________________ 86 - - - - આયારી- 23359 લેતો અથવા કોઈ પથિક જતો હોય તો તેના હાથના સહારે જાય અને ફરી યતના પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં ઘઉં આદિ ધાન્ય અથવા ગાડીઓ, રથ કે સ્વચક્ર- પરચક્ર (ક્રેજના પડાવ) આદિ હોય અને તે રસ્તો રોકાયેલો હોય તો બીજા માર્ગેથી યતનાપૂર્વક જાય. પરંતુ સીધે માર્ગે ન જાય. કદાચિત બીજે. માર્ગ ન હોવાથી તે માર્ગે જવું પડે અને સેનામાંથી કોઈ કહે હે આયુષ્મનું ! આ સાધુ સેનાનો માર્ગ રોકી રહ્યો છે. માટે હાથ પકડી એક તરફ ખેંચી હટાવી દો. અને કોઈ હાથ પકડી ખસેડી મૂકે તો મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન ન થાય. રાગ-દ્વેષ ન કરે. તેની ઘાત પણ ન ઈચ્છે, અને તેવો પ્રયત્ન પણ ન કરે, પોતાના ચિત્તને સમાધિમાં મગ્ન રાખે ને એક ગામથી બીજે ગામ જાય. ૪િ૬૦સાધુ અથવા સાથ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાં સામે કોઈ પથિક મળે તે પ્રતિ પથિક સાધુને પૂછે-આયુષ્યનું શ્રમણ ! આ ગામ કે રાજધાની કેવી છે? અહિંયા ઘોડો, હાથી, ભિક્ષાવી મનુષ્ય કેટલા છે? આ ગામમાં ભોજન પાણી મનુષ્યો અને ઘઉં આદિ ધાન્યોની પ્રચુરતા છે કે ભોજન, પાણી મનુષ્પો તથા ધાન્યની કમી છે તે પથિક એવા પ્રશ્નો પુછે તો સાધુ તેવા પ્રશ્નોના જવાબ ન આપે, તેમ વગર પૂછ્યું કંઇ ન કહે સાધુ અને સાધ્વી ગ્રામાનુગ્રામ વિચારવાનો આ આચાર છે યતના પૂર્વક તેનું પાલન કરવું જોઈએ. અધ્યયનઃ૩-ઉદેસી ૨ની મુરિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૩-ઉદેસો 3) ૪૬૧એક ગામથી બીજે ગામ જતાં સાધુ સાધ્વી માર્ગમાં કોઈ ટેકરા અથવા ગુજ્ઞ વગેરે યાવતુ પર્વત પર બનેલા ઘર, પ્રાસાદ, તળેટીમાં બનેલા ઘર અથવા ભૂગૃહ વૃક્ષો નીચે બનેલા ઘર, પર્વતગૃહ, વૃક્ષ, ચૈત્યસ્વપૂ યાવતુ ભવન-ગૃહ આદિ જઈને હાથ ઊંચાનીચા કરી, આંગળી આદિથી ઈશારા કરી, નીચે ઝુકી, ઊંચા થઈ જુએ નહી, યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં કચ્છ (નદી કિનારાનો નીચે પ્રદેશ), ઘાસની વીડ, તળેટી, નદી આદિથી ઘેરાયેલા પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જનભૂમિમાં રહેલ કિલ્લો, વન અથવા ઝાડીમાં રહેલ કિલ્લો, પહાડો, પહાડો પર બનેલ કિલો, કુપ તળાવો દૂહો, નદીઓ, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીથિંકાઓ ગુંજલિક, સરોવરો, સરોવરની પંક્તિઓ, આદિને હાથ ઊંચા કરી કરીને વાવત નીચે નમી અથવા ઊંચા થઈ ન જુએ. એવું કેવળ જ્ઞાનીનું કથન છે કે એમ કરવામાં કર્મ બંધનું કારણ છે. પૂર્વોક્ત સ્થળોને આ પ્રમાણે જોવાથી ત્યાં રહેલા મૃગ, પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થલચર, ખેચર અથવા સત્વ ત્રાસ પામશે. રક્ષા માટે ખેતરની વાડ અથવા ઝડી વગેરેનો આશ્રય લેવાની ઈચ્છા કરશે. આ શ્રમણ અમને ભગાડવા ઈચ્છે છે એમ સમજશે. માટે સાધુનો આ જ પૂવૉલિખિત આચાર છે કે તે હાથ ફેલાવી ફેલાવીને ન જુએ. ન ઈશારા કરે. પરંતુ યતના પૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે ગ્રામોનુગ્રામ વિચરે. ૪૬૨]સાધુ, આચાર્ય કે ઉપાધ્યાયની સાથે અને સાધ્વી પ્રવતિની આદિ સાથે, એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે, આચાર્ય-ઉપાધ્યાય અથવા પ્રવતિનીના હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org