________________ પદ આયારો, ૨/૧/ર૩૪૧ ઓ. દરિદ્રો અથવા ભિખારીઓ, આદિ માટે, તેઓને ગણી-ગણીને, સંખ્યા નિશ્ચિત કરીને, પ્રાણી, ભૂત જીવો, અને સત્ત્વોનો આરંભ-સમારંભ કરીને નિપજાવ્યો છે તો એવો આહાર તેઓએ (ગૃહસ્થીઓએ ભોગવી લીધો હોય અથવા ન ભોગવ્યો હોય તો પણ તે (આહાર) ને અપ્રાસુક અને અષણિક માનીને મળવા છતાં પણ ગ્રહણ કરે 342] સાધુ અથવા સાધ્વી આહારની ઈચ્છાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને જે આહારના વિષયમાં એમ જાણે કે આ આહાર ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો, અને ભિખારીઓને ઉદ્દેશીને બનાવેલ છે. તે અશન આદિ બીજા પુરૂષને સુપ્રત કરેલ ન હોય, ઘરથી બહાર કાઢ્યું ન હોયપોતાની નિશ્રામાં લીધો ન હોય, ભોગવ્યું ન હોય, સેવન કર્યું ન હોય તો તેવું અશન પ્રાસુક અનેષણિક છે એમ માનીને ગ્રહણ ન કરે. જે સાધુ અથવા સાધ્વી એમ જાણે કે આ આહાર પુરૂષોત્તરકત. અન્યપુરૂષને સુપ્રત કરી દીધેલ છે, તેને બહાર લાવવામાં આવેલ છે ઘતાએ સ્વીકાર્યો છે. પોતે વાપર્યો છે, ભોગવ્યો છે, તો તે આહારને પ્રાસુક અને નિર્દોષ જાણી ગ્રહણ કરે. [343 સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર ગ્રહણ કરવાની અભિલાશાથી પ્રવેશીને, એમ જાણે કે આ ઘરોમાં સદાવ્રત દેવાય છે, પ્રારંભમાં અગ્રપિંડ કાઢવામાં આવે છે, કોઈ નિયત ભાગનું દાન દેવાય છે, થોડો ઓછો અદ્ધ ભાગ દેવાય છે, એવા નિત્ય દાનવાળા ઘરોમાં ઘણા ભિક્ષુઓ આવે છે, તેથી તેવા ઘરોમાં પ્રવેશ કરવો કે નીકળવું નહિ. આ ખરેખર સાધુ અને સાધ્વીઓનો આચાર છે કે તે બધી વસ્તુઓમાં સમભાવયુક્ત જ્ઞાન-દર્શન ચારિત્રની રક્ષા કરતા થકા હંમેશાં સંયમમાં પરાક્રમ કરે. એમ હું કહું છું. અધ્યયનઃ ૧-લસો ૧નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧-ઉદેસઃ 2) [344] ભિક્ષુ અથવા ભિક્ષુણી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને એમ જાણે કે આ આહારાદિ આઠમના પૌષધના પારણક સંબંધી ઉત્સવ,પાક્ષિકદ્વિ-માસિક, ત્રિમાસિક, ચાતુમસિક, ઉપવાસ, પંચમાસિક, છમાસિક ઉપવાસના પાર ણક સંબંધી ઉત્સવ નિમિત્તે છે અથવા ઋતુ સંબંધી, ઋતુના પરિવર્તન સંબંધી ઉત્સવ માટે બનાવેલ છે, અને શાક્યાદિ શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, રંકપુરૂષો, અને યાચકો ને એક વાસણમાંથી અથવા બે, ત્રણ, કે ચાર એમ અનેક વાસણોમાંથી કાઢીને અપાય છે ઘડાના મુખમાંથી કે ગોરસ વગેરેની ગોળીમાંથી નજીક એકઠી કરેલ આહાર-સામગ્રીમાંથી આપવામાં આવી રહેલ છે. તેવા પ્રકારના ભોજન વગેરે ગૃહસ્થ પોતે બનાવી ને હજુ વાપરેલ ન હોય તો સાધુ યા સાધ્વી માટે તે અપ્રાસુક અનેષણિક છે એમ જાણીને ગ્રહણ કરવું ન જોઈએ. વળી એમ જાણે કે આ આહારાદિ પુરુષોત્તરકત છે અને ગૃહસ્થ વાપરી લીધેલ છે. તો તેને પ્રાસુક એષણિક જાણીને ગ્રહણ કરવો. [345 સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જાણે કે આ ઉમ્રકુલ ભોગકુલ, રાજન્યકુલ, ક્ષત્રિયકુલ ઈફ્તાકુકુલ, ગોપાલોનું કુળ, વૈશ્યકુલ, ગંડક કુલ નાપિત-કુળ) કોટ્ટાગકુળ ગ્રામરક્ષકકુલ બોકકશાળીયકુલ છે, તેમાં તથા એવી જાતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org