________________ 134 ભગવઈ - - 301 ગૌતમ! લોકાંત સુધી જાય અને લોકાંતને પ્રાપ્ત કરે. હે ભગવન્! તે ત્યાં જઈનેજ આહાર કરે? પરિણમાવે ? અને શરીરને બાંધે ? હે ગૌતમ ! કેટલાક ત્યાં જઈનેજ આહાર કરે, પરિણમાવે અને શરીરને બાંધે અને કેટલાક ત્યાંથી પાછા વળે છે અને પાછા વળી અહિં શીધ્ર આવે છે અને ફરીવાર માણાંતિક સમુદ્રઘાતથી સમ- વહત થાય છે, સમવહત થઇ મંદર પર્વતની પૂર્વે અંગુલનો અસંખ્ય ભાગમાત્ર, સંખેય ભાગમાત્ર, વાલાઝ, વાલાઝપૃથક્વન વાલાઝ) એ પ્રમાણે શિક્ષા, યૂકા, યવ, અંગુલ વાવતું ક્રોડયોજન, કોડાકોડી યોજન, સંખ્યયહજાર યોજન અને અસંખ્યયહજાર યોજન અથવા લોકાંતમાં. એક પ્રશિકશ્રેણિને મૂકીને અસંગેયલાખ પૃથિવીકાયિકના આવાસમાંના કોઈ પૃથિવીકાયના આવાસમાં પૃથિવીકાયપણે ઉત્પન્ન થાય પછી આહાર કરે, પરિણાવે અને શરીરને બાંધે. જેમ મંદર પર્વતની પૂર્વ દિશા પરત્વે કહ્યું આલાપક કહ્યો તેમ એ પ્રમાણે દક્ષિણ પશ્ચિમે, ઉત્તરે, ઊર્ધ્વ અને અધોદિશા માટે પણ જાણવું જેમ પૃથિવીકાયિકો માટે કહ્યું તેમ સર્વ એકેદ્રિયો માટે એક એકના છ આલાપક કહેવા. હે ભગવનું ! મારણાંતિક સમુદ્યાતથી સમવહત થઇ જે જીવ અસંખેયલાખ બેઇદ્રિયોના આવાસમાંના કોઈ એક બેઢિયાવાસમાં બેઈદ્રિયપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ, ત્યાં જઈને જ આહાર કરે? તેને પરિણાવે? અને શરીરને તૈયાર કરે ? હે ગૌતમ ! જેમ નૈરયિકો કહ્યા તેમ બેઈદ્રિયથી માંડી અનુત્તરોપાતિક વિમાન સુધીના સર્વ જીવો કહેવા. હે ભગવનું ! મારણાંતિક સમુદ્યાતતથી સમવહત થઈ જે પાંચ અનુત્તરવિમાનોમાંના કોઇ એક અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે જીવ હે ભગવન્! ત્યાં જઈનેજ આહાર કરે? પરિણમાવે અને શરીરને તૈયાર કરે? હે ગૌતમ! તેજ કહેવું હે ભગવન્!તે એ પ્રમાણે છે. હે ભગવન્!તે એ પ્રમાણે છે. શતકઃ 6 ઉદેસાઃ દનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક૭:-) [302] હે ભગવન્! શાલી, વ્રીહિ, ગોધૂમ, યવ અને યવયવ, એ બધાં ધાન્યો કોઠલામાં હોય, વાંસડાના -ડાલામાં હોય, માંચામાં હોય, માળમાં હોય, છાણથી ઉલ્લિપ્ત હોય, લિપ્ત હોય, ઢાંકેલાં હોય, માટી વગેરે વડે મુદ્રિત હોય અને લાંછિત ફરેલાં હોય, તો તેઓની યોનિ-કેટલા કાળ સુધી કાયમ રહે ? હે ગૌતમ! તેઓની યોનિ. ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી કાયમ રહે અને વધારેમાં વધારે ત્રણ વરસ સુધી કાયમ રહે. ત્યારબાદ તે યોનિમ્નાન થાય છે, પ્રવિધ્વંસ પામે છે, પછી તે બીજ અબીજ થાય છે અને ત્યારબાદ તે યોનિનો વ્યુચ્છેદ થયો કહેવાય છે. હે ભગવન્! કલાય, મસૂર, તલ, મગ, અડદ, બાલ, કળથી, એક જાતના ચોળ, તુવેર અને ગોળ ચણા એ બધાં ધાન્યો પૂર્વોક્ત વિશેષણવાળાં હોય તો તે ધાન્યોની યોનિ કેટલા કાળ સુધી કાયમ રહે ? હે ગૌતમ ! જેમ શાલીઓ માટે કહ્યું તેમ એ ધાન્યોને માટે પણ જાણવું, વિશેષ એ કે, પાંચ વરસ જાણવાં, હે ભગવનું ! અલસી, કુસુંભ, કોઢવા, કાંગ, વરટ-બંટી, એક પ્રકારની કાંગ, એક પ્રકારના કોકવા, શણ, સરસવ અને એક જાતનાં શાકનાં બી એ પૂર્વોક્ત વિશેષવાળા ધાન્યોની યોનિ કેટલા કાળ સુધી રહે? હે ગૌતમ! એઓને માટે પણ તેમજ જાણવું, વિશેષ એ કે, સાત વરસ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org