SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭, ઉદેસી-૩ છે? હે ગૌતમ! ગ્રીષ્મ ઋતુમાં ઘણા ઉષ્ણુયોનિ વાળા જીવો અને પુદ્ગલો વનસ્પતિકાયપણે ઉપજે છે, વિશેષ ઉપજે છે, વધે છે. વિશેષ વૃદ્ધિ પામે છે; એ કારણથી હે ગૌતમ! ગ્રીષ્મઋતુમાં ઘણા વનસ્પતિકાયિકો પાંદડાવાળા, પુખવાળા યાવતું હોય છે. 346] હે ભગવન્! શું મૂલો મૂલના જીવથી કંદો કન્દના જીવથી વ્યાવતુ બીજો બીજના જીવથી વ્યાપ્ત હે ગૌતમ! તેમજ છે, હે ભગવન્! તો વનસ્પતિકાયિક જીવો કેવી રીતે આહાર કરે. અને કેવી રીતે પરિણમાવે? હે ગૌતમ ! મૂલો મૂલના જીવથી વ્યાપ્ત છે, અને તે પૃથિવીના જીવ સાથે સંબદ્ધ છે, માટે વનસ્પતિકાયિક જીવો આહાર કરે છે, એ પ્રમાણે યાવતું બીજો બીજના જીવથી વ્યાપ્ત છે, અને તે ફલના જીવ સાથે સંબદ્ધ છે, માટે તે આહાર કરે છે, અને તેને પરિણાવે છે. [347] હે ભગવનું ! આલુ મૂળા, આદુ, હિરિલી, સિરિલિ, સિક્સિ- રિલિ. કિટિકા, છિરિયા, છીરવિદારિક, વજકંદ, સૂરણંદ, ખેલુડા, આદભદ્રમોથ, પિંડહરિદ્રા, રોહિણી, હુથીહુ, થિગા, મગપર્શી, અશ્વકર્ણી, સિંહકણ, સીહંઢી, મુસંઢી અને તેવા પ્રકારની બીજી વનસ્પતિઓ શું અનન્ત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે? હે ગૌતમ! આલુ મૂળા યાવતું અનન્ત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાની છે. [348] હે ભગવન્ર કદાચ કૃષ્ણલેશ્યાવાળો નારક અલ્પકર્મવાળો અને નીલલેશ્યાવાળો મહાકર્મવાળો હોય ? હા, ગૌતમ! કદાચ હોય. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ, તે હેતુથી હે ગૌતમ! એમ કહેવાય છે કે તે યાવતું મહાકર્મવાળો હોય. હે ભગવન્! કદાચ નીલલેશ્યાવાળો નારફ અલ્પકર્મવાળો અને કપોતલેશ્યાવાળોનારક મહાકર્મવાળો હોય ? હા, ગૌતમ! કદાચ હોય.હે ભગવન્! શા હેતુથી એ પ્રમાણે કહો છો ? હે ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ, તે હેતુથી હે ગૌતમ! તે વાવતું મહાકર્મવાળો હોય. એ પ્રમાણે અસુરકુમારોને વિશે પણ જાણવું, પરન્તુ તેઓને એક તોલેશ્યા અધિક હોય છે. એ પ્રમાણે વૈમાનિક દેવો પર્યન્ત જાણવું. જેને જેટલી લેશ્યાઓ હોય તેને તેટલી કહેવી, પણ જ્યોતિષ્ક દેવોને ન કહેવું યાવતું હે ભગવન્! કદાચ પપ્રલેશ્યાવાળો વૈમાનિક અલ્પકર્મવાળો અને શુલ્કલેશ્યાવાળો વૈમાનિક મહાકર્મવાળો હોય? હે ગૌતમ! હા, કદાચ હોય. તે શા હેતુથી ? બાકીનું નારકને કહ્યું તેમ જાણવું, યાવતું મહાકર્મવાળો હોય. [349 હે ભગવન્! ખરેખર જે વેદના તે નિર્જરા. અને જે નિર્જરા તે વેદના કહેવાય? હે ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! વેદના કર્મ છે. અને નિર્જરા નોકર્મ છે, તે હેતુથી યાવતુ તે વેદના ન કહેવાય. હે ભગવન્! શું નારકોને જે વેદના છે તે નિર્જરા કહેવાય, અને જે નિર્જરા છે તે વેદના કહેવાય ? હે ગૌતમ! નારકોને વેદના છે તે કર્મ છે, અને નિર્જરા છે તે નો કર્મ છે, તે હેતુથી એમ કહું છું કે નિરા તે વેદના ન કહેવાય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો જાણવા. હે ભગવન્! શું ખરેખર જે વેધું તે નિર્જ અને જે નિર્જયું તે વેધું? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી હે ભગવન્! એમ શા હેતુથી કહેવાય છે? હે ગૌતમ! કર્મવેધુ અને નોકમ નિર્યું, તે હેતુથી હે ભગવન! નારકોએ જે વેધું તે નિર્જ ? પૂર્વે કહ્યા પ્રમાણે નારકો પણ જાણવા, યાવતુ વૈમાનિકો પણ જાણવા. હે ભગવન્! શું ખરેખર જેને વેદે છે તેને નિજર છે, અને જેને નિર્જરે છે તેને વેદે છે? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહેવાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy