________________ આયારો-૨૧૫૮૩૭૮ [૩૭૮]સાધુ અથવા સાધ્વી ધર્મશાળાઓમાં, ઉદ્યાન-ગૃહોમાં, ગૃહસ્થોના. ઘરોમાં અથવા ભિક્ષકાદિના મઠોમાં, અન્નની અથવા પાણીની સુગંધમાં મૂર્ણિતઆસક્ત ગૃદ્ધ અને લોલુપ થઈને સુગંધ ગ્રહણ ન કરે. [૩૭]ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલાં સાધુ અથવા સાધ્વીને જાણવામાં આવેકે સાલુક (જલમાં ઉત્પન્ન થનાર) કન્દ, વિરાલી નામની સ્થલ કન્દ, સરસવની દાંડલી અથવા એવા પ્રકારની અન્ય વસ્તુ, જ સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તે બધી અપ્રાસુક છે, દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જાણે કે પીપર અથવા પીપરનું ચૂર્ણ, મરી અથવા મરીનું ચૂર્ણ, આદુ અથવા આદુના ટુકડા અથવા એવી જ કોઈ વનસ્પતિ અથવા તેનાં ટુકડા કાચા હોય, શસ્ત્રપરિણત ન હોય તો તેને અપ્રાસુક જાણી મળવા છતાં પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ થઈ ફળના વિષયમાં એમ જાણે કે આ આમ્રફળ (કેરી), અંબાડાનું ફળ, રાણનું ફળ, તાડનું ફળ, ઝિઝરી નું ફળ, સુરભિ ફળ, સલ્લકીનું ફળ તથા. બીજું કોઈ ફળ સચિત્ત હોય, શસ્ત્રપરિણત થયેલ ન હોય તો તે અપ્રાસુક છે અનેષણિક છે. દાતાના દેવાપર પણ તેને લેવું નહિ. ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને સાધુ અથવા સાધ્વી કુંપળોના વિષયમાં એમ જાણે કે પીપળાની કૂંપળ, વડલાની કુંપળ, પિલંખુ ની કૂંપળ, નન્દી વૃક્ષની કુંપળ, શલ્લકી વેલની કૂપળ તથા એવા પ્રકારની અન્ય કોઈ પણ કૂંપળો સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તો તે અપ્રાસુક અનેષણીય છે. યાવતુ લેવું જોઈએ નહિ. સાધુ અથવા સાધ્વી, ગૃહસ્થી ઘરમાં જઈને કોમળ-જેનામાં ગોઠલી પડી ન હોય-ફળોના વિષયમાં જાણે, જેમકે, કેરી, કોઠા, દાડમ, કે બિલ્વના અથવા એવી જાતના બીજા કોમળ ફળો સચિત્ત અને શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક છે. યાવતુ ન લે. ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ સાધ્વી જાણે કે, ઉંબરાનું ચૂર્ણ, વડનું ચૂર્ણ પિલેખ પીપર) નું ચૂર્ણ અથવા પીપળાનું ચૂર્ણ કાચા હોય કે થોડા પીસેલા હોય, અથવા તેની બીજી યોનિ નષ્ટ થઈ ન હોય તો તે ચૂર્ણ અપ્રાસુક છે. યાવતુ તેને ગ્રહણ કરવું ન જોઈએ. [૩૮૦]સાધુ અથવા સાધ્વીને ગૃહસ્થના ઘરમાં જવા પર જાણવામાં આવે કે ભાજીનાં કાચા પાન, સરસવાદિનો સડેલો ખોળ, જૂનું મધ, મઘ(આસવ), ઘી અથવા મધ આદિની નીચે એકઠો થયેલો કચરો હોય, જેમાં જીવોની ઉત્પત્તિ થયેલ છે. જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે અને વૃદ્ધિ પામી રહ્યા છે, અચિત્ત નથી. શસ્ત્ર પરિણત થયેલ નથી જેમાં જીવ વિદ્યમાન છે તે સર્વ અપ્રાસુક છે. લાભ થવા પર પણ તેને લેવું ન જોઈએ. [૩૮૧]સાધુ અથવા સાધ્વી જાણે કે શેરડીના ટુકડા. અંકકારેલા કરો, અથવા સિંઘોડા અથવા પૂતિઆલુક અથવા તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો અપ્રાસુક છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીને જાણવામાં આવે કે ઉત્પલ-સૂર્ય વિકાસી કમળ, કમળની દાંડી, પદ્મ કંદમૂલ, પદ્મની દાંડી, પુષ્કર કમળ અથવા તેના ટુકડા થવા, તેવા પ્રકારના બીજા કમળ સચિત્ત હોય તો અમાસુક છે. લેવા ન જોઈએ. [૩૮૨સાધુ અને સાધ્વીને જાણવામાં આવે કે અઝબીજ, મૂળબીજ, સ્કંધ બીજ, પર્વ બીજ, અથવા-અગ્રત, મૂળજાત, સ્કંધજાત, પર્વત, અથવા અન્યત્ર નહિ પરંતુ એ વલોપર ઉત્પન્ન થયેલા કંદલી-ગર્ભ અથવા કંદલીગુચ્છો, નાળિયેરના ઉપરનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org