________________ 126 ભગવઈ - 6-3284 માટે જાણવું. અને વેદનીને નીચેના બે સંજ્ઞી અને અસંજ્ઞી બાંધે અને ઉપરનો નોશીનોઅસંજ્ઞી ભજના અને આયુષ્યને નીચેના બે ભજનાએ બાંધે અને ઉપરનો ન બાંધે. હે ભગવનું ! શું ભવસિદ્ધિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ?, અભવસિદ્ધિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કે નોભવસિદ્ધિક નો અભાવસિદ્ધિક જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! ભવસિદ્ધિક ભજનાએ બાંધેઅભવસિદ્ધિક જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોભવસિદ્ધિક ને નો અભાવસિદ્ધિક ન બાંધે, એ પ્રમાણે આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રવૃત્તિઓ માટે જાણ આયુષ્ય કર્મ માટે નીચેના બે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક ભજનાએ બાંધે અને ઉપરનો નોભવસિદ્ધિક અને નોઅભવસિદ્ધિક અથતુ સિદ્ધ, તે ન બાંધે. હે ભગવન્! શું ચક્ષુદની, અચક્ષુ- દર્શની, અવધિદર્શની અને કેવલદની જ્ઞાનાવરણ કર્મ બાંધે? હે ગૌતમ ! હેઠળના ત્રણ ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની એ ત્રણ ભજનાએ બાંધે તથા ઉપરનો-કેવલદની તે ન બાંધે, એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું, વેદનીયકર્મને નીચેના ત્રણ બાંધે છે ને કેવલદર્શની કદાચ બાંધે અને કદાચ ન બાંધે, હે ભગવન્! શું પકિ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? અપર્યાપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કે નોપયપ્તિ નોઅપર્યાપ્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! પર્યાપ્ત જીવ ભજનાએ જ્ઞાનાવરણીય કર્મ બાધે, અપર્યાપ્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નીપર્યાપ્ત નોઅ યતિ એટલે સિદ્ધ જીવ જ્ઞાનાવરણીય કર્મ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વજીને સાત કર્મપ્રવૃત્તિઓ માટે જાણવું અને આયુષ્યને નીચેના બે પર્યાપ્તિ અને અપપ્તિ ભજનાએ બાંધે અને ઉપરનો નોર્યાપ્તનો અપર્યાપ્તસિદ્ધ ન બાંધે. હે ભગવન્! શું ભાષક જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? કે અભાષક બાંધે? હે. ગૌતમ ! એ બને જીવ જ્ઞાનાવરણ કર્મ ભજનાએ બાંધે, એ પ્રમાણે વેદનીયવર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું અને વેદનીય કર્મ ભાયક બાંધે તથા અભાષક વેદનીય કર્મને ભજનાએ બાંધે. હે ભગવન્! શું પરિત્ત-એક શરીરવાળો જીવ, જ્ઞાનાવરણ કર્મ બાંધે ? અપરિત્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? કે નોપરિત્ત નોઅપરિત્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! પરિત્ત જીવ, ભજનાએ જ્ઞાનાવરણ કર્મ બાંધે, અપરિત્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોપરિત્તનોઅપરિત્ત એટલે સિદ્ધ જીવ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. અને પરિત્ત તથા અપત્તિ એ બન્ને પણ આયુષ્ય કર્મને ભજનાએ બાંધે છે અને નોપરિત્ત નોઅપરીત્ત બાંધતો નથી. હે ભગવનું ! શું આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની, મનઃપવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! હેઠળના ચાર ભજ- નાએ બાંધે છે. નોપરિત્ત નો અપરીત બાંધતો નથી. હે ભગવન્! શું આભિ- નિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાન, અવધિ- જ્ઞાની અને મનપર્યવજ્ઞાની ભજનાએ બાંધે છે અને કેવલજ્ઞાની બાંધતો નથી, એ પ્રમાણે વેદનીયને વજીને બાકીની સાત કર્મપ્રકૃતિઓ માટે જાણી લેવું અને વેદનીય કર્મને હેઠળના ચાર બાંધે છે અને કેવળજ્ઞાની ભજનાએ બાંધે છે. હે ભગવન! શું મતિ-અજ્ઞાની, અજ્ઞાની અને વિભંગણાની જ્ઞાનાવરણીય કર્મ બાઘે ? હે ગૌતમ ! આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ બાંધે અને આયુષ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org