SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭, ઉદેસો-૯ 155 પગલોને ગ્રહણ કરી પાવતુ ન વિદુર્વે. એ પ્રમાણે એકવર્ણ અને અનેકરૂપ-ઇત્યાદિ ચતુર્ભગી જેમ છઠ્ઠ. શતકના નવમા ઉદ્દેશકમાં કહી છે તેમ અહીં પણ કહેવી, પરન્તુ એટલો વિશેષ છે કે અહીં રહેલો સાધુ અહીં રહેલા યુગલોને ગ્રહણ કરી વિફર્વે બાકીનું તે પ્રમાણે વાવત “રુક્ષપુદ્ગલોને સ્નિગ્ધપુદ્ગલપણે પરિણાવવા સમર્થ છે? હા, સમર્થ છે; હે ભગવન્! શું અહીં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી, યાવતુ અન્યત્ર રહેલા પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય વિદુર્વે છે ત્યાં સુધી જાણવું. [372] અહંત જાણ્યું છે, અહતિ પ્રત્યક્ષ કર્યું છે. અહી વિશેષતઃ જાણ્યું છે કે મહાશિલાકટક નામે સંગ્રામ છે. હે ભગવન્! મહાશિલાકંટક સંગ્રામ થયો હતો ? કોણ જીત્યા અને કોણ હાર્યા? હે ગૌતમ! વજી (ઇન્દ્રો અને વિદેહપુત્ર (કૂણિક) જીત્યા, નવા મલકી અને નવ લેચ્છકી જેઓ કાશી અને કોશલ દેશના અઢાર ગણરાજાઓ હતા તેઓ પરાજય પામ્યા. ત્યારપછી મહાશિલાકંટક સંગ્રામ વિકુવ્ય પછી તે કૃણિક રાજા મહાશિલા કંટક નામે સંગ્રામ ઉપસ્થિત થએલો જાણીએ પોતાના કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને એમ કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીધ્ર ઉદાયિ નામના પટ્ટહીને તૈયાર કરો, અને ઘોડા, હાથી, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગ સેનાને તૈયાર કરો. તૈયાર કરી મારી આજ્ઞા જલદી પાછી આપો. ત્યારબાદ તે કણિકના એમ કહેવાથી તે કૌટુમ્બિક પુરુષો હષ્ટ તુષ્ટ થઈ યાવત્ અંજલી કરીને હે સ્વામિન્ ! એ પ્રમાણે જેવી આજ્ઞા’ એમ કહીને આજ્ઞા અને વિનયવડે વચનનો સ્વીકાર કરે છે. પછી ઉવવાઈ માં કુશલઆચાયના ઉપદેશવડે તીક્ષ્ણમતિ કલ્પનાના વિકલ્પોથી કહ્યા પ્રમાણે યાવતું ભયંકર અને જેની સાથે કોઇ યુદ્ધ ન કરી શકે એવા ઉદાયિ નામના મુખ્ય હસ્તીને તૈયાર કરે છે, ઘોડા હાથી ઈત્યાદિથી યુક્ત યાવતું તે સેનાને સજ્જ કરીને જ્યાં કૃણિક રાજા છે ત્યાં તેઓ આવે છે, આવીને કરતલ ોિડીને કૂણિક રાજાને તે આજ્ઞા પાછી આપે છે. ત્યારબાદ તે કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ છે ત્યાં તેઓ આવે છે, સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે, ત્યાં પ્રવેશ કરી સ્નાન બલિકર્મ કરી પ્રાયશ્ચિત્તરૂપ કૌતુક અને મંગલો કરી સવલિંકારથી વિભૂષિત થઈ, સનદ્ધ બદ્ધ થઈ બખ્તરને ધારણ કરી વાળેલા ધનુદંડને ગ્રહણ કરી, ડોકમાં આભૂષણપહેરી, ઉત્તમોત્તમ ચિન્હપટ્ટ બાંધી, આયુધ અને પ્રહરણોને ધારણ કરી, માથે ધારણ કરાતા કોટક પુષ્પની માળાવાળા છત્ર સહિત, જેનું અંગ ચાર ચામરોના વાળ વેડે વીંwયેલું છે, જેના દર્શનથી મંગલ અને જય શબ્દ થાય છે એવો (કુણિક)ઉજવાઈ માં કહ્યા પ્રમાણે યાવતું આવીને ઉદાયિ નામે પ્રધાન હસ્તી ઉપર ચઢ્યો, ત્યારબાદ હારવડે તેનું વક્ષસ્થળ ઢંકાયેલું હોવાથી રતિ ઉત્પન્ન કરતો વારંવાર વીંઝાતા શ્વેત ચામરોવડે યાવતું ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગ સેનાની સાથે પરિવારયુક્ત, મહાનું સુભટોના વિસ્તીણ સમૂહથી વ્યાપ્ત કૂણિકરાજા જ્યાં મહાશિલા કંટક સંગ્રામ છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે મહાશિલા કંટક સંગ્રામમાં ઉતર્યો, તેની આગળ દેવનો ઈન્દ્ર દેવોનો રાજા શક્ર એક મોટું વજન સરખું અભેધ કવચ વિક્ર્વીને ઉભો છે. એ પ્રમાણે બે ઈન્દ્રો સંગ્રામ કરે છે, જેમકે એક દેવેન્દ્ર અને બીજો મનુજેન્દ્ર. હવે તે કૃણિકરાજા એક હાથીવડે પણ શત્રુપક્ષનો પરાજય કરવા સમર્થ છે. ત્યારબાદ તે કૂણિકે મહાશિલાકંટક સંગ્રામને કરતા નવમલ્લકિ અને નવલેચ્છકે જેઓ કાશી ને કોશલાના અઢાર ગણરાજાઓ હતા, તેઓના મહાનું યોદ્ધાઓને હણ્યા, ધાયલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy