________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-s, હસોગ્ય તથા હિંસકવૃત્તિવાળા જે પાપકમોંને કરતાં ભયભીત થતાં નથી, જ્ઞાનીજન તે આરંભોનો સર્વથા ત્યાગ કરે છે. ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરે છે અને કર્મબંધનથી મુક્ત થઈ જાય છે, એમ હું કહું છું. ' [20] દેહનાશના ભય પર વિજય પ્રાપ્ત કરી લેવો એ સંગ્રામનો અગ્રભાગ છે. તે મુનિ સંસારના પારગામી છે. તે કષ્ટોથી પીડિત થવા છતાં પણ લાકડાંના પાટિયાની જેમ અચળ રહે છે. અને મૃત્યુકાળ આવવા પર જયાં સુધી જીવ અને શરીર ભિન્ન ભિન્ન ન થાય ત્યાં સુધી મૃત્યુનું સ્વાગત કરવા માટે તૈયાર રહે છે. એમ હું કહું છું. | અધ્યયન દ-ઉદેસો-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-દ-ગુર્જરછાયાપૂર્ણ ] નોંધઃ-અધ્યયન-૭-“મહાપરિપ-વિચ્છેદ પામેલ છે.] અધ્યયનઃ૮. “મોક્ષ) - ઉદેસો-૧ - [21] હું કહું છું સમનોજ્ઞ અથવા તેનાથી ભિન્ન અમનોજ્ઞ સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુછણાદિ આદરપૂર્વક ન આપે તથા એને માટે નિમંત્રણ ન દે અને તેની સેવા શુશ્રુષા ન કરે. [11] કાચિત શિથિલાચારી અથવા અન્ય ભિક્ષુ સંયમી સાધુને કહે- “હે મુનિઓ, તમે નિશ્ચિત સમજે કે તમને આહારાદિ યાવતુ પાદપુછણાદિ મળે અથવા ન મળે, તમે તેનો ઉપભોગ કર્યો હોય અથવા ન કર્યો હોય, રસ્તો બદલીને આવવું પડે કે રસ્તામાં વચ્ચે આવનારા ઘરોને ઓળંગીને આવવું પડે તો પણ અવશ્ય આવવું.” આ રીતે જુદા ધર્મને પાળનારા સાધુ આવતા જતા સમયે કંઈ આપે, આપવા માટે નિમંત્રણ કરે અથવા વૈયાવૃત્ય કરે તો સદાચારી સાધક તેનો સ્વીકાર ન કરે, એમ હું કહું છું. [212] આ મનુષ્યલોકમાં કેટલાંક સાધુઓને આચાર-ગોચરનું સારી રીતે જ્ઞાન હોતું નથી. તેવા સાધક આરંભાર્થી થઈ અન્ય અધર્મીઓનું અનુકરણ કરી પ્રાણીઓને મારો” એવું કહી બીજા પાસે હિંસા કરાવે છે. હિંસા કરનાની અનુમોદના કરે છે. અદત્તને ગ્રહણ કરે છે, અથવા અનેક પ્રકારના વચનો બોલે છે. જેમ કે કોઈ કહે છેલોક છે, કોઈ કહે છે કે લોકનથી. કોઈ કહે છે લોક નિત્ય છે, કોઈ કહે છે કે લોક અનિત્ય છે, કોઇ કહે છે કે લોક સાદિ છે, કોઇ કહે છે કે લોક અનાદિ છે, કોઈ કહે છે કે લોક અંતવાળો છે, કોઈ કહે છે કે અનંત છે, કોઈ કહે છે કે આ સારુ કર્યું છે, કોઈ કહે છે કે આ ખરાબ કર્યું છે, કોઈ કહે છે કે આ કલ્યાણરૂપ છે તેને બીજા પાપરૂપ બતાવે છે. જેને કોઈ સાધુ કહે છે. તેને જ બીજા કોઈ અસાધુ કહે છે, કોઈ કહે છે કે સિદ્ધિ છે, કોઈ કહે છે કે સિદ્ધિ નથી. કોઈ કહે છે કે નરક છે, કોઈ કહે છે કે નરક નથી. આ પ્રકારે વાદી જે વિવિધ પ્રકારની પરસ્પર વિરોધી વાતો કરે છે અને પોત પોતાના મતને જ સાચો બતાવે છે, તેમનું તે કથન નિર્દેતુક છે. તેમનો આ એકાંતવાદ સુ-આખ્યાત ધર્મ નથી. સુપ્રજ્ઞપ્ત ધર્મ નથી. [213 આસુપ્રજ્ઞ, સર્વજ્ઞાની, સર્વદર્શી ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મ જ સુખ્યાત અને સુપ્રજ્ઞપ્ત ધર્મ છે. એકાંતવાદી પોતાનો મત કહે ત્યારે અવસર હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org