________________ શ્રુતસ્કંગ-ર, અધ્યયન-૧, ઉસો-૧૧ આ દોષો ત્યાગીને યતનાપૂર્વક સંયમમાં સ્થિર રહેવું જોઈએ. ૩૯૬]સંયમશીલ સાધુ સાત પિપૈષણાઓ તથા સાત પાનૈષણાઓ જાણે. તે પ્રમાણે- પહેલી પિઔષણાઅચિત્ત ચિોથી હાથ લિપ્ત ન હોય અને પાત્ર પણ લિપ્ત ન હોય, તેવા પ્રકારના અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્રથી અનાદિ ચાર પ્રકારના આહારની યાચના પોતે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરી લે. બીજી પિડેષણા-અચિત્ત વસ્તુથી હાથ અને ભોજન લિપ્ત હોય તો પૂર્વવતું પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. - ત્રીજી પિડષણા-આ સંસાર અથવા ક્ષેત્રમાં પૂર્વાદ ચારેય દિશાઓમાં ઘણા પુરુષો છે. તેમાંથી કોઈ શ્રદ્ધાવાનું પણ હોય, જેમ કે - ગૃહપતિ-ગૃહપત્ની યાવત્ દાસ દાસી આદી. તેને ત્યાં વિવિધ ભોજનોમાં ભોજન રાખેલા હોય છે. જેમ કે - થાળમાં, તપેલીમાં, કથરોટમાં, સરજાતનાં ઘાસમાંથી બનાવેલ સૂપડા વગેરેમાં, છાબડીમાં અથવા ઉત્તમ મૂલ્યવાન ભાજનમાં, મણિજડિત ભાજન વગેરેમાં. તેમાં રાખેલ આહાર જોઈ સાધુ એમ જાણે કે ગૃહસ્થના હાથ લિપ્ત નથી. ભાજન લિપ્ત છે, અથવા હાથ લિપ્ત છે-ભાજન લિપ્ત નથી, ત્યારે તે પાત્ર રાખનાર અગર પાણિપાત્ર સાધુ પ્રથમજ તેને દેખીને કહે-હે આયુષ્યનું ગૃહસ્થ ! તમે મને આ ભોજન અલિપ્ત હાથથી અને લિપ્ત ભાજનથી અમારા પાત્રમાં કે હાથમાં લાવીને આપો. તથા પ્રકારનું ભોજન સ્વયં યાચી લે અથવા યાચ્યા વિના ગૃહસ્થ લાવીને આપે તો તે પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. ચોથી પિડિષણા-તુષરહિત મમરા, પૌઆ, ચોખા વગેરેને યાવતુ ખાંડેલા શાત્યાદિના ચોખાને જેમાં પશ્ચાતકર્મ દોષ લાગતો નથી અને ફોતરા ઉડાડવા પડે તેમ જ હોય તેજ ગ્રહણ કરીશ એવી પ્રતીજ્ઞા કરનાર ભિક્ષ અથવા ભિક્ષુણી આ પ્રકારનું ભોજન સ્વયે વાચી લે અગર વાચ્યા વિના ગૃહસ્થ આપે તો પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. પાંચમી પિપૈષણા-ગૃહસ્થ પોતાના માટે, શકોરામાં, કાંસાની થાળીમાં અથવા માટીના કોઈ ભાજનમાં ભોજન કાઢેલ હશે તે જ ગ્રહણ કરીશ. એવી પ્રતિજ્ઞા કરનાર સાધુ સચિત્ત જલથી ધોયેલ હસ્ત અચિત્ત થઈ ચૂક્યા હોય તો તેવા પ્રકારનો અશનાદિ આહાર પ્રાસુક જાણી ગહણ કરી લે. છઠ્ઠી પિડેષણા-ગૃહસ્થ પોતા માટે અથવા કોઈ બીજા માટે વાસણમાંથી ભોજન કાઢી રાખેલ હશે પરંતુ જેને માટે કાઢેલ છે તેણે ગ્રહણ કરેલ ન હોય, તે જ ગ્રહણ કરીશ, એવી પ્રતિજ્ઞા કરનાર સાધુ તેવા પ્રકારનું ભોજન ગૃહસ્થ પાત્રમાં હોય અથવા હાથમાં હોય તે પ્રાપ્ત થવા પર પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. સાતમી પિષણા સાધુ, અથવા સાધ્વી, જેને ઘણા પશુ, પક્ષી, મનુષ્ય, શ્રમણ (બૌદ્ધ ભિક્ષ) બ્રાહ્મણ, અતિથિ. કરણ અને ભિખારી લોકો ઈચ્છે નહીં તેવાં પ્રકારનો ફેંકી દેવા યોગ્ય આહાર ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. એવા આહારની યાચના સ્વયે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. આ પ્રમાણે સાત પિષણાઓ કહી છે તથા બીજી સાત પાનૈષણાઓ છે, જેમ કેઅલિપ્ત હાથ અને અલિપ્ત ભાજન હોય આદિ, શેષ સર્વ વર્ણન પૂર્વની જેમ સમજવું. ચોથી પારૈષણમાં વિશેષતા છે - તે સાધુ કે સાધ્વી પાણીના વિષયમાં જાણે કે-જે તલ આદિના ધોવાણને ગ્રહણ કર્યા પછી પશ્ચાતકર્મ ન લાગે તેને પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org