________________ 85 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, હસો-ર આવવાની અને નીચે જવાની ક્રિયા ન કરે, તે પાણી કાનમાં, આંખમાં, નાકમાં કે મુખમાં પ્રવેશીને વિનાશ ન કરે, તે પ્રમાણે યતના- પૂર્વક પાણીમાં તણાય. સાધુ કે સાધ્વી જલમાં તરતાં થાકી જાય તો શીધ્ર જ વસ્ત્ર પાત્ર આદિ ઉપર છોડી દે અથવા નિસ્સાર ને ફેંકી દે આસક્તિ ન રાખે. જો જલાશય ના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી શરીર પાણીથી ભીંજાયેલું રહે ત્યાં સુધી યતના પૂર્વક કિનારે જ સ્થિર રહે. સાધુ કે સાધ્વી પાણીથી ભીંજાયેલા શરીરને લુછે નહી, પૂંજે નહી, દબાવે નહી, સુકાવે નહી, ઓછું કરવાનો પ્રયત્ન કરે નહિ મળે નહીં, ઘસે નહી, તપાવે નહી, જ્યારે સાધુને પ્રતીતિ થાય કે હવે શરીર સુકાઈ ગયું છે, ત્યારે શરીર લુછે, પૂજે અને તડકામાં તપાવે ત્યારબાદ યતના પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે છે. " [૫૭]એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વી બીજા સાથે વાતો કરતાં ન ચાલે પરંતુ યતના (ઈય સમિતિ) પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. [૫૮]સાધુ કે સાધ્વી પ્રામાનુગ્રામ વિચારતાં માર્ગમાં સંઘ(ગોઠણ) સુધી પાણી ઉતરવાનું હોય તો પહેલા માથાથી લઈ પગ સુધી-સમસ્ત શરીરનું પ્રમાર્જન કરે. ત્યારબાદ એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખતા, યતના પૂર્વક જંઘા- પ્રમાણે જળમાં આર્યજનો ચિત વિધિથી ચાલે. જધા પ્રમાણ પાણીમાં, આર્યજનોની યોગ્ય વિધિથી ચાલતાં સાધુ કે સાધ્વી હાથથી હાથ, પગથી પગ અને શરીરના કોઈપણ અવયવથી કોઈપણ અવયવ સાથે ન જોડતાં તથા જલકાયથી વિરાધના ન કરતાં યતના પૂર્વકજ જેવા સુધી પાણીમાં ચાલે. સાધુ અથવા સાધ્વી જંઘા સુધી ઊંડા પાણીમાં મુનિજન યોગ્ય વિધિથી ચાલતાં આનંદ માટે અથવા ગરમી દૂર કરવા માટે ઉંડા પાણીમાં શરીર ને ઝબોળે. યતના પૂર્વક જ જંઘા સુધી પાણીમાં ચાલે. જ્યારે એમ પ્રતીત થાય કે કિનારો આવી ગયો છે ત્યારે યતના પૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીંજાયેલું હોય ત્યાં સુધી કિનારે સ્થિર રહે. સાધુ અથવા સાધ્વી પાણીથી ભીંજાયેલા શરીરને રગડે નહી, પૂંજે નહી, મસળે નહી, જ્યારે પ્રતીત થાય કે શરીર સુકાયું છે ત્યારે પાણીથી સાફ કરે પૂજે, તાપમાં તપાવે, પછી યતના પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. [૫૯]સાધુ અથવા સાધ્વી જ્યારે ગ્રામાનુગ્રામ વિચારી રહ્યા હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા માટે ઉન્માર્ગમાં જઈ સચિત્ત વનસ્પતિ છેદી, અથવા લીલા પાન એકઠા કરી, કે કચડી, ઉખેડી પગ સાફ ન કરે. જ્યાં વનસ્પતિની હિંસા થાય તે માર્ગે ન જાય. પગમાં કીચડ લાગવા પર શીઘ્ર વનસ્પતિથી લુછે તો સંયમમાં દોષ લાગે છે. માટે સાધુએ એમ ન કરવું. પહેલાંજ લીલોતરી રહિત માર્ગ જોઈ યતના પૂર્વક એક ગામથી બીજે ગામ જવું જોઈએ. સાધુ અથવા સાધ્વી પ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય ત્યારે માર્ગમાં ખાડા ટેકરા, ખાઈ, કિલ્લો, તોરણ, આગળિયાદિઅથવા ખાડો, ગુફા, દરાદિ હોય, અને બીજો માર્ગ સારો હોય તો. સીધા તે માર્ગથી ન જાય-ચક્કર લેવો પડે તોપણ તે મા યતના પૂર્વક જાય. કેવળી ભગવાનનું કથન છે કે વિષમ માર્ગથી જવામાં કર્મ બંધનનું કારણ છે. વિષમ માર્ગે જતાં લપસી જવાય કે પડી જવાય. લપસતાં કે પડતાં તેવૃક્ષો, ગુચ્છો. ગુલ્મો, લતાઓ ને વેલો, તથા સચિત્ત ઘાસાદિ પકડી અથવા વારંવાર અવલંબન લઈને ઉતરશે. તે સાધુ માટે યોગ્ય નથી. વિશેષ કારણ હોય અને તેજ માર્ગે જવું પડે તો યતના પૂર્વક વૃક્ષ, વેલ આદિનો સહારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org