SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૨, ઉદેસો-૩ 237 ગર્ભમાં વિકુવણ કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં ગતિ-પર્યાય પામે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં સમુદ્ધાત કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં કાળસંયોગ (કાળજનિત અવસ્થાઓનો અનુભવ) કરે છે. બે પ્રકારનાં જીવો આયાતિ (ગર્ભથી બહાર આવવું) પામે છે. બે પ્રકારનાં જીવો ગર્ભમાં મરણ પામે છે. બે પ્રકારના જીવોનાં શરીર ચામડી અને સંધિબંધનવાળા કહેલ છે, જેમ કે- મનુષ્યોના અને તિર્યંચ પંચેન્દ્રિયના બે પ્રકારના જીવો શુક્ર અને શોણિત થી ઉત્પન્ન થાય. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય સ્થિતિ બે પ્રકારની છે.-કાયસ્થિતિ અને ભવસ્થિતિ.બે પ્રકારના જીવોની કાયસ્થિતિ છે.- મનુષ્યોની અને તિર્યંચ પંચેન્દ્રિયની બે પ્રકારના જીવોની ભવસ્થિતિ છે. જેમ કે-દેવોની અને નરયિકોની (કેમકે દેવ મરીને દેવ અને નારક મરીને નારક હોતા નથી. માટે એમની કાયસ્થિતિ હોતી નથી.) આયુ બે પ્રકારના કહેલ છે. જેમ કે-અલ્પાયું અને ભવાયું બે પ્રકારનાં જીવોનું ભવાયું કહેલ છે. જેમકે-દેવોનું અને નૈરયિકોનું. કર્મ બે પ્રકારના છે, જેમ કે પ્રદેશ કર્મ અને અનુભાવ કર્મ. બે પ્રકારનાં જીવ યથાબદ્ધ આયુષ્ય પૂર્ણ કરે છે. જેમ કે દેવ અને નૈરયિક. બે પ્રકારનાં જીવોનું આયુષ્ય વિષશસ્ત્રાદિ ઉપક્રમવાળું કહેલ. છે. જેમ કે-મનુષ્યોનું અને પંચેન્દ્રિય તિર્યંચયોનિઓનું. [8] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં અત્યન્ત તુલ્ય, વિશેષતા રહિત. વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, આકાર અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નહીં કરવાવાળા બે વર્ષ (ક્ષેત્રો કહેલ છેઃ જેમ કે- ભરત અને ઐરાવત, એ પ્રમાણે હેમવત અને હિરણ્યવત, હરિવર્ષ અને રમ્યકવર્ષ, જાણવા, આ જમ્બુદ્વીપમાં મેરુ પર્વતથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં બે ક્ષેત્રો કહેલ છે જે અત્યન્ત સમાન વિશેષતા રહિત છે. તે છે પૂર્વ વિદેહ અને અપરવિદેહ, જેબૂદ્વીપવર્તી મેરુ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં બે કુરુ (ક્ષેત્ર) કહેલ છે. જે પરસ્પર અત્યન્ત સમાન છે, તે દેવકર અને ઉત્તરકુર. ત્યાં બે વિશાલ મહાવૃક્ષો છે, જે પરસ્પર સર્વથા તુલ્ય, વિશેષતા રહિત વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉંડાઈ, આકૃતિ અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. તે છે કૂટશાલ્મલી અને બૂસુદર્શના ત્યાં મહાદ્ધિવાળા યાવત મહાનું સુખવાળા અને પલ્યોપમન સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમ કે-વેણુદેવ, ગુરૂડ અને અનાઢિયદેવ બંને જમ્બુદ્વીપના અધિપતિ છે. 1 [8] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષઘર પર્વત છે. તે પરસ્પર સર્વથા સમાન, વિશેષતા રહિત, વિવિધતા રહિત, લંબાઈ પહોળાઈ, ઉંચાઇ, ઊંડાઈ સંસ્થાન અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. જેમ કે લઘુ હિમવાન પર્વત અને શિખરી પર્વત આ પ્રમાણે મહાહિમાવાન અને રૂકિમ, નિષધ અને નીલવાન પર્વતોના સંબંધમાં પણ જાણવું જોઈએ. જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં હૈમવત અને એરણ્યવત ક્ષેત્રમાં બે ગોળ વૈતાઢય પર્વત છે, જે અતિસમાન વિશેષતા અને વિવિધતા રહિતચાવતુ-સર્વથા સમાન છે. તે છે- શબ્દાપાતી અને વિકટાપાતી. ત્યાં મહાદ્ધિવાળાયાવતુપલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેમના નામ છેસ્વાતિ અને પ્રભાસ. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તર અને દક્ષિણમાં હરિવર્ષ અને રમ્પકવર્ષમાં બે ગોળ વૈતાઢય પર્વતો છે જે સર્વથા સમાન છે. યાવતુ- તેમના નામ છે ગન્ધાપાતી અને માલ્યવંતપર્યાયિ. ત્યાં મહાદ્ધિવાળા યાવતું પલ્યોપમની સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy