SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ - - 130 ભગવઈ - 6 -પ૨૯૧ અને કેટલોક પૃથિવીકાય એવો છે, જે દેશને પ્રકાશિત નથી કરતો, તે હેતુથી પૂવક્તા પ્રમાણે કહેવાય. હે ભગવન્! તમસ્કાય ક્યાં સમુસ્થિત છે ક્યાંથી શરૂ છે અને ક્યાં સંનિષ્ઠિત છે ક્યાં તેનો અંત છે? હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપની બહાર તિરછે અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઉલ્લંધ્ય પછી અણવર બહાર આવે છે, તે દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદય સમુદ્રને 42 હજાર યોજન અવગાહીએ ત્યારે ઉપરિતન જલાત આવે છે, તે ઉપરિતન જલાંતથી એક પ્રદેશની શ્રેણીએ અહીં તમસ્કાય સમુતિ છે, તે ત્યાંથી સમૃતિ થઈ ૧૭ર૧ યોજન ઉંચો જઈ ત્યાંથી પાછો તિરછો વિસ્તાર પામતો સોધર્મ, ઈશાન, સનકુમાર અને માહેંદ્ર એ ચારે કલ્પોને આચ્છાદીને ઉંચે બ્રહ્મલોકકલ્પમાં રિઝવિમાનના પાથડા સુધી સંપ્રાપ્ત- પહોંચ્યો છે અને ત્યાં તમસ્કાય સંનિવિષ્ટ છે. હે ભગવન્! તમસ્કાય નો સંસ્થાન કેવો છે ? હે ગૌતમ! તમસ્કાય, નીચે, કોડીઆના નીચેના ભાગના આકારવાળો અને ઉપર, કુકડાના પાંજરાના જેવા આકારવાળો કહ્યો છે. હે ભગવનું ! તમસ્કાય વિખંભવડે કેટલો કહ્યો છે અને પરિક્ષેપવડે કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તમસ્કાય બે પ્રકારનો કહ્યો છે, સંગે વિસ્તૃત અને અસંખ્યેય વિસ્તૃત. તેમાં જે તે સંખ્યય વિસ્તૃત છે તે વિખંભવડે સંખ્યય યોજના સહસ્ત્ર કહ્યા છે અને પરિક્ષેપવડે અસંખ્યય યોજન સહસ્ત્ર કહ્યા છે અને તેમાં જે તે અસંખ્યય વિસ્તૃત છે તે અસંખ્યય યોજન સહસ્ત્ર વિખંભ વડે કહ્યો છે અને અસંખ્યય યોજન સહસ્ત્ર પરિક્ષેપવડે કહ્યો છે. હે ભગવન્! તમસ્કાય કેટલો મોટો કહ્યો છે ? હે ગૌતમ ! સર્વદ્વીપ અને સમુદ્રોની સભ્યતર આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવત પરિક્ષેપવડે કહ્યો છે કોઈ મોટી ઋદ્ધિવાળો યાવતુ મહાનુભાવ દેવ “આ ચાલ્યો” એમ કરીને ત્રણ ચપટી વાગતાં એકવીશવાર તે સંપૂર્ણ જંબૂદ્વીપને ફરીને શીઘ આવે. તે દેવ તેની ઉત્કૃષ્ટ અને ત્વરાવાળી યાવતુ દેવગતિવડે જતો જતો યાવતુ એક દિવસ, બે દિવસ યા ત્રણ દિવસ ચાલે અને વધારેમાં વધારે છ મહિના ચાલે તો કોઈ એક તમસ્કાય સુધી પહોંચે અને કોઈ એક સમસ્કાય સુધી ન પહોંચે, એટલો મોટો તમસ્કાય કહ્યો છે. હે ભગવન્! તમસ્કાયનાં ઘર છે કે ગૃહાપણ છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન! તમસ્કાયમાં ગામ છે કે યાવતુ સંનિવેશો છે? હે ગૌતમ! તે અર્થ સમર્થનથી. હે ભગવન્! તમસ્કામાં ઉદાર મોટા મેઘ સંખેદ પામે છે? સંમૂછે છે? અને વર્ષણ વરસે છે? હે ગૌતમ ! હા, તેમ છે. હે ભગવન્! શું તેને દેવ કરે છે? અસર કરે છે? કે નાગ કરે છે? હૈ ગૌતમ! દેવ પણ કરે છે? અસુર પણ કરે છે, અને નાગ પણ કરે છે. હે ભગવન્! તમસ્કાયમાં બાદર સ્વનિતાબ્દ છે? અને બાદર વિજળી છે? હા, છે. હે ભગવન્! શું તેને દેવ યા અસુરયા નાગ કરે છે? હે ગૌતમ! ત્રણે પણ કરે છે. હે ભગવન્! તમસ્કાયમાં બાદર પૃથિવીકાય છે? અને બાદર અગ્નિકાય છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, અને આ જે નિષેધ છે તે વિગ્રહગતિસમાપન સિવાય સમજવો હે ભગવન્! તમસ્કાયમાં ચંદ્ર, સૂર્ય ગ્રહણ, નક્ષત્ર અને તારારૂપો છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી, પણ તે ચંદ્રાદિ, તમસ્કાયની પડખે છે. હે ભગવનું ! તમસ્કાયમાં ચંદ્રની પ્રભા કે સૂર્યની પ્રભા હોય છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, કારણ કે, તે પ્રભા તમસ્કાયમાં છે પણ કાદૂષણિકા-પોતાના આત્માને દૂષિત કરનારી છે. હે ભગવન્! તમસ્કાય વર્ણથી કેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy