________________ શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૧, હસો-૬ લોહી માટે, કોઈ દય માટે, કોઈ પિતને માટે, કોઇ ચરબી માટે, કોઈ પીંછા માટે, કોઈ પૂંછડી માટે, કોઈ વાળ માટે, કોઈ શિંગડાં માટે, કોઈ વિષાણ માટે, કોઈ દાઢાઓ માટે, કોઈ નખ માટે, કોઈ નસો માટે, કોઈ હાડકાં માટે, કોઈ હાડકાના અંદરના ભાગના માટે, કોઈ પ્રયોજનથી, કોઇ પ્રયોજન વિના જ હિંસા કરે છે. કોઈ મને માર્યો અથવા આ મને મારે છે એમ કહીને તેની હિંસા કરે છે અને કોઈ “આ મને મારશે' એ ભાવથી જીવોને મારે છે. પિપી ત્રસકાયની હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન નથી, ત્રસકાયમાં શસ્ત્રનો ઉપયોગ નહિ કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનનું કારણ છે તે વિવેક હોય છે. આવું જાણી બુદ્ધિમાનું પુરુષ સ્વયં ત્રસકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે ત્રસકાયનો આરંભ કરાવે નહિ, અન્ય કોઈ ત્રસકાયનો આરંભ કરતો હોય તેને અનુમોદન આપે નહિ. જે આ ત્રસકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે, એમ હું કહું છું. અધ્યયન-૧-ઉદેસો-નીમુનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૧-ઉદેસો-૭) પિ-૫૮] જે શારીરિક અને માનસીક પીડાઓને સારી રીતે જાણે છે અને આરંભ-હિંસાને અહિતકર સમજે છે તે વાયુકાયના સમારંભથી નિવૃત્ત થવામાં સમર્થ છે. કારણ કે જે પોતાના સુખ, દુઃખને જાણે છે તે જ બીજાના સુખ, દુઃખને જાણે છે અને જે બીજાના સુખ દુઃખને જાણે છે તે પોતાના સુખ, દુઃખને જાણે છે. પોતાને તથા બીજાને એક જ ત્રાજવા પર તોળવા જોઈએ. જેનશાસનના શરણમાં આવેલ, શાંતિને પ્રાપ્ત થયેલ સંયમી પુરુષ વાયુકાયની હિંસા કરી જીવવાની ઈચ્છા ન કરે. પિ૯ સાવધાનુષ્ઠાનથી શરમાતા કેટલાંક બોલે છે, કેઃ “અમે અણગાર છીએ!” પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વાયુકર્મ સમારંભ કરીને વાયુકાયની હિંસા કરે છે અને એમ કરતાં અનેક પ્રકારના બીજા પ્રાણીઓની પણ હિંસા કરે છે. વાયુકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા બતાવી છે, છતાં પણ પ્રાણી જીવનના નિર્વાહ, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયં વાયુકાયના જીવોની હિંસા કરે છે. બીજા પાસે વાયુકાયની હિંસા કરાવે છે. અને જે વાયુકાયની હિંસા કરે છે તેને અનુમોદન આપે છે, તે વ્યક્તિને માટે આ હિંસા અહિતકર તથા અબોધિકર છે. તીર્થકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી, સદ્બોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે, મૃત્યુનું કારણ છે. નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વાયુકાયકર્મ સમારંભ કરી, વાયુકાયની હિંસા કરે છે અને સાથે અનેક બીજા પ્રાણીઓની પણ હિંસા કરે છે. [60] હું કહું છું કે, બીજા કેટલાંય ઉડતા પ્રાણીઓ છે જે વાયુકાયની સાથે એકઠાં થઈ પડે છે અને વાયુકાયની સાથે તે પણ પીડા પામે છે. મૂર્ણિત થાય છે અને મૃત્યુને પામે છે. વાયુકાયની હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન નથી, વાયુકામાં શસ્ત્રનો સમારંભ નહીં કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એવો વિવેક હોય છે. આવું જાણી બુદ્ધિમાન પુરુષ સ્વયં વાયુકાયનો આરંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org