________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮, ઉદેસો-ર 43 જાણી તે ગૃહસ્થને સ્પષ્ટ સૂચના કરે કે હું મારા નિમિત્તથી તૈયાર કરેલ અશનાદિ, વસ્ત્રાદિ અથવા મકાન વાપરી શકતો નથી. [117] કોઈ ગૃહસ્થ સાધુને પૂછી અથવા પૂયા વિના ઘણું દ્રવ્ય ખર્ચ આહારાદિ બનાવે છે. જ્યારે મુનિ એ લે નહિ ત્યારે કદાયિત તે ગૃહસ્થ કુપિત થાય છે, સાધુને મારે છે. અથવા કહે કે- “અને મારો, પીટો, હાથ-પગાદિ છેદો, જલાવો, પકાવો. વસ્ત્રાદિ લૂંટી લ્યો. તેનું બધું છીનવી લ્યો, પ્રાણ રહિત કરી દ્યો. અનેક પ્રકારે પીડા પહોંચાડો.” આવા કો આવે ત્યારે ધૈર્યવાનું સાધુ દુખોને સહન કરે અથવા કષ્ટ આપનારની પાત્રતાદિનો વિચાર કરી સારી રીતે પોતાના વિશેષ પ્રકારના આચાર–ગોચરને સમજાવે અથવા મૌન રહે. પોતાના આચાર-ગોચરનું સમ્યક પ્રકારે પાલન કરે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. [118] સમનોજ્ઞ સાધુ આદરપૂર્વક અમનોજ્ઞ સાધુ ને આહાર અથવા વસ્ત્રાદિ ન આપે, નિમંત્રણ ન આપે, તેની વૈયાવૃત્ય ન કરે. એમ હું કહું છું. [21] પ્રતિમાનું ભગવાને જે ધર્મ કહ્યો છે તેનું સ્વરૂપ બરાબર સમજો. સમનોજ્ઞ સાધુ, સમનોજ્ઞ સાધુને અત્યંત આદરપૂર્વક અશનાદિ તથા વસ્ત્રાદિ આપે. અને તેની વૈયાવૃત્ય કરે, એમ હું કહું છું. અધ્યયન 8 ઉદેસોઃ ૨ની મુનિદીપરતસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૮-ઉદેસોઃ૩) [2] કેટલાંક સાધક મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ત્યાગી બને છે. બુદ્ધિમાનું સાધક જ્ઞાનીઓના વચનને સાંભળી તથા સમજીને સમભાવ ધારણ કરે. આર્ય પુરુષોએ (તીર્થકરોએ) સમતાભાવમાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઈચ્છાથી નિવૃત્ત થઈ કોઈ પણ પ્રાણીની હિંસા કરતા નથી અને પરિગ્રહ પણ રાખતા નથી. પરિગ્રહ નહિ રાખવાના કારણે તે સમસ્ત લોકમાં અપરિગ્રહી કહેવાય છે અને પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરવાથી પાપકર્મ કરતા નથી, તેથી તે મહાન નિગ્રંથ કહેવાય છે એવા સાધુ, સંયમમાં કુશળ બને છે અને અંતમાં રાગદ્વેષ રહિત બની જ્યોતિર્મય થઈ જાય છે. દેવોના પણ જન્મમરણ થાય છે, એમ જાણી રાગદ્વેષનો ત્યાગ કરે છે. [221] શરીર આહારથી વૃદ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં જુઓ કોઈ કાયરમનુષ્ય શરીર ગ્લાન થતા સર્વ ઈન્દ્રિયોની ગ્લાનિને અનુભવે છે. [222ii તેજસ્વી પુરક પરીષહો આવવા છતાં પણ દયાનું રક્ષણ કરે છે. જે સાધક સંયમ અને કર્મોના સ્વરૂપને સારી રીતે જાણે છે તથા અવસર, પોતાની શક્તિ, પરિમાણ, અભ્યાસકાળ, વિનય તેમજ સિદ્ધાન્તને જાણે છે તે પરગ્રહની મમતા છોડી યથાસમય ક્રિયા કરતા નિષ્કામ રાગદ્વેષનો નાશ કરી સંયમમાં આગળ વધે છે. [223] શીત સ્પર્શથી ધ્રુજતા મુનિ પાસે જઈ કોઈ ગૃહસ્થ કહે- હે આયુષ્માન શ્રમણ ! આપને ઇન્દ્રિયધર્મ (કામ) તો પીડતો નથી ને ?" ત્યારે સાધુ તેને કહે- હે આયુષ્માનું ગૃહસ્થ ! મને કામ પડતો નથી પરંતુ હું ઠંડી સહન કરવામાં સમર્થ નથી. અગ્નિ સળગાવવી, વારંવાર સળગાવવી અને શરીર તપાવવું કે વારંવાર તપાવવું, અથવા એવું બીજાને કહીને કરાવવું મને કલ્પતું નથી.” સાધુની આ વાત સાંભળી કદાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org