________________ આયારો-૧/૮૩૨૩ તે ગૃહસ્થ અગ્નિ સળગાવી, પ્રજ્વલિત કરી મુનિના શરીરને તપાવવા પ્રયત્ન કરે તો સાધુ ગૃહસ્થને કહી દે કે મારે અગ્નિનું સેવન કરવું કલ્પતું નથી. એમ હું કહું છું. | અધ્યયનઃ૮-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસો 4) [224] જે (અભિગ્રહધારી) ભિક્ષુએ ત્રણ વસ્ત્ર અને ચોથું પાત્ર આ ચારની જ મર્યાદા કરી છે તેણે એવો વિચાર નથી હોતો કે હું ચોથા વન યાચના કરીશ. જે તેની પાસે ત્રણ વસ્ત્રો ન હોય તો તે એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું મળે તેવું ધારણ કરે. વસ્ત્રને ધોએ નહીં, રંગે નહીં, ધોયેલાં અને રંગેલા વસ્ત્રોને ધારણ ન કરે એવા હલકાં વસ્ત્રો રાખે કે જેથી ગ્રામાનુગ્રામ જતાં રસ્તામાં સંતાડવા ન પડે. આ નિશ્ચિત રૂપથી વસ્ત્રધારીની સામગ્રી છે. [225] મુનિ જાણે કે હવે ઠંડીની ઋતુ વ્યતીત થઈ ગઈ છે અને ગ્રીષ્મઋતુ આવી ગઈ છે તો પહેલાંના જીર્ણ વસ્ત્રોને પરઠી દે અથવા જરૂર હોય તો ઓછા કરે અથવા એકજ વસ્ત્ર રાખે અથવા અચેલક થઈ જાય. [226-227] આવું કરવાથી લાઘવ ગુણની પ્રાપ્તિ થાય છે, અને તપની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે આ કહ્યું છે તેના રહસ્યને સમજી સર્વ પ્રકારે સંપૂર્ણ રૂપે સચેલ અને અચેલ અવસ્થામાં સમભાવનું જ સેવન કરે. [28] જે સાધુને એવું સમજાય કે હું શીતાદિ પરીષહોમાં સપડાયો છું અને તેને સહન કરવા અસમર્થ છું તે સંયમી પોતાની બુદ્ધિથી વિચારી, અકાય નહિ કરતાં સંયમમાં જ સ્થિત રહે. જો સંયમજીવનની રક્ષાનો સંભવ ન હોય તો તપસ્વી માટે વહાન સાદિ [અકાળ મરણ શ્રેષ્ઠ છે. આ મરણ કોઇ કોઈ સ્વીકારે છે. આ મરણ પણ તે સામયિક મરણની સમાન છે. આ પ્રકારે મૃત્યુ પામનાર પણ કર્મોનો અંત કરે છે. આ મરણ નિર્મોહતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે. યોગ્ય છે, મોક્ષનું કારણ છે અને ભાવાન્તરમાં પણ પુણ્યનું કારણ છે, એમ હું કહું છું. | અધ્યયનઃ૮-સો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૮-ઉદેસો 5) [22] જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું એક પાત્ર રાખવાની મર્યાદા કરી છે તેને એવો વિચાર નથી આવતો કે હું ત્રીજા વસ્ત્રની યાચના કરીશ. કદાચિતુ તેની પાસે બે વસ્ત્રો ન હોય તો તેને એષણીય વસ્ત્રની યાચના કરવી કહ્યું છે. યાવતુ એ સાધુની સામગ્રી છે. પછી સાધુ જાણે કે શીત ઋતુ ગઈ છે અને ગ્રિષ્મ ઋતુ આવી ગઈ છે તો. જીર્ણ વસ્ત્રો ને પરઠી દે અથવા ક્યારેક જરૂર હોય તે વસ્ત્ર ધારણ કરે, અથવા બેમાંથી એકનો ત્યાગ કરે. અને તેની પણ આવશ્યકતા ન હોય તો વસ્ત્ર રહિત થઈ જાય આમ કરવાથી લાઘવ ગુણ સાથે તપની પ્રાપ્તિ થાય છે. ભગવાનને જે રીતે કહ્યું છે તેને સારી રીતે સમજી સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. જે સાધુને એવું સમજાય કે હું રોગથી નિર્બળ થઈ ગયો છું. ભિક્ષા માટે અનેક ઘરોમાં જાવામાં અસમર્થ છું. આ કથન સાંભળી કોઈ ગૃહસ્થ સાધુના માટે સામે આહારાદિ લાવી આપે તો સાધુ પહેલા જ કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org