________________ 40 આયારો- 14206 પરંતું તું એની ઉપેક્ષા કરે છે અને તીર્થંકરની આજ્ઞાથી બહાર સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે. આવાસાધુ કામભોગમાં મૂચ્છિત અને હિંસામાં તત્પરથયેલા કહેવાય છે,એમ હું કહું છું. [20] કેટલાંક સાધક વિચારે છેકે આ સંબંધીઓથી મારું શું કલ્યાણ થવાનું છે? આવું માની માતા, પિતા, જ્ઞાતિજનો અને ધન ધાન્યાદિ પરિગ્રહોનો ત્યાગ કરે છે. ત્યાગી બની, વીર પુરુષના સમાન આચરણ કરતા દીક્ષિત થાય છે. અહિંસક બને છે, સુવ્રતધારી બને છે, જિતેન્દ્રિય થઈ સંયમમાં આગળ વધવા છતાં પણ તીવ્ર કમોંના ઉદયને કારણે સંયમથી પતિત થઇ દીન બને છે. ઇન્દ્રિયોને વશ થવાથી દુઃખી, સત્વહીન મનુષ્ય વ્રતોનો નાશક હોય છે. પછી તેની દુનિયામાં અપકીર્તિ થાય છે. લોકો કહે છે-જુઓ ! આ સાધુ બની પાછો ગૃહસ્થ થયો છે ! વળી જુઓ ! કેટલાંક સાધકો ઉગ્રવિહારીઓની સાથે રહેવા છતાં પણ શિથિલાચારી બને છે. વિનયવાનોની સાથે રહેવા છતાં પણ અવિનયી બને છે. વિરતીઓ સાથે રહેવા છતાં પણ આવિરત બને છે, પવિત્ર પુરૂષોની સાથે રહીને પણ અપવિત્ર બને છે. આ સર્વ જાણીને પંડિત, બુદ્ધિમાન સાધુ સદ્ય જિનભાષિત આગમાનુસાર પરાક્રમ કરે ! એમ હું કહું છું. અધ્યયન ૬-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! (અધ્યયનઃ ૬-ઉદેસી 5) [27] મુનિને ઘરોમાં, ઘરોની આસપાસ ગામોમાં કે ગામોના અંતરાલઆસપાસમાં, નગરીમાં, નગરીઓના અંતરાલમાં, જનપદોમાં જનપદોના, અંતરાલમાં, ગામ અને નગરના અંતરાલમાં, ગામ અને જનપદના અંતરાલમાં અથવા નગર, અને જનપદના અંતરાલમાં કોઇ કોઇ મનુષ્ય ઉપસર્ગ કરે અથવા અન્ય કોઈપણ પ્રકારનું સંકટ આવી જાય તો –ધીર સાધક અક્ષબ્ધ રહી સમભાવપૂર્વક તેને સહન કરે. તે રાગદ્વેષ રહિત અને સમદ્રષ્ટિ હોય. આગમના જ્ઞાતા મુનિ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં સ્થિત જીવોને અનુકંપાબુદ્ધિથી ધર્મનો ઉપદેશ આપે, ધર્મના ભેદ-પ્રભેદો ને સમજાવે અને ધર્મનો મહિમા બતાવે. તે મુનિ ધર્મશ્રવણની ઇચ્છાવાળા અથવા સેવાશુશ્રષા કરનાર મુનિઓ આ ગૃહસ્થોને શાંતિ, વિરતિ, ઉપશમ, નિવણ, શૌચનિલભતા, આર્જવ, માદવ-નમ્રતા અને પરિગ્રહત્યાગનો યથાર્થ બોધ આપે છે. મુનિ વિચાર કરી સર્વ પ્રાણીઓ, ભૂતો, સત્વો અને જીવોને ધર્મનું સ્વરૂપ કહે છે. 0i08] વિચાર કરી ધમપદેશ આપનાર મુનિ એ ધ્યાનમાં રાખે છે તે ઉપદેશ આપતા પોતાના આત્માની આશાતના ન કરે. બીજાની આશાતના ન કરે અને અન્ય કોઈ પ્રાણી, ભૂત જીવ અને સત્ત્વની આશાતના ન કરે. આ રીતે સ્વયં આશાતના નહિ કરતા, બીજાથી આશાતના નહિ કરાવનાર તે મહામુનિ મરતા પ્રાણીઓ ભૂતો, જીવો અને સત્ત્વોના માટે અસંદીન દ્વીપની જેમ શરણભૂત હોય છે. આ રીતે સંયમમાં સાવધાન રહેનાર મોક્ષમાર્ગમાં આત્માને સ્થિત કરનાર, રાગદ્વેષ રહિત, પરિષહોથી ચંચળ નહિ થનાર સાધક, એક સ્થાનમાં વિચરતા નથી. તથા સંયમાનુષ્ઠાનમાં વિચરણ કરે છે. જે મુનિ આ પવિત્ર ધર્મને જાણી સદનુષ્ઠાનનું આચરણ કરે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. માટે આસક્તિના સ્વરૂપ અને વિપાકનો વિચાર કરો અને જુઓ કે લોકો પરિગ્રહમાં ફસાયા છે અને કામભોગોથી પીડિત છે. માટે સંયમથી ગભરાવું ન જોઈએ. વિવેકહીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org