SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસો-૪ અવિશુદ્ધ, વિશુદ્ધ, અપ્રશસ્ત, પ્રશસ્ત, શીતોષણ અને નિષ્પ-રક્ષ પણ ત્રણ-ત્રણ છે. 36] મરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે-બાલમરણ, પંડિતમરણ અને બાલ-પંડિતમરણ. બાલમરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે- સ્થિતિલેશ્ય, સંક્ષિપ્ટ લેશ્ય, પર્યવજાત લેશ્ય. બાલપંડિત મરણ ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- સ્થિત લેક્ષ, અસંકિલષ્ટ લેશ્ય અને અપર્યવ જાતલેશ્ય. [237 નિશ્ચય નહીં કરવાવાળા “શંકાશીલ’ને માટે ત્રણ સ્થાને અહિતકર, અશુભરૂ૫. અયુક્ત, અકલ્યાણકારી અને અશુભાનુબન્ધી હોય છે. કોઈ પુરુષ મુંડિત થઇને અણાગારવસ્થા ધારણ કરે છે. પરંતુ નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકિત, કાંક્ષિત, ક્રિયાના ફલ પ્રતિ શંકાશીલ થાય છે. “આમ હશે કે નહીં એવી બુદ્ધિને પ્રાપ્ત કરે છે અને કલુષિત ભાવવાળો થાય છે. અને એ રીતે તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતો નથી, વિશ્વાસ રાખતો નથી, રુચિ રાખતો નથી, તેને પરિષહ થાય છે અને પરિષહ તેને પરાજિત કરી દે છે. પરંતુ તે પરિષહ ને પરાજિત કરી શકતો નથી. કોઈ પુરુષ મુંડિત થઈને અણગાર અવસ્થાને ધારણ કરવા છતાં પણ પાંચ મહાવ્રતોમાં શંકા કરે - યાવતુ કલુષિત ભાવ કરે તથા પંચ મહાવ્રતોમાં શ્રદ્ધા રાખતો નથી તો યાવતુ તે પરિષહોનો પરાજ્ય કરી શકતો નથી. કોઇ મુંડિત થઈ, અગાર અવસ્થાના પરિત્યાગ પૂર્વક અણગાર અવસ્થા ધારણ કરવા છતાં છ જીવ નિકાયોમાં શ્રદ્ધા કરતો નથી યાવતું તે પરિષહોને પરાજિત કરી શકતો નથી. સમ્યક નિશ્ચય કરવાવાળાને ત્રણ સ્થાન હિતકર યાવતુ શુભાનુબંધી થાય છે, યથા- કોઈ મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાથી અણગારાવસ્થા ધારણ કરે છે તે નિઃશંકિત આદિ ભાવોથી નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરે છે, તેની પ્રતીતિ કરે છે અને તેને પોતાની રુચિનો વિષય બનાવે છે તે અણગારને પરિવહનો સામનો કરવો પડે છે ત્યારે પરિષહ તેને આકુલ-વ્યાકુલ કરી શકતા નથી. પરંતુ તે પરિષહોને પરાજિત કરે છે, કોઈ વ્યક્તિ મુંડિત થઈને પ્રવ્રજિત થઈ પાંચ મહાવ્રતોમાં નિઃશંકિત નિઃકાંક્ષિત રહે છે તો યાવતુ તે પરિષહોને પરાજિત કરે છે, પરિષહો તેને પરાજિત કરી શકતા નથી. કોઈ પુરુષ મુંડિત થઇને ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા પર ષડૂજીવનિકાયમાં શંકા કરતો નથી તો-યાવતુ-તે પરિષહોને પરાજિત કરી દે છે તેને પરિષહો પરાજિત કરતા નથી. f238] રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી ત્રણ વલયોથી ચારે તરફ ઘોયેલી જેમકેઘનોદધિવલયથી, ઘનવાત વલયથી, તનુપાત વલયથી. રિ૩૯] નૈરયિક જીવો ઉત્કૃષ્ટ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી એમ જ જાણવું. [24] ક્ષીણમોહ બારમા ગુણસ્થાનવાળા] અહંન્ત ત્રણ કર્મપ્રવૃતિઓનો એક સાથે ક્ષય કરે છે, જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય. [241 અભિજિત નક્ષત્રના ત્રણ તારા કહેલ છે. એ પ્રમાણે શ્રવણ. અશ્વિની, ભરણી, મૃગશિર્ષ પુષ્ય અને જ્યેષ્ઠા નક્ષત્રના પણ ત્રણ-ત્રણ તારા છે. [24] શ્રી ધર્મનાથ તીર્થંકર પછી ત્રિચતુથાશ પોણો પલ્યોપમ ન્યૂન સાગરોપમ વ્યતીત થઈ ગયા પછી શાન્તિનાથ ભગવાન ઉત્પન્ન થયા. [243 શ્રમણ ભગવાન મહાવીરથી લઈને ત્રીજા યુગપુરુષ સુધી મોક્ષગમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy