________________ 54 આયારો-૧૯૪૩૪૩ મુમુક્ષુ સાધક પણ આ રીતે આચરણ કરે છે. એમ હું કહું છું.. અધ્યયન ઉસી જનીનિદીપરત્નાગરે કરેલગુજરછાયાપૂર્ણ | અધ્યયન ૯-ગુર્જરછાયાપૂર્ણ | શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયાપૂર્વક ક સુતસ્કંધ-૧ર (અધ્યયન ૧-પિંડેસરા-ચૂલિકા-૧) - ઉસો-૧ - [33] ભિક્ષા ગ્રહણ કરવાના ઉદેશ્યથી કોઈ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. અને તે સમયે તેઓને એવો ખ્યાલ આવે કે આ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ રસજ પ્રાણિઓ અથવા લીલફગના જીવોના સંસર્ગવાળો છે, બીજેથી અથવા દૂર્વ ડિાભો આદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત્ત જલથી ભીનો છે અથવા સચિત્ત રજથી ભરેલો છે; તો તેવા પ્રકારના અશુદ્ધ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર-પાણીને, જો કે તે આિહાર ગૃહસ્થના હાથમાં અથવા તો પાત્રમાં સ્થિત હોય, અપ્રાસુક સચિત્ત અને અષણીય આધાકર્મ આદિ માની મળવા છતાં પણ સાધુસાધ્વી ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીના કારણે પૂર્વોક્ત પ્રકારનો બીજ આદિથી સંસક્ત અને જીવોથી યુક્ત આહાર લેવાઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય અને એકાંતમાં જઈને જ્યાં લોકોનું આવાગમન ન હોય એવા ઉદ્યાનમાં, ઉપાશ્રયમાં, ઇંડા, પ્રાણિઓ, બીજો, હરિતકાય, ઓસ, જલ, ઉરિંગ, પંચવણ લીલફૂગ, સચિત્ત જલવાળી માટી અને મર્કટ (કરોળિયા) ના જાળા આદિથી રહિત ભૂમિમાં જીવોથી ભેળસેળવાળા આહારાદિ પદાર્થોને અલગ કરી-કરીને ઉપરથી પડેલા ખાઈ ન શકે અને પાણી પી ન શકે તો મેલનાં ઢગલામાં, ફોતરાંના ઢગલામાં, છાણાના ઢગલામા અથવા એવી જાતના કોઈ બીજા નિર્દોષ સ્થાનમાં જઈને તે સ્થાનની વારંવાર પ્રતિલેખના અને પ્રાર્થના કરીને યતનાપૂર્વક પરઠવી દે. 33] સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે શાલિબીજ આદિ ઔષધિઓનાં વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે. એની યોનિ નષ્ટ થઈ નથી, આ દ્વિદલ કરેલ નથી, ઉપરથી ચીરી-ફાડી નથી, તિર્થી કાપી નથી, અચિત્ત થયેલ નથી તથા સચિત્ત છે, આવી અણછેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્રનો પ્રહાર પામેલી ન હોય અગર હજુ તોડી કડા કરેલ ન હોય, તેવી ફલીને અપ્રાસુક અનેષણિક જાણીને પ્રાપ્તિ થવા પર પણ ગ્રહણ ન કરે. [33] સાધુ અથવા સાધ્વી વાવ ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે ઔષધિઓના વિષયમાં એમ જાણે કે આમાં શસ્ત્ર પરિણત થઈ ચુક્યું છે, તેની યોનિ નષ્ટ થયેલ છે, એના બે ભાગ કરેલ છે, તિર્થી કાપેલી છે, અચિત્ત થઈ ચુકી છે, તે ઔષધિઓને તથા મગ આદિની કાચી-શીંગોને અચિત્ત તેમજ ભાંગેલી જોઈને પ્રાસુક અને એષણિક સમજીને, પ્રાપ્ત થવા પર ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી યાવતું ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org