________________ 18 આચારો-૧/૧/૧ કરે નહિ. બીજા પાસે વાયુકાયનો આરંભ કરાવે નહિ, અન્ય વાયુકાયનો આરંભ કરતો હોય તેને અનુમોદના આપે નહિં. જે વાયુકાયના આરંભના અશુભ પરિણામને જાણે છે તેવિવેક મુનિ છે. એમ હું કહું છું. [61] જે વાયુકાયની તથા બીજી કાયોની હિંસા કરે છે તે કર્મબંધનથી બંધાયેલ છે, તેથી હે શિષ્ય ! તમે એ જાણો કે જે સંયમમાં રમણ કરતાં નથી, આરંભ કરતાં થકા પોતાને સંયમી કહે છે, જે સ્વચ્છંદચારી છે, વિષયોમાં આસક્ત છે, આરંભમાં આસક્ત છે, તે વારંવાર કર્મબંધન કરે છે. [2] સંયમરૂપી ધનથી યુક્ત એવા સંયમધની સાધક સર્વ પ્રકારથી સાવધાન અને સર્વ પ્રકારે સમજી નહીં કરવા યોગ્ય પાપકમોમાં પ્રયત્ન ન કરે. આવું જાણી. બુદ્ધિમાન પુરુષ સ્વયં છકાયના જીવોની હિંસા કરે નહીં બીજા પાસે છકાયના જીવોની હિંસા કરાવે નહિ, છકાયના જીવોની હિંસા કરનારને અનુમોદન આપે નહિ. જેણે છકાયના શસ્ત્રસમારંભને શપરિણાથી જાણેલ છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ. કરી દીધો છે તે સાચા સંયમી-વિવેકી મુનિ છે, એમ હું કહું છે. અધ્યયનનઉસો-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ અધ્યયન-મગુર્જરછાયપૂર્ણ (અધ્યયન-રલોકવિજય) [3-64 જે શબ્દાદિ વિષયો છે તે સંધરના મૂળ કારણ છે, અને જે સંસારના મૂળ કારણો છે તે વિષયો છે. તેથી વિષયાભિલાષી પ્રાણી પ્રમાદી બની શારીરિક અને માનસિક ઘોર દુઃખોને ભોગવે છે. તે હમેશાં વિચારે છે કે આ મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારી પુત્રી, મારી પુત્રવધૂ, મારા મિત્ર, મારા સ્વજન, મારા કુટુંબી, મારા પરિચિત, મારા સુન્દર હાથી, ઘોડા, મકાનાદિ સાધન, મારી ધનસંપત્તિ, મારી ભોજનસામગ્રી, મારાં વસ્ત્ર, આ પ્રકારના અનેક પ્રપંચોમાં ફસાયેલ પ્રાણી જીવનપર્યત પ્રમાદી બની કર્મથી બંધાય છે. સ્વજન, ધનાદિમાં આસક્ત પ્રાણી. રાત દિવસ ચિંતા કરતો થકો, કાળ, અકાળનો વિચાર કર્યા વિના કુટુંબ અને ધનાદિમાં લબ્ધ બની વિષયોમાં ચિત્ત જડી કર્તવ્ય-અકર્તવ્યના વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે, અને અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. આ લોકમાં મનુષ્યોનું આયુષ્ય ઘણું થોડું છે. તેમાં પણ વૃદ્ધાવસ્થાના કારણે કાન, આંખ, નાક, જીભ, સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન દિવસે દિવસે ઓછું થતું જાય છે. વૃદ્ધાવસ્થાના સમયે પ્રાણી ગુંચવાડામાં પડી જાય છે. 1 [5] વૃદ્ધ મનુષ્યોની સાથે વસનાર વ્યક્તિઓ તેની નિંદા કરે છે અથવા તે વૃદ્ધ બીજા કુટુંબીજનોની નિંદા કરે છે. હે જીવ! આ કુટુંબ તને દુખથી બચાવવામાં અને શરણ આપવામાં સમર્થ નથી. એજ રીતે હે જીવ! પણ તેઓને બચાવવા અને શરણ આપવામાં સમર્થ નથી. વૃદ્ધાવસ્થામાં આ જીવ હાસ્ય, ક્રીડા, આનંદ ભોગવવાને યોગ્ય અને શૃંગાર-શણગારને લાયક રહેતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org