SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭, ઉદ્દેશો-ર 145 ગુપ્રત્યાખ્યાન અને દેશમૂળગુણપ્રત્યાખ્યાન. હે ભગવન્! સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારે કહ્યું છે, સર્વ પ્રાણાતિપાતથી વિરામ પામવો, યાવતું સર્વ પરિગ્રહથી વિરામ પામવો. હે ભગવન્! દેશમૂલગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે? પાંચ પ્રકારે છે. સ્થળ પ્રાણાતિપાત વિરમણ ચાવતું સ્થળ પરિગ્રહ વિરમણ. હે ભગવન્! ઉત્તરગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારે કહ્યું છે. સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન અને દેશોત્તરગુણપ્રત્યાખ્યાન. હે ભગવન્! સર્વોત્તરગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! દશ પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે [341] અનાગત, અતિક્રાન્ત, કોટિસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, કૃતપરિમાણ, નિરવશેષ, સંકેત, અદ્ધા પ્રત્યાખ્યાન; એ રીતે પ્રત્યાખ્યાન દશ પ્રકારે કહ્યું છે. હે ભગવન્! દેસોત્તરગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! દેસોત્તરગુણપ્રત્યાખ્યાન સાત પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે- દિવ્રત, ઉપભોગપરિભોગપરિમાણ, અનર્થદંડવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પોષધોપવાસ, અતિથિસંવિભાગ ને અપશ્ચિમમારણાન્તિક-સંલેખણાજોષણાઆરાધના. [343] હે ભગવન્! જીવો શું મૂલગુણપ્રત્યાખ્યાની, ઉત્તરગુણ- પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની છે? હે ગૌતમ! જીવો તે ત્રણે છે. હે ભગવન્! નારક જીવો શું મૂલગુણપ્રત્યાખ્યાની છે? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નારકો મૂલગુણપ્રત્યાખ્યાની નથી, ઉત્તરગુણપ્રત્યાખ્યાની નથી, પણ અપ્રત્યાખ્યાની છે, એ પ્રમાણે વાવતુ ચઉરિદ્રિય જીવો જાણવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જેમ જીવો કહ્યા તેમ જાણવા. વાનમંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ જેમ નારકો કહ્યા તેમ જાણવા. હે ભગવન્! મૂલગુણ- પ્રત્યા ખ્યાની, ઉત્તરગુણપ્રત્યાખ્યાની, જીવોમાં અલાબહત્વ કઈ રીતે ? મૂલગુણ પ્રત્યાખ્યાની સૌથી થોડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્ય ગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે. હે ભગવન્! એ પૂર્વે કહેલા) જીવોમાં પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો પ્રશ્ન. હે ગૌતમ! મૂલગુપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ જીવો સર્વથી થોડા છે, ઉત્તરગુણપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. હે ભગવન્! જીવોમાં મૂલગુણપ્રત્યાખ્યાની વગેરે મનુષ્યોનો પ્રશ્ન. હે ગૌતમ ! મૂલગુણપ્રત્યાખ્યાનીમનુષ્યો સર્વથી થોડા છે, ઉત્તરગુપ્રત્યાખ્યાનની મનુષ્યો સંખ્યાતગુણ છે, અને અપ્રત્યાખ્યાની. મનુષ્યો અસંખ્ય ગુણ છે. હે ભગવનું ! શું જીવો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની છે, દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! એ ત્રણે છે. નારકોનો પ્રશ્ન. હે ગૌતમ ! નારકો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની નથી, દેશમૂલગુણપ્રત્યાખ્યાની નથી, પણ અપ્રત્યાખ્યાની છે. પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! પંચેનિયતિર્યંચો સવમૂલગુણપ્રત્યાખ્યાની નથી, પણ દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે અને અપ્રત્યાખ્યાની છે. જેમ જીવો કહ્યા તેમ મનુષ્યો જાણવા. જેમ નારકો કહ્યા તેમ વાનમંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો જાણવા. હે ભગવન્! સવમૂલગુણપ્રત્યાખ્યાની, દેશમૂલગુણપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? હે ગૌતમ ! સર્વમૂલગુણપ્રત્યાખ્યાની જીવો સર્વથી થોડા છે, દેશમૂલગુણપ્રત્યાખ્યાની જીવો અસંખ્યગુણ છે, ho] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy