SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૨ 285 પલ્યોપમ સ્થિતિવાળા ચાર મહર્ધિક દેવ રહે છે. યથાસ્વાતિ, પ્રભાસ, અરુણ અને પ. જમ્બુદ્વીપમાં ચાર મહાવિદેહ પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુ ઉત્તરકુર. બધા નિષધ અને નીલવંત પર્વત ચારસો યોજન ઊંચા અને ચારસો ગાઉ ભૂમિમાં છે. જબૂદ્વીપવત મેરૂપર્વતની પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના ઉત્તર કિનારા પર ચાર વક્ષસ્કારપર્વત છે, ચિત્રકૂટ, પદ્યકૂટ, નલિનકૂટ અને એકલ. જમ્બુદ્વીપવત મેરૂપર્વતના પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે જેમકે- ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન અને માતંજન. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં વહેવાવાળી સીતામહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે. જેમકે ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, દેવપર્વત અને નાગપર્વત. જમ્બુદ્વીપવતી મેરૂપર્વતની ચાર વિદિશાઓમાં ચાર વક્ષસ્કાર છે. જેમકે- સોમનસ, વિદ્યુતપ્રભ, ગંધમાદન, માલ્યવંત. જમ્બુદ્વીપના મહાવિદેહમાં જઘન્ય ચાર અરિહત, ચાર વાસુદેવ, ઉત્પન્ન થયા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્વીપના મેરૂ પર્વત પર ચાર વન છે, જેમકે- ભદ્રસાલવન, નન્દનવન, સોમનસવન અને પંડગવન. જબૂદ્વીપના મેરૂ પર્વત પર પંડગવનમાં ચાર અભિષેક શિલાઓ છે. જેમકે- પંડકંબલ શિલા, અતિખંડુકંબલ શિલા, રક્તકંબલ શિલા, અતિરક્તકંબલ શિલા- મેરૂપર્વતની ચૂલિકા ઉપરથી ચારસો યોજન પહોળી છે. આ પ્રમાણે ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈમાં જાણવું આ પ્રમાણે પૂષ્કરાઈ દ્વીપના પૂવધિમાં અને પશ્ચિમાર્ધમાં પણ. જાણવું [32] જમ્બુદ્વીપમાં શાશ્વત પદાર્થ કાલ યાવતું મેરૂ ચૂલિકા સુધી જે કહેલ છે તે ઘાતકી ખંડ અને પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્યમાં પણ કહેવા. [૩ર૩] જમ્બુદ્વીપના ચાર દ્વાર છે. વિજય, વેજયંત, જયંત અને, અપરાજિત. જમ્બુદ્વીપના દ્વાર ચાર સો યોજન પહોળા છે તેમના એટલો જ પ્રવેશ માર્ગ છે. જબૂઢીપના દ્વારા ઉપર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવો રહે છે. તેમના નામ-વિજય, જયન્ત, જયંત, અપરાજિત. ૩ર૪] જમ્બુદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં અને ચૂલ (લઘુ) હિમવત્ત વર્ષઘર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન અન્દર જવા પર ચાર-ચાર અન્તરદ્વીપ છે. જેમકે - એકરૂક દ્વીપ, આભાષિક દ્વીપ, વૈષણિક, લાંગલિક દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમ કે- એકરૂક, આભાષિક વૈષાણિક લાંગુલિક તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ચારસો - ચારસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. જેમકે- હાકર્ણદ્વીપ. ગજકર્ણદ્વીપ. ગોકર્ણદ્વીપ, અને શકુલિકણ દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો રહે છે,આદિ હયકર્ણ, તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં પાંચસો પાંચસો યોજન જવા પર ચાર અંતર દ્વીપ છે, જેમકે- આદર્શમુખદ્વીપ, મેંઢમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ તે દ્વિીપમાં ચાર પ્રકારના મનુષ્ય છે. જેમકે- આદર્શમુખ મેંઢમુખ અયોમુખ અને ગોમુખ. તે દ્વિીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં છસો-છસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. અશ્વમુખદ્વીપ, હસ્તિમુદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાધ્રમુખદ્વીપ તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યોછે. અશ્વમુખ, હસ્તમુખ, સિંહમુખ, અને વ્યાધ્રમુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy