________________ યુતસ્કંથ-૧, અધ્યયન-૫, ઉદેસી-૫ પછી અસત્ય માનવા લાગે છે. કેટલાંક શરૂઆતમાં શ્રદ્ધાળુ હોતા નથી પરંતુ પછી શુદ્ધ શુદ્ધાવાનું બની જાય છે. કેટલાંક પહેલાથી અશ્રદ્ધાળ અને પછી પણ અશ્રદ્ધાળ રહે છે, જે સાધકની શ્રદ્ધાપવિત્ર છે તેને સમ્યગુ અથવા અસમ્યક સર્વ તત્ત્વો અસમ્યકુ રૂપ જ પરિણમે છે. વિચારવાનું, શ્રદ્ધાળુ સાધક અવિચારશીલ મિથ્યાવૃષ્ટિને આ પ્રકારે કહે-"તમે સમ્યક પ્રકારથી વિચાર કરો. આ રીતે સંયમમાં પ્રવૃત્તિ કરવાથીજ કર્મનો નાશ થાય છે. શ્રદ્ધાવાનું પુરુષની તથા શિથિલાચારીની ગતિને સારી રીતે જુઓ અને આ અસંયમમાં પોતાના આત્માને સ્થાપિત ન કરો. [177 હે આત્મન ! જેને તું મારવાનો વિચાર કરી રહ્યો છે તે તું સ્વયં છે. જેના પર તું હુકમ ચલાવવાનો વિચાર કરે છે, તે તું પોતે છે. જેને તું દુઃખી કરવા ઈચ્છે છે, તે સ્વયં તું છે. જેને તું પકડવા ઈચ્છે છે, તે સ્વયં તુ છે, જેને તું મારી નાખવા ઈચ્છે છે, તે સ્વયં તુ છે. તું એમ વિચાર કર. આ પ્રકારની સમજણથી કોઈપણ જીવને મારવા ન જોઈએ કારણ કે બીજાને મારનારને તેનું ફળ એ જ રીતે ભોગવવું પડે છે. એમ જાણી કોઇપણ પ્રાણીને મારવાની ઈચ્છા ન કરવી જોઇએ. [178] જે આત્મા છે તે જ વિજ્ઞાતા-જાણનાર છે. જે જાણનાર છે તે આત્મા છે. જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે તે જ્ઞાન આત્માનો ગુણ છે. તે જ્ઞાનના આશ્રિત જ આત્માની પ્રતીતિ થાય છે. જે આત્મા અને જ્ઞાનના આ સંબંધને જાણે છે તે આત્મવાદી છે. તેનું સંયમાનુષ્ઠાન સમ્યફ કહેલું છે. એમ હું કહું છું. અધ્યયન પઉદેસો પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ (અધ્યયન 5- ઉદેસો દ) | [179-180] કેટલાંક સાધકો પુરુષાર્થી હોય છે. પણ આજ્ઞાના આરાધક હોતા નથી. કેટલાંક આજ્ઞાનુકૂળ પ્રવૃત્તિ કરવામાં નિરુદ્યમી હોય છે. હે મુનિ ! આ બંને વાત તારાથી ન થાય ! આ વીર પ્રભુનો અભિપ્રાય છે. માટે જે પુરુષ સદા ગુરુની દૃષ્ટિથી જોનાર હોય, ગુરુદ્વારા ઉપદિષ્ટ મુક્તિનો સ્વીકાર કરનાર હોય, ગુરુનું બહુમાન કરનાર હોય, ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખનાર હોય, ગુરુકુળમાં નિવાસ કરતો હોય, તે પુરુષ કર્મોને જીતીને તત્ત્વષ્ટ બને છે. તે મહાત્મા સર્વજ્ઞના ઉપદેશથી બહાર નથી ને કોઈનાથી પરાભૂત થતો નથી અને નિરાલંબન ભાવના ભાવવા સમર્થ થાય છે. ગુરુપરંપરાના ઉપદેશથી સર્વજ્ઞના ઉપદેશનું જ્ઞાન કરવું જોઈએ. પ્રવાદ ત્રણ પ્રકારે જાણી શકાય છે. જાતિસ્મરણ આદિ જ્ઞાન દ્વારા, સર્વજ્ઞના વચન દ્વારા, અન્ય મહાપુરુષોના વચનોના શ્રવણ દ્વારા. [181 બુદ્ધિમાનું સાધક, આ બધું સર્વ પ્રકારે જાણે. સત્યને ગ્રહણ કરી સર્વજ્ઞ દેવોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. સંયમને અંગીકાર કરી, જિતેન્દ્રિય બની પ્રવૃત્તિ કરે. મુમુક્ષ વીર, સદૈવ આગમાનુસાર પરાક્રમ કરે, એમ હું કહું છું. [ઊંચી, નીચી, તીરછી દિશામાં સર્વત્ર કર્મબંધનનાં કારણો છે, કર્મબંધના કારણો પ્રવાહની સમાન છે. તેથી તેને સ્રોત પણ કહે છે. જ્યાં જ્યાં જીવની આસક્તિ છે ત્યાં ત્યાં કર્મનું બંધન છે, તે સમજજો ! [183-184] કર્મના ચક્રને જોઈને બુદ્ધિમાનું ! સંસારના વિષયોને દૂરથી જ ત્યાગે. જે કોઈ કર્મના પ્રવાહને ક્ષીણ કરવા માટે ત્યાગમાર્ગનો સ્વીકાર કરે છે તે અકર્મી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org