________________ 36 આયા -૧/પાદ 184 થઈને સર્વજ્ઞ અને સર્વદ્રા બને છે. તે કોઈ પણ પ્રકારની આકાંક્ષા કરતા નથી. પરમાર્થનો વિચાર કરી અને સંસાના આવાગમનને જાણી જન્મ, મરણના માર્ગને તે પાર કરી લે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તે મુક્તાત્માનું સ્વરૂપ બતાવવા માટે કોઈ પણ શબ્દ સમર્થ નથી. તર્કની ત્યાં ગતિ નથી. બુદ્ધિ ત્યાં સુધી જતી નથી, કલ્પના થઈ શકતી નથી. તે આત્મા કર્મમળથી રહિત જ્યોતિ સ્વરૂપ છે. સમગ્ર લોકનો જ્ઞાતા છે. મુક્ત જીવ લાંબો નથી. ટૂંકો નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, મંડલકાર નથી, કાળો નથી, લીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી, સુગંધવાળો નથી, દુર્ગંધવાળો નથી, તીખો નથી. કડવો નથી, કસાયેલ નથી, ખાટો નથી, મીઠો નથી, કઠોર નથી, કોમળ નથી. ભારે નથી. હલકો નથી, ઠંડો નથી, ગરમ નથી, સ્નિગ્ધ નથી, રક્ષ નથી, શરીરધારી નથી, પુનર્જન્મધારી નથી, સંગરૂપ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી, પણ તે જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે. તેના માટે કોઈ ઉપમા નથી. તે અરૂપી સત્તાવાળો છે, અવસ્થારહિત છે માટે તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ નથી [185] તે શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ પણ નથી. આ પદાર્થોનું જ શબ્દ વડે વર્ણન થાય છે. પરંતુ એ પૈકી તે કોઈ નથી, તેથી તે તે શબ્દાતીત છે. એમ મેં સાંભળ્યું છે અને હું કહું છું. અધ્યયન ૫-ઉદેસો ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ T અધ્યયન ૫-ગુર્જરછાયા પૂર્ણ ! અધ્યયન ધૂત) - ઉદેસો 1 - [186 કેવલજ્ઞાની પુરુષ સંસારના સ્વરૂપને સાક્ષાતુ જાણી જનકલ્યાણ માટે ઉપદેશ આપે છે. એકેરિયાદિ જાતિઓને સારી રીતે જાણનાર શ્રુતકેવળી આદિ પણ અનુપમ બોધ આપે છે. જ્ઞાની પુરુષ ત્યાગમાર્ગમાં ઉત્સાહિત થયેલા, હિંસક ક્રિયાઓથી નિવૃત્ત બનેલ, બુદ્ધિમાનું અને સાવધાન સાધકોને મુક્તિનો માર્ગ બતાવે છે. તો પણ તેમાં જે મહાવીર છે તે જ પરાક્રમી બને છે. કેટલાંક આત્મજ્ઞાન રહિત થઈ સંયમના પથથી પતિત થઈ જાય છે, તે જૂઓ ! જેમ કોઈ કાચબો શેવાળાદિથી આચ્છાદિત કોઈ તળાવમાં ગુદ્ધ થઈ બહાર નીકળવાનો માર્ગ મેળવી શકતો નથી. જેમ વૃક્ષ શીત તાપાદિ અનેક દુઃખો ભોગવવા છતાં પણ પોતાના સ્થાનને છોડવામાં સમર્થ થતો નથી તેવી રીતે કેટલાય વિવિધ પ્રકારના કુળોમાં ઉત્પન્ન થયેલ પુરુષ શબ્દાદિ વિષયોમાં આસક્ત થઈ કરુણ આક્રન્દન કરે છે પરંતુ ગૃહત્યાગ કરી શકતા નથી. એવા જીવ કમાંથી છૂટી શકતા નથી. વળી જૂઓ, જીવ પોતપોતાના કર્મોના ફળને ભોગવવા માટે વિવિધ કુળોમાં ઉત્પન્ન થાય છે. f187-18] કોઇને કંઠમળનો રોગ થાય છે. કોઈને કોઢ થાય છે. કોઈને ક્ષય રોગ થાય છે. કોઈને અપસ્માર-મૂચ્છ થાય છે. કોઈને આંખનો રોગ થાય છે. કોઈને હાથ, પગ વિકલ હોય છે, કોઈને કૂબડાપણું હોય છે. કોઈને મૂંગાપણું, કોઈને પેટનો રોગ હોય છે, કોઇનો સોજો ચડે છે, કોઇને ભસ્મ કરોગથી અતિશય ભૂખ ઉત્પન્ન થાય છે. કોઈને કંપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org