________________ પર આયારો-૧૯૩૩૦૪ (અધ્યયન 9- એક 3). [304] ભગવાનું મહાવીરે સદા સમભાવમાં રહી તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ અને ડાંસમચ્છરોના ડંશો તથા વિવિધ પ્રકારના સ્પેશ-દુખોને સહન કર્યા. [35-30] ભગવાન્ દુર્ગય લાઢ દેશની વજભૂમિ અને શુભ્રભૂમિમાં વિચર્યા ત્યાં તેને રહેવાનું, બેસવાનું સ્થાન ઘણું હલકું મળતું. લાઢ દેશમાં ભગવાને ઘણાં ઉપસર્ગો સહન કરવા પડ્યા. ત્યાં આહાર લૂખો –સુકો મળતો ત્યાંના નિવાસી અનાય ભગવાનને મારતા. ત્યાંના કૂતરા ભગવાન ઉપર તૂટી પડતા અને કરડતા. 307309] અનાર્ય દેશના લોકો એવા અસંસ્કારી હતી કે ભગવાનને જે કૂતરા. કરડતા હોય તેને કોઈક જ રોકતા. અધિકાંશ લોકો તો તેઓ તરફ કૂતરાને છૂ છૂ કરી પ્રેરિત કરતા. તેઓ ભગવાનને દડાદિથી મારતાં પણ હતા. આવી અનાર્ય ભૂમિમાં ભગવાન એકવાર નહિ પણ અનેકવાર વિચર્યા. તે વજભૂમિના માણસો રૂક્ષ ભોજન કરતા હતા. તેથી સ્વભાવથી ક્રોધી હતા અને સાધુને જોતાંજ કષ્ટ આપતા. તે પ્રદેશમાં શાક્યાદિ શ્રમણ પોતાના શરીરની બરાબર લાકડી અથવા શરીરથી ચાર આંગુલ મોટી, લાકડી લઈ વિચરતા હતા આ રીતે નાલિકા લઈ વિહાર કરવા છતાં પણ તે અન્યતીર્થિક ભિક્ષુઓને કૂતરા કરડી ખાતા. તેથી તે લાઢ દેશમાં વિચરવું ઘણું કઠિન હતું. [31] અણગાર ભગવાન પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી, પોતાના શરીરની મમતાને છોડી અને પરીષહોને સમભાવથી સહી કર્મનિર્જરાનું કારણ જાણી અનાજનોના કઠોર શબ્દોને તથા અન્ય પરીષહોને સમભાવથી સહન કરતા હતા. [311-31] જેમ ઉત્તમ હાથી સંગ્રામના અગ્રભાગમાં રહી જય મેળવી પરાક્રમ બતાવે છે તેમ વીરપ્રભુ વિકટ ઉપસર્ગોના પારગામી થયા. તે લાઢ દેશમાં ક્યારેક તો ભગવાનને રહેવા ગામ પણ મળતું નહિ. નિયત નિવાસ આદિનો સંકલ્પ નહિ કરનાર ભગવાન ભોજન યા સ્થાનની ગવેષણાના વિચારથી ગામ નજીક પહોંચે યા ન પહોંચે, ત્યાં કેટલાક અનાર્ય લોકો ગામથી બહાર નીકળી સામે જઈ ભગવાનને મારવા લાગે અને કહે “અહિથી બીજી જગ્યાએ ચાલ્યા જાવ.” તે લાઢ દેશમાં કોઇ દંડાથી, કોઈ મુઠીથી, કોઈ ભાલા આદિની અણીથી તો કોઈ ઈટ પત્થરથી અથવા ઘડાના ઠીકરાથી મારતા હતા. તે અનાર્ય લોકો માર મારી કોલાહલ કરતા હતા. ક્યારેક ક્યારેક લોઢ દેશના અનાર્ય લોકો ભગવાનનું માંસ કાપી લેતા અને ક્યારેક ભગવાન ઉપર હુમલો કરી અનેક પ્રકારના કષ્ટ આપતા હતા. ક્યારેક ધૂળ ફેંકતા હતા. ક્યારેક ક્યારેક અનાર્ય લોકો ભગવાનને ઉંચા ઉપાડી નીચે નાખતા. આસન ઉપરથી પાડી દેતા. છતાં પણ કોઈ પણ પ્રકારના પ્રતીકારની ભાવના નહિ રાખનાર ભગવાન દેહની મમતાને છોડી, દુઃખો સહન કરતા હતા. જેમ કવચયુક્ત શૂરવીર પુરુષ સંગ્રામના અગ્રભાગમાં રહી શસ્ત્રોથી છિન્ન ભિન્ન થતો નથી, એવી રીતે ધિર્ય-કવચથી મંડિત) ભગવાનુ પરીષહોને સહતાં જરા પણ વિચલિત થયા ન હતા. [317 મતિમાનું માહન ભગવાન મહાવીરે ઈચ્છારહિત થઈ આ વિધિનું આચરણ કર્યું છે. અન્ય મોક્ષાભિલાષી સાધક પણ આવું જ આચરણ કરે છે. એમ હું કહું છું. | અધ્યયન ૯-ઉદેસો ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org