________________ શતક-દ, ઉદેસી-૩ ભજનાએ બાંધે. હે ભગવન્! શું મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ ! મનયોગી, વચનયોગી અને કાયયોગી, એ ત્રણ ભજનાએ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને યોગી જ્ઞાનાવરણને ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કમપ્રકૃતિઓ માટે જાણવું અને વેદનીય કમને હેઠળના ત્રણ બાંઘ અને અયોગી ન બાંધે. હે ભગવન્! શું સાકાર ઉપયોગવાળો કે અનાકાર ઉપયોગ- વાળો જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! આઠે કર્મપ્રકૃતિઓ ભજના બાંધે. હે ભગવન્! શું આહારક કે અનાહારક જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધે ? હે ગૌતમ ! બન્ને પ. ભજનાએ બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય સિવાયની છ કર્મપ્રકૃતિઓ માટે જાણવું, અને વેદનીય કર્મ, આહારક જીવ બાંધે તથા અનાહારક જીવ ભજનાએ બાંધે અને આયુષ્યકર્મને આહારક જીવ ભજનાએ બાંધે તથા અનાહારક જીવ ન બાંધે. હે ભગવન્! શું સૂક્ષ્મ જીવ, બાદર જીવ કે નોસૂક્ષ્મ-નોબાઇર જીવ જ્ઞાનાવરણ કર્મને બાંધે? હે ગૌતમ ! સૂક્ષ્મ જીવ બાંધે. બાદર જીવ ભજનાએ બાંધે અને નોસૂક્ષ્મ-નોબાઇર જીવ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને મૂકીને સાતે કર્મપ્રકૃતિઓ માટે પણ જાણવું અને આયુષ્યકર્મને સૂક્ષ્મ જીવ અને દાદર જીવ, એ બને ભજનાએ બાંધે છે, તથા નોસૂક્ષ્મ નો બાદર જીવ- સિદ્ધના જીવ નથી બાંધતા. હે ભગવન્! શું ચરમ જીવ કે અચરમ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! એ બન્ને જીવ આઠે કર્મપ્રકૃતિઓને ભજનાએ બાંધે. [285] હે ભગવન્! ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અને અવેદક, એ બધા જીવોમાં ક્યા ક્યા જીવ, કોના કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પુરુષવેદક જીવો છે, તેનાથી સંખ્યયગુણ સ્ત્રીવેક છે, અવેદક અનંતગુણ છે અને નપુંસકવેદક અનંતગુણ છે. એ બધા પદોનાં અલ્પબદુત્વો કહેવાં યાવત સૌથી થોડા અચરમ જીવો છે અને ચરમ જીવો અનંતગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવતું વિચરે છે. શતક 6 - ઉદેસા ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (- ઉદ્દેશક 4:-) [286) હે ભગવન્! શું જીવ કાલાદેશવડે- સપ્રદેશ છે કે અપ્રદેશ? હે ગૌતમ ! જીવ નિયમાં ચોક્કસ પ્રદેશ છે. એ પ્રમાણે યાવતું સિદ્ધ સુધીના જીવ માટે જાણવું. હે ભગવત્ નૈરયિક જીવ કાલાદેશથી પ્રદેશ છે કે અપ્રદેશ છે? હે ગૌતમ ! એ કદાચ સપ્રદેશ છે અને કદાચ અપ્રદેશ છે. હે ભગવન્! શું જીવો કાલાદેશથી સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! ચોક્કસ, જીવો સંપ્રદેશ છે. હે ભગવન ! શું નરયિક જીવો કાલાદેશવડે સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! એ નૈરયિકોમાં બધાય સંપ્રદેશ હોય, કેટલાક પ્રદેશ અને એકાદ અપ્રદેશ અને કેટલાક સપ્રદેશ કેટલાક અપ્રદેશ; એ પ્રમાણે થાવત્ સ્વનિતકુમાર સુધીના જીવો માટે જાણવું, હે ભગવન્! શું પૃથિવી- કાયિક જીવો સપ્રદેશ છે કે અપ્રદેશ છે? તેઓ યાવતું વનસ્પતિકાયિક સુધી જાણવું. જેમ નૈરયિક જીવો કહ્યા. તેમ સિદ્ધ સુધીના બાકીના બધા જીવો માટે જાણવું. જીવ અને એ કેન્દ્રિય વર્જીને બાકીના આહારક જીવો માટે ત્રણ ભાંગા જાણવા, અને અનાહારક જીવો માટે એકેન્દ્રિય વર્જીને છ માંગા આ પ્રમાણે જાણવા- કેટલાક સંપ્રદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org