SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 194 ભગવઈ - 8-9423 તૃતીય શતકમાં કહ્યું છે તેમ યાવદ્ અમોઘોનો પરિણામપ્રત્યકિબન્ધ, ઉત્પન્ન થાય છે. તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે છે, એ પ્રમાણે પરિણામપ્રત્યયિકબબ્ધ, સાદિવિસસાબન્ધ અને વિસ્ત્રસાબન્ધ કહ્યો. [44] હે ભગવનું પ્રયોગબન્ધ કેવા પ્રકારે છે? ત્રણ પ્રકારનો કહ્યો છે, અનાદિ અપસિત સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે અનાદિ અપર્યવસિતબબ્ધ છે તે જીવના આઠ મધ્યપ્રદેશોનો હોય છે, તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ પ્રદેશોનો જે બન્ધ તે અનાદિ અપર્યવસિત બન્યું છે. બાકીના સવપ્રદેશોનો સાદિ સંપર્યવસિત (સાત્ત) બબ્ધ છે. તેમાં સાદિ અપર્યવસિત બન્ધ સિદ્ધના જીવ પ્રદેશોનો છે. સાદિસપર્યવસિત બન્ધ ચાર પ્રકારનો કહ્યો છે, આલાપનબન્ધ, આલીનબન્ધ, શરીરબન્ધ અને શરીરમયોગબન્ધ. આલાપન બન્ધ કેવા પ્રકારનો છે ? આલાપન બન્ધ ઘાસના ભારાઓનો, પાંદડાનાભારાઓનો, પલાલનાભારાઓનો અને વેલાનાભારાઓનો નેતરની વેલ, છાલ, વાઘરી, દોરડા, વેલ, કુશ, અને ડાભ આદિથી આલાપનબન્ધ થાય છે. તે જધન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાલ સુધી રહે છે. આ લીનબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો કહ્યો છે, ગ્લેષણાબધુ, ઉચ્ચયબબ્ધ સમુચ્ચયબન્ધ અને સંહનનબન્ધ. શ્લેષણાબધુ કેવા પ્રકારનો હોય ? શિખરોનો, કુટ્ટિમોનો તંભોનો. પ્રાસાદોનો. લાકડાઓનો, ચામડાનો, ઘડાઓનો, કપડાઓનો અને સાદડીઓનો ચૂનાવડે, કચડાવડે, વજલેપ-વડે, લાખવડે શ્લેષણા દ્રવ્યો વડે શ્લેષણાબન્ધ થાય છે. તે જઘન્યનથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાલ સુધી રહે છે. ઉચ્ચયબધુ કેવા પ્રકારનો કહ્યો છે? તૃણરાશિનો, કાષ્ઠરાશિનો, પત્રરાશિનો, તુષરાશિનો. ભુસાની રાશિનો, છાણના ઢગલાનો અને કચરાના ઢગલાનો ઉચ્ચપણે જે બન્ધ થાય છે તે ઉચ્ચયબબ્ધ છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યયકાલ સુધી રહે છે. સમુચ્ચયબધે કેવા પ્રકારનો કહ્યો છે ? કુવા, તળાવ, નદી, કહ, વાપી, પુષ્કરિણી, દર્ધિક, ગુંજાલિકા, સરોવરો, સરોવરની શ્રેણિ, મોટા સરોવરની પંક્તિ. શ્રેણિ, દેવકુલ, સભા, પરબ, સૂપ, ખાઈઓ, પરિઘો, કિલ્લાઓ, કાંગરાઓ, ચરિકો, દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, શરણ, લેણ હાટો, શૃંગાટકાકારમાર્ગ, ત્રિકરમાર્ગ, ચતુષ્કમાર્ગ, ચત્વરમાર્ગ, ચતુર્મુખમાર્ગ અને રાજમાગદિનો ચુનદ્વારા, કચરાદ્વારા અને શ્લેષના સમુચ્ચયવડે જે બંધ થાય છે તે સમુચ્ચયબબ્ધ. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યયકાલ સુધી રહે છે. સંહનનબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? બે પ્રકારનો કહ્યો છે. દેશસંહનનબન્ધ અને સર્વસંતનનબન્ધ. હે ભગવન્! દેશસંહનન બન્ધ કેવા પ્રકારનો છે ? હે ગૌતમ ! ગાડ, રથ, યાન યુગ્યવાદન ગિલ્લિ (હાથીની અંબાડી), થિલ્લિ (પલાણ), શિબિકા, અને ચન્દ્રમાની (પુરુષપ્રમાણ વાહનવિશેષ), તેમજ લોઢી, લોઢાના. કડાયા, કડછા, આસન, શયન, સ્તંભો, ભાંડ પાત્ર અને નાના પ્રકારના ઉપકરણ-ઇત્યાદિ પદાર્થોનો જે સંબન્ધ થાય છે તે દેશ સંહનનબન્ધ છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યય કાલ સુધી રહે છે. સવસહનન બધુ કેવા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! દૂધ અને પાણી ઇત્યાદિનો સર્વસંહનન બન્ધ કહ્યો છે. એ રીતે આલીનબંધ પણ કહ્યો. શરીરબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે, શરીરબન્ધ બે પ્રકારનો કહ્યો છે, પૂર્વપ્રયોપ્રત્યયિક અને પ્રત્યુત્પનપ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy