SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 278 હાજર ર૯૩ મનથી દીન છે. એક શરીરથી અદીન અને મનથી પણ અદીન છે. ચાર પ્રકારના પુરુષવર્ગ છે- એક શરીરથી દીન અને સંકલ્પથી પણ દીન એક શરીરથી દીન પણ સંકલ્પથી અદીન. એક શરીરથી અદીન પણ સંકલ્પથી દીન, એક શરીરથી અદીન અને સંકલ્પથી પણ અદીન. ચાર પ્રકારના પુરુષવર્ગ છે: એક શરીરથી દીન અને પ્રજ્ઞાથી પણ દીન છે. એક શરીરથી દીન પણ પ્રજ્ઞાથી શ્રેષ્ઠ છે. એક શરીરથી અદીન પણ પ્રજ્ઞાની. દીન છે. તેમજ એક શરીરથી અને પ્રજ્ઞાથી બન્નેથી અદીન છે. ચાર પ્રકારના પુરુષવર્ગ છે. એક શરીરથી દીન અને ચક્ષુના તેજથી પણ હીન છે. એક શરીરથી દીન પણ ચક્ષના તેજથી હીન છે. તેમજ એક શરીર અને ચક્ષુના તેજ, બન્નેથી અદીન છે. એ પ્રમાણે દીન શીલાચાર, દીન વ્યવહાર, દીન પસક્રમ, દીન વૃત્તિ, દીન જાતિ, દીન ભાસી દીનાવાભાસી, દીન સેવી અને દીન પરિવારના ચારચાર ભાંગા જાણવા. [294] ચાર પ્રકારના પુરુષવર્ગ કહેલ છે, તે આ પ્રમાણે- કોઇ ક્ષેત્રથી આર્ય અને પાપકર્મને ન કરવાથી આર્ય. કોઈ ક્ષેત્રથી આર્ય અને પાપકર્મ કરવાથી અનાર્ય. કોઈ [ક્ષેત્રથી) અનાર્ય અને [પાપકર્મને ન કરવાથી] આર્ય કોઈ ક્ષેત્રથી અનાર્ય અને પાપકર્મને કરવાથી પણ અનાર્ય એ પ્રમાણે 2 આર્યપરિણતિ, 3 આર્યરૂપ, 4 આર્યમન, 5 આર્યસંકલ્પ, 6 આર્યપ્રજ્ઞા, 7 આર્યદ્રષ્ટિ, 8 આર્યશીલાચાર, 9 આર્યવ્યવહાર 10 આર્યપરાક્રમ, 12 આર્યવૃત્તિ, ૧ર આર્યજાતિ, 13 આર્યભાષી, 14 આવભાષી, 15 આર્યસેવી, 16 આર્યપર્યાય, 17 આર્યપરિવાર 18 આર્યભાવવાળા પુરુષના પણ ચાર ચાર ભાગા જાણવા. [195] ચાર પ્રકારના વૃષભ કહેલ છે, તે આ પ્રમાણે જાતિસંપન્ન, કુલસંપન્ન બલસંપન્ન અને રૂપસંપન્ન. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ છે, જાતિસંપન્ન યાવતું રૂપસંપન્ન. બીજી રીતે પણ વૃષભના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે- એક જાતિસંપન્ન છે પરંતુ કુલસંપન્ન નથી એક કુલસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન છે અને કુલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને કુલસંપન્ન પણ નથી. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા સમજી લેવા જોઇએ. વૃષભ ચાર પ્રકારના છે તે આ પ્રમાણે એક જાતિસંપન છે પરંતુ બલસંપન્ન નથી. એક બલસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન પણ છે અને બલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને બલસંપન્ન પણ નથી. એ જ પ્રમાણે પુરુષ વર્ગના ચાર ભાંગા જાણવા. વૃષભ ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે એક જાતિસંપન્ન છે પરંતુ રૂપસંપન્ન નથી. એક રૂપસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન પણ છે અને રૂપસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને રૂપસંપન્ન પણ નથી. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા જાણવા. કુલસંપન્ન, બલસંપન્ન, વૃષભના ચાર ભાંગા છે. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા છે. કુલસંપન્ન અને રૂપ સંપન્ન વૃષભના ચાર ભાંગા છે. એ પ્રમાણે પુરુષવર્ગના પણ ચાર ભાંગા છે. હાથીના ચાર પ્રકાર કહેલ છે, જેમ કે- ભદ્ર મંદ મૃગ સંકીર્ણ. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલ છે. ભદ્ર યાવતું સંકીર્ણ હાથી ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે- એક ભદ્ર છે અને ભદ્ર મનવાળો છે, એક ભદ્ર છે પરંતુ મંદ મનવાળો છે, એક ભદ્ર છે પરંતુ મૃગ મનવાળો છે. એક ભદ્ર છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. આ પ્રમાણે પુરુષ વર્ગ પણ ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy