SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-જ, ઉદેસી-૪ 313 ઘટનાનો અભિનય કરવો, મહાભારતનો અભિનય કરવો. રાજા મન્વી આદિનો અભિનય કરવો, માનવ જીવનની વિભિન્ન અવસ્થાઓનો અભિનય કરવો. [406] સનકુમાર અને મહેન્દ્રકલ્પમાં ચાર વર્ષના વિમાન છે- નીલા રાતા પીળા, ધોળા. મહાશુક્ર અને સહસ્ત્રારકલ્પમાં દેવતાઓનું શરીર ચાર હાથ ઊંચું છે. [407] પાણીના ગર્ભ ચાર પ્રકારના છે. જેમકે- ઓસ, ઘુવર, આતિશીત અને અતિગરમ પાણીના ગર્ભ ચાર પ્રકારના છે. જેમકે- હિમપાત, વાદળાઓથી આકાશનું આચ્છાદિત થવું, અતિ શીત અથવા અતિ ઉષ્ણતા થવી અથવા વાયુ વાદળ, ગાજ, વીજળી, વરસવું. તે પાંચેનું સંયુક્ત રૂપેથી થવું. [408] મહામાસમાં હિમપાતથી. ફાલ્થનમાસમાં વાદળોથી, ચૈત્રમાં અધિક શીતથી અને વૈશાખમાં ઉપર કહેલ સંયુક્ત પાંચ પ્રકારથી પાણીનો ગર્ભ સ્થિર થાય છે. ૪૦માનુષી ના ગર્ભ ચાર પ્રકારે છે, જેમકે- સ્ત્રીરૂપમાં, પુરૂષરૂપમાં, નપુંસકરૂપમાં. અને બિંબરૂપમાં (માત્ર પિમ્હરૂપ હોય.) [410-411] અલ્પ વીર્ય અને અધિક રૂધિરના મિશ્રણ થવાથી ગર્ભ સ્ત્રીરૂપમાં ઉત્પન્ન થાય છે, અલ્પ ઓજ - રૂધિર અને અધિક શુક્રવીર્યનું મિશ્રણ થવાથી ગર્ભ પુરૂષરૂપમાં ઉત્પન્ન થાય છે. રૂધિર ને વીર્યના સમાન મિશ્રણથી ગર્ભ નપુંસકરૂપમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીનો સ્ત્રીથી સહવાસ થવા પર ગર્ભ બિંબ રૂપમાં ઉત્પન્ન થાય છે. [412 ઉત્પાદ નામના પ્રથમ પૂર્વની ચાર ચૂલીક વસ્તુઓ કહેલી છે. [413] કાવ્ય ચાર પ્રકારના છે, ગદ્ય-છંદ રહિત પદ્ય-છંદ, બદ્ધ અને ગેય. f414] નૈરયિક જીવોને ચાર સમુદ્યાત હોય છે, જેમકે- વેદના સમુદ્દઘાત, કષાય-મારણાંતિક અને વૈક્રિય સમુદ્દઘાત. વાયુકાયના જીવોને પણ એ પ્રમાણે. 415] અહંન્ત અરિષ્ટનેમિ - ના ચારસો ચૌદ પૂર્વધારી શ્રમણોની ઉત્કૃષ્ટ સમ્પરા હતી, તે જિન નહિ પણ જિન સરખા હતા. જિનની જેમ યથાર્થ વક્તા હતા અને સર્વ અક્ષર સંયોગના પૂર્ણ જ્ઞાતા હતા. 4i16] શ્રમણ ભગવાન મહાવીરના ચાર સો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તે દેવ, મનુષ્ય અથવા અસુરોની પરિષદમાં કદાપિ પરાજિત થવાવાળા ન હતા. 4i17 નીચેના ચાર કલ્પ અર્ધ ચન્દ્રાકાર છે.-સૌધર્મ ઈશાન સનતકુમાર અને માહેન્દ્ર. વચલા ચારકલા પૂર્ણચન્દ્રાકાર છે.- બ્રહ્મલોક લાંતક મહાશુક્ર, સહઆર. ઉપરના ચાર કલ્પ અર્ધચન્દ્રાકાર છે, આનત પ્રાણત આરણ અને અશ્રુત. [418] ચાર સમુદ્રમાં પ્રત્યેક સમુદ્રના પાણીનો સ્વાદ ભિન્ન છે. લવણસમુદ્રના પાણીનો સ્વાદ મીઠાજેવો ખારો છે. વરુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ મધ જેવો. ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ દૂધ જેવો. ધૃતોદસમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. [૪૧આવર્ત ચાર પ્રકારના છે. જેમ કે, ખરાવર્ત- સમુદ્રમાં ચક્રની જેમ પાણીનું ફરવું. ઉન્નતાવપર્વત પર ચક્રની જેમ ફરીને ચડવાનો માર્ગ, ગૂઢાવર્ત- દડા પર દોરાથી કરાતી ગૂંથણ, આમિષાવર્ત- માંસને માટે આકાશમાં પક્ષીઓનું ફરવું. કષાય ચાર પ્રકારનો છે, જેમકે- ખરાવત સમાન ક્રોધ, ઉન્નાવત સમાન માન, ગૂઢવર્ત સમાન માયા, આમિષાવર્ત સમાન લોભ. ખરાવર્તસમાન ક્રોધ કરનાર જીવ મરીને નરકમાં જાય છે. એ પ્રમાણે ઉન્નતાવર્ત સમાન માન કરવાવાળો ગૂઢાવર્ત સમાન માયા કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy