SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૨ 279 પ્રકારના છે. હાથીના પણ આ પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે- એક મંદ પરંતુ ભદ્ર મનવાળો છે. એક મંદ છે અને મંદ મનવાળો છે. એક મંદ પરંતુ મૃગ મનવાળો છે. એક મંદ છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. એ પ્રમાણે પુરુષવર્ગ પણ ચાર પ્રકારના કહેલ છે. હાથીના આ ચાર પ્રકાર છે- એક મૃગ છે અને ભદ્ર મનવાળો છે. એક મૃગ છે પરંતુ મંદ મનવાળો છે. એક મૃગ છે અને મૃગ મનવાળો પણ છે. એક મૃગ છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. એ પ્રમાણે પુરુષના પણ “મૃગ અને ભદ્રમનવાળા” એમ ચાર ભેદ સમજવા. હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે- એક સંકીર્ણ છે પરંતુ ભદ્ર મનવાળો છે. એક સંકીર્ણ છે પરંતુ મંદ મનવાળો છે, એક સંકીર્ણ છે પરંતુ મૃગ મનવાળો છે, એક સંકીર્ણ છે અને સંકીર્ણ મનવાળો છે. એજ પ્રમાણે પુરુષના પણ “સંકીર્ણ અને ભદ્ર મનવાળો” એ ચાર ભેદ છે. 296-300 ગાથા :- ભદ્ર હાથીના લક્ષણે- મધની ગોળીની સમાન પિંગલઆંખોવાળો, અનુક્રમથી પતલી, સુંદર અને લાંબી પૂંછડીવાળો અને ઉન્નત મસ્તક આદિથી સવાંગ સુંદર ભદ્ર હાથી ધીર પ્રકૃતિનો હોય છે. મંદ હાથીના લક્ષણો- ચંચલ સ્કૂલ અને ક્યાંક પાતળી અને ક્યાંક મોટી ચામડીવાળો, સ્થૂલ મસ્તક, પૂંછ, નખ, દાંત અને કેશવાળોતથા સિંહની સમાન પિંગલ નેત્રવાળો હાથી મંદ અિધીર] પ્રકૃતિનો હોય છે. મૃગ હાથીનું લક્ષણ - કૂશ શરીર અને કૂશ ગ્રીવાવાળો, પાતળી ચામડી, નખ, દાંત અને કેશવાળો, ભયભીત, સ્થિર કર્ણ, ઉદ્વિગ્નતાપૂર્વક ગમન કરવાવાળો સ્વયં ત્રસ્ત અને અન્યોને ત્રાસ દેવા વાળો હાથી મૃગ પ્રકૃતિનો હોય છે. સંકીર્ણ હાથીનું લક્ષણ- જે હાથીમાં ભદ્ર, મંદ અને મૃગ પ્રકૃતિના હાથીઓનાં થોડા થોડા લક્ષણ હોય તથા જે વિચિત્ર રૂપ અને શીલ વાળો હોય તે હાથી સંકીર્ણ પ્રકૃતિ વાળો હોય છે. હાથીઓનો મદકાલ- ભદ્ર જાતિનો હાથી શરદ ઋતુમાં મદવાળો હોય છે. મંદ જાતિનો હાથી વસંત ઋતુમાં મદવાળો હોય છે. મૃગ જાતિનો હાથી હેમંત ઋતુમાં મદોન્મત હોય છે અને સંકીર્ણ જાતિનો હાથી કોઈ પણ ઋતુમાં મદોત્તમ હોય છે. | [31] ચાર પ્રકારની વિકથાઓ કહી છે. સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા. સ્ત્રીકથા ચાર પ્રકારની છે- સ્ત્રીઓની જાતિની કથા, કુલની કથા, રૂપની કથા, નેપથ્યની વેશભૂષા સંબંધી કથા. ભક્તકથા ચાર પ્રકારની છે. ભોજન સામગ્રીની. કથા, વિવિધ પ્રકારના પકવાનો અને વ્યંજનોની કથા, ભોજન બનાવવાની કથા, ભોજન નિમણિની વ્યવની કથા. દેશકથા ચાર પ્રકારની છે. દેશના વિસ્તારની કથા, દેશમાં ઉત્પન્ન થવા વાળા ધાન્યાદિની કથા, દેશવાસીઓના કર્તવ્યાકર્તવ્યની કથા દેશવાસી ઓના નેપથ્ય- ની કથા. રાજકથા ચાર પ્રકારની છે. રાજાના નગરપ્રવેશની કથા. રાજાના નગરપ્રયાણની કથા, રાજાના બલ-વાહનની કથા, રાજાના કોઠાર (ભંડારની કથા. ચાર પ્રકારની ધર્મકથા કહી છે- આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની. આક્ષેપની કથા ચાર પ્રકારની છે. આચાર - આક્ષેપણી વ્યવહાર- આક્ષેપણી પ્રજ્ઞપ્તિ- આક્ષેપની. દ્રષ્ટિવાદ-આક્ષેપણી કથા. વિક્ષેપણી કથા ચાર પ્રકારની છે- સ્વ સિદ્ધાન્તના ગુણોનું કથન કરવું અને પર સિદ્ધાંતના દોષો બતાવવા. પર સિદ્ધાંતનું ખંડન કરીને સ્વ સિદ્ધાંતની સ્થાપના કરવી. પર સિદ્ધાન્તમાં જે સમોચીત તત્ત્વ હોય તેને પરસિદ્ધાન્તના દોષો બતાવવા. પર સિદ્ધાન્ત- ની મિથ્યા માન્યતાઓ બતાવી, સત્ય સિદ્ધાન્તની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy