________________ હY આયારો-૧/પ/૪૧૭૧ રહે સદા વતનાપૂર્વક વિચરે. ગુરુના અભિપ્રાયનું અનુસરણ કરીને, માર્ગનું અવલોકન કરે. ગુરૂના અવગ્રહથી બહાર રહેનાર ન થાય અધિક દૂર કે અધિક નજીક ન રહે. ગુરુ ક્યાંય મોકલે તો યતનાપૂર્વક જીવ-જંતુઓને જોતા થકા જાય. તે સાધુ આવતાં, જતાં, પાછા ફરતાં, અવયવોને સંકોચતાં ફેલાવતાં, આરંભથી નિવૃત્ત થતાં અને પ્રમાર્જનાદિ ક્રિયાઓ કરતાં સદા ગુરુની આજ્ઞાપૂર્વક વિચરે. સગુણી અને યતનાપૂર્વક વર્તનાર મુનિના શરીરના સ્પર્શથી કદાચિત્ કોઇ પ્રાણી ઘાત થઈ જાય તો તેનું ફળ તેને એ જ ભવમાં પ્રાપ્ત થઈ ક્ષય પામે છે. અગર કોઈ પાપ જાણી જોઈને કર્યું હોય તો તેને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રાયશ્ચિતદ્વારા દૂર કરવું જોઇએ. અપ્રમાદથી તે કર્મનો ક્ષય થાય છે. ૧૭રી દીર્ઘદર્શી, બહુશાની, ઉપશાંત, સમિતિથી યુક્ત, જ્ઞાનાદિક ગુણોથી યુક્ત, સર્વદા યતનાશીલ મુનિ સ્ત્રીઓને જોઈને પોતે પોતાનો વિચાર કરે કે “આ સ્ત્રી મારું શું કલ્યાણ કરશે? અથવા મને શું સુખ દેશે? લોકમાં જે સ્ત્રીઓ છે તે ચિત્તને લોભાવનાર છે.” એમ વીર ભગવાને ફરમાવ્યું છે. કૌચિત ઇન્દ્રિયોની વિષયોથી પીડિત થાય તો તેણે નિર્બળ-લૂખો આહાર કરવો જોઈએ, અલ્પઆહાર કરવો જોઈએ, એક સ્થાન પર રહી કાયોત્સર્ગ કરવો જોઇએ, બીજા ગામમાં ચાલ્યા જવું જોઈએ, એટલાંથી પણ જો મન વશ ન થાય તો આહારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ પરંતુ સ્ત્રીસંગમાં મનને ક્યારેક ન ફસાવું જોઈએ. વિષયસેવનના પહેલાં ઘણાં પાપો કરવા પડે છે, પછી ભોગો ભોગવાય છે અથવા પહેલા વિષય સેવન કરે તો પાછળથી દંડ ભોગવવો પડે છે. સ્ત્રીઓ રાગ દ્વેષને ઉત્પન્ન કરનારી છે, એ જોઇને જાણીને પોતે પોતાને આજ્ઞા કરે કે “ત્રીસંગ ન કરવો જોઇએ.” એમ હું કહું છું. બ્રહ્મચારી સ્ત્રીઓની કથા ન કરે તેના અવયવોને ન જુએ, તેમાં મમત્વ ન કરે, સ્ત્રીઓની સેવા ન કરે, સ્ત્રીઓ સાથે વાતચીતમાં મર્યાદા રાખે. પોતાના મનને સંયમમાં રાખે. સા પાપનો ત્યાગ કરે. આ પ્રકારે મુનિભાવની બરાબર સાધના કરે, એમ હું કહું છું. અધ્યયન:પ-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂ | (અધ્યયન 5- ઉદેસો 5) 173 હું કહું છું જેવી રીતે સમતાલ ભૂમિમાં નિર્મળ જળથી ભરેલ સરોવર પ્રાણીઓની રક્ષા કરતું શાંત રજવાળું હોય છે, તેવી રીતે આચાર્ય જ્ઞાનરૂપી જળથી ભરેલ, સ્વભાવમાં સ્થિત, જીવોની રક્ષા કરતા નિદૉષ ક્ષેત્રોમાં વિચરે છે. લોકમાં અનેક મહર્ષિઓ એવા છે જે વિવેકયુક્ત, શ્રદ્ધાળ, આરંભથી નિવૃત્ત થઈ, સમાધિમરણની અભિલાષા રાખતા સતત પુરુષારથ કરે છે, એમના તરફ તું જો ! એમ હું કહું છું. ૧૭૪-૧૭પો ફળ મળશે કે નહિ એવી શંકા રાખનાર આત્માને સમાધિ પ્રાપ્ત થતી નથી. કોઈ કોઈ ગૃહસ્થ પણ આચાર્યના વચનને સમજી શકે છે. અને કોઈ સાધુ પણ આચાર્યના વચનને સમજી શકે છે. પરંતુ સમજનારની સાથે રહીને પણ કોઈ સાધુ સમજી ન શકે તો તેને અવશ્ય ખેદ થાય છે. પરંતુ તે સમયે જે સાધુ સમજે છે તેણે તેને કહેવું કે-જેજિનેશ્વર કહ્યાં છે તે સત્ય છે, અને નિઃશંક છે. [17] કોઈ કોઈ શ્રદ્ધાવાનું. તીર્થંકર ભગવાનના વચનોને અને પછી પણ અંત સુધી સત્ય માની શ્રદ્ધા રાખે છે, કેટલાંક દીક્ષા ગ્રહણ કરતા સમયે સત્ય માને છે પરંતુ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org