મ છે- ઇત્યાદિ જેમ વેદનીય કર્મ સાથે કહ્યું તેમ આયુક્ની સાથે પણ કહેવું. એ પ્રમાણે નામ અને ગોત્ર કર્મની સાથે પણ જાણવું. જેમ દર્શનાવરણીય સાથે કહ્યું તેમ અન્તરાય કર્મ સાથે અવશ્ય પરસ્પર કહેવું. હે ભગવન્! જેને દર્શનાવરણીકર્મ છે તેને શું વેદનીય છે, જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે ? જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરના સાત કમ સાથે કહ્યું છે તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરના છ કર્મો સાથે કહેવું, અને એ પ્રમાણે યાવત્ અંતરાય કર્મ સાથે કહેવું. હે ભગવન્! જેને વેદનીય છે તેને શું મોહનીય છે, જેને મોહનીય છે તેને વેદનીય છે? હે ગૌતમ ! જેને વેદનીય છે, તેને મોહનીય કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને મોહનય છે તેને અવશ્ય વેદનીય છે. હે ભગવન્! જેને વેદનય છે તેને શું આયુષ્પ કર્મ હોય? એ પ્રમાણે એ બન્ને પરસ્પર અવશ્ય હોય. જેમ આયુષની સાથે કહ્યું તેમ નામ અને ગોત્રની સાથે પણ કહેવું, હે ભગવન્! જેને વેદનીય કર્મ છે તેને શું અન્તરાય હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! જેને વેદનીય છે તેને અન્તરાય કર્મ કદાચ હોય અને કધચ ન હોય. પણ જેને અત્તરાય. કર્મ છે તેને અવશ્ય વેદનીય કર્મ હોય. હે ભગવન્! જેને મોહનીય છે તેને આયુષ્ય હોય, જેને આયુષ છે તેને મોહનોય હોય? હે ગૌતમ ! જેને મોહનીય છે તેને અવશ્ય આયુષ હોય, જેને આયુષ છે તેને મોહનીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણેનામ, ગોત્ર અને અન્તરાયકર્મ કહેવું. હે ભગવનુ છે જેને આયુષ કર્મ છે તેને નામ કર્મ હોય?- ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે બન્ને પરસ્પર અવશ્ય હોય, એ પ્રમાણે ગોત્ર સાથે પણ કહેવું. હે ભગવન્જેને આયુષ છે તેને અંતરાય કર્મ હોય? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! જેને આયુષ છે તેને અન્તરાય કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અન્તરાય કર્મ છે તેને અવશ્ય આયુષકર્મ હોય. હે ભગવન્! જેને નામ કર્મ છે, તેને શું ગોત્ર કર્મ હોય, જેને ગોત્ર કર્મ છે તેને નામ કર્મ હોય? હે ગૌતમ! જેને નામ કર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય; અને જેને ગોત્રકર્મ છે તેને અવશ્ય નામકર્મ હોય. જેને નામ કર્મ છે તેને અંતરાય કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અંતરાય કર્મ છે તેને અવશ્ય નામકર્મ હોય. હે ભગવન! જેને ગોત્રકર્મ છે તેને શું અંતરાય કર્મ હોય ? ઈત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! જેને ગોત્રકર્મ છે તેને અન્તરાય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અન્તરાય કર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય. [437] હે ભગવન્! શું જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ છે? હે ગૌતમ! તે બંને છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જેમ કોઈક પુરુષ છત્રવડે છત્રી, દંડવડે દેડી ઘંટવડે ઘંટી, પટવડે પટી અને કરવડે કરી કહેવાય છે તેમ જીવ પણ શ્રોત્રેઢિય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org