________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસો-ર શસ્ત્રોનો પ્રયોગ કરતા નથી. તેથી તે હિંસાના ભેદોને સમજી, વિવેકયુક્ત થઇ, તેનો ત્યાગ કરે છે. બુદ્ધિમાનું પુરુષ એ સર્વ જાણી પૃથ્વીકાયની હિંસા સ્વયં કરે નહિ, બીજ પાસે પૃથ્વીકાયની હિંસા કરાવે નહી, પૃથ્વીકાયની હિંસા કરનારને અનુમોદન ન કરે. જે પૃથ્વીકાયના કર્મસમારંભોને જાણે અને છોડે છે તે કર્મને જાણનાર (શુદ્ધ સંયમી) મુની છે, એમ હું તમને) કહું છું. | અધ્યયન-૧-ઉદેસરની મુનિદીપરતનનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-ર-ઉદેસો-૨) [19-21} હું તને કહું છું, કે જે જીવનપ્રપંચોનો ત્યાગ કરી અણગાર બન્યા છે. જેમનું અંતઃકરણ સરળ છે, જેણે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ સ્વીકાર્યો છે તથા છળ કપટનો સર્વથા ત્યાગ કર્યો છે. તેજ સાચા અણગાર કહેવાય છે, અણગારે જે શ્રદ્ધા થી સંયમ અંગીકાર કર્યો છે તેમાં કોઈપણ પ્રકારની શંકા નહીં કરતા માવજીવન તે શ્રદ્ધા નું પાલન કરેમહાપુરુષો આ માર્ગ પર ચાલ્યા છે તેથી સંદેહરહિત થઈ આ માર્ગ પર ચાલવું જોઈએ. ભગવાનની આજ્ઞાથી (અષ્કાયના જીવોને જાણી તેઓની યતના કરે 23] હું તમને) હું છું- સ્વયં પ્રાણીઓના અપકાયના ચૈતન્યનો નિષેધ ન કરવો જોઈએ. આ રીતે આત્માના અસ્તિત્વનો પણ નિષેધ ન કરવો જોઈએ. જે અખાયાદિ પ્રાણીઓના ચૈતન્યનો અપલાપ કરે છે તે પોતાના ચૈતન્યનો નિષેધ કરે છે અને જે પોતાના ચૈતન્યનો નિષેધ કરે છે તે અષ્કાયના જીવોનો નિષેધ કરે છે. રિ૪-ર૭ સંયમી સાધુઓ હિંસાથી શરમાતા થકા પ્રાણીઓને પીડા આપતા. નથી, તેને તું જ કેટલાક શાકયાદિ સાધુઓ અભિમાનપૂર્વક કહે છે કે અમે અણગાર છીએ પરંતુ તે અપ્લાયના જીવોનો અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા આરંભ કરતા થકા બીજા અનેક જીવોની હિંસા કરે છે. આ વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમજાવતા કહ્યું છે, કે અજ્ઞાની જીવ જીવનના નિર્વાહ માટે પ્રશંસા, માન, સન્માન, પૂજા, જન્મમરણથી મુક્ત થવી, શારીરિક, માનસિક દુઃખોના નિવારણ માટે સ્વયં જલકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે જલકાયના જીવોની હિંસા કરાવે છે. જલકાયના જીવોની હિંસા કરનારની અનુમોદના કરે છે, તે હિંસા તેના માટે અહિતકર છે, અબોધિ માટે છે. સર્વજ્ઞ અથવા સંયમીજનો પાસેથી સાંભળી સદુબોધ પ્રાપ્ત કરી કેટલાંક જીવો એ સમજે છે, કે આ હિંસા આઠ પ્રકારના કર્મોના બંધનનું કારણ છે, મોહનું કારણ છે. જન્મ-મરણનું કારણ છે. નરકમાં લઈ જવાનું કારણ છે. છતાં પણ જે પ્રાણી કીર્તિલાલસા આદિમાં આસક્ત છે તે ભિન્ન ભિન્ન પ્રકારના શસ્ત્રો દ્વારા અપકાયના સમારંભથી અપકાયના જીવોની હિંસા કરે છે અને અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. હું કહું છું કે-પાણીની સાથે તેમાં બીજા અનેક પ્રાણીઓ રહેલા છે એટલું જ નહિ પાણી સ્વયં સજીવ છે એમ સાધુઓને જણાવેલ છે. અપકાયના અનેક ભિન્ન ભિન્ન શસ્ત્રો કહ્યા છે તેનો પૂર્ણ વિચાર કરવો. અપ્લાયની હિંસા કરનારને અદત્તાદાનનો દોષ પણ લાગે છે. [28-30] બીજા કહે છે, કે પીવા અથવા સ્નાન-શોભા માટે પાણી વાપરવામાં અમને કંઈ પણ દોષ નથી. એમ કહી તેઓ અનેક પ્રકારના શસ્ત્રોથી જલકાયના જીવોની હિંસા કરે છે. પરંતુ તેનું આ કથન એનો નિશ્ચય કરવામાં સમર્થ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org