SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 238 ટાણે-૨૩૮૭ વાળા બે દેવો રહે છે જેમકે - અરૂણ અને પદ્મ, જમ્બુદ્વીપવત મેરુ પર્વતના દક્ષિણમાં અને દેવકરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વૃક્ષાકાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે. - યાવતું - તેના નામ છે. સૌમનસ અને વિદ્યુતપ્રભ જબ્યુટ્રિપની મેરુ પર્વતના ઉત્તરમાં તથા ઉત્તરકુરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે, જે પરસ્પર અતિસમાન છે- વાવતુ તેના નામ છે. સૌમનસ અને વિદ્યુમ્રભ જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં તથા ઉત્તરકુરુની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અશ્વ સ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે- યાવતું - એક બીજાથી જરાય વિસર્દશ નથી તે છે- ગંધમાદન અને માલ્યવાન. જમ્બુદ્વીપવર્તી મેર પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે બે દીર્ઘ (લાંબા) વૈતાઢય પર્વત કહેલ છે જે સર્વ પ્રકારે સમાન છે. ભરત દીર્ઘદ્વૈતાદ્ય અને ઐરાવત દીઘવૈતાઢય આ ભરત દીર્ઘવિતાઢય પર્વતમાં બે ગુફાઓ છે, જે અતિતુલ્ય, અવિશેષ વિવિધતારહિત અને એક બીજાની લંબાઈ પહોળાઇ ઉંચાઇ સંસ્થાન અને પરિઘમાં અતિક્રમ ન કરવાવાળી છે. તમિસ્ત્રા ગુફ અને ખંડપ્રપાત ગુફા. તે ગુફાઓમાં મહર્ધિક - યાવતું- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેના નામ કૃતમાલક અને નૃત્યમાલક, ઐરવત-દીર્ઘ વૈતાઢય પર્વતમાં પણ બે ગુફાઓ છે. જે અતિ સમાન છે. યાવતુ ત્યાં પણ કૃતમાલક અને નૃત્યમાલક દેવ રહે છે. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતથી દક્ષિણમાં લઘુહિમાવાન વર્ષઘર પર્વત ઉપર બે ફૂટ છે, જે પરસ્પર અતિ સમાન યાવતુ - લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સંસ્થાન અને પરિધિમાં એક બીજાને અતિક્રમણ નથી કરતા. તેના નામ છે લઘુ હિમવાનકૂટ અને વૈશ્રમણફૂટ, જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી દક્ષિણમાં મહા- હિમાવાન વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે પરસ્પર અતિ સમાન છે. મહાહિમવતંકૂડ અને વૈડૂર્યકૂટ. આ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વત પર બે કૂટ કહેલ છે. જે અતિ સમાન છે-યાવતુ- તેના નામ છે. - નિષઘકૂટ અને રચકwભકૂટ, જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન પર્વત પર બે ફૂટ છે, જે અતિ સમાન છે-યાવતુ તેના નામ છે - નીલવંત કૂટ અને અને ઉપદર્શન કૂટ આ પ્રમાણે રુકિમ વર્ષઘર વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે અતિ સમાન છે. વાવતુ- તેના નામ છે - રુકિમકૂટ અને મહિકાંચનકૂટ. આ પ્રમાણે શિખરી વર્ષઘર પર બે ફૂટ છે, જે અતિ સમાન છે યાવતતેના નામ શિખરીફૂટ અને તિમિચ્છકૂટ. [88 જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં લઘહિમાવાન અને શીખરી વર્ષઘર પર્વતોમાં બે મહાન કહ' (જલાશય) છે. જે અતિ સમતુલ્ય અવિશેષ વિચિત્રતારહિત અને લંબાઈ-પહોળાઈ ઉંડાઇ-સંસ્થાન અને પરિધિમાં એક બીજાને ઓળંગતા નથી, પદ્મદ્રહ અને પુન્ડરી કદ્રહ ત્યાં મહાદ્ધિવાળી વાવતુ- પલ્યોપમની સ્થિતિવાળી બે દેવિઓ રહે છે, તેના નામ-શ્રીદેવી અને લક્ષ્મીદેવી. આ પ્રમાણે મહાહિમાવાન અને કિમ વર્ષઘર પર્વતો પર બે મહાદ્રહ છે. જે અતિ સમાન છે. - યાવતુ - તેનાં નામ મહાપાત અને મહાપુન્ડીરકદ્રહ દેવીઓનાં નામ હીરીદેવી અને બુદ્ધિદેવી. આ પ્રમાણે નિષધ - નીલવાન પર્વતોમાં તિગિચ્છદ્રહ અને કેસરીદ્રહ છે. ત્યાંની દેવીઓના નામ વૃતિ અને કીતિ જંબૂઢીપવત મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાહિમાવાન વર્ષઘર પર્વતના મહાપા દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ રોહિત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy