SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - - - શ્રતસ્કંધ-૨, અધ્યયન-૧૩, 105 ત્યાર પછી પાત્ર લઈને એકાંત સ્થાનમાં જાય જ્યાં કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય અથવા કોઈ જીવ-જન્તુ ઈત્યાદિની હિંસા ન થાય તેવી અચિત્ત ભૂમિમાં કે દગ્ધભૂમિમાં યતના પૂર્વક મળ-મૂત્રનો પરિષ્ઠાપન કરે. સાધુ-સાધ્વીનો આ આચાર છે. અધ્યયન: ૧૦-ચૂલિકા રાહનીમુનિદીપરત્નસાગરે કરગુર્જરછાયાપૂર્ણ ! ( અધ્યયનઃ ૧૧-શબ્દ વિષયક ચૂલિક-૨૪) પિ૦૨]સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાને મૃદંગના શબ્દ, તબલાના શબ્દ, ઝાલરના શબ્દ અથવા આ પ્રકારના કોઈ પણ શબ્દ સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું જોઈએ નહીં. સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાન પર વીણાના શબ્દ, સિતારના શબ્દ શરણાઈનાં શબ્દ, સુનક, પણવ-ઢોલ, તંબૂરા, ઢેકુણ-વાઘ વિશેષ વિગેરેના શબ્દો તથા તેવા પ્રકારના વિવિધ શબ્દો વિતત આદિ શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું ન જોઈએ. સાધુ-સાધ્વીને કોઈ સમયે કોઈ શબ્દ સાંભળવામાં આવે, જેમકે -તાલ, કંસતાલ, મંજિરા, ગોધિકાભાંડોના વાઘ, -વાંસની ખપાટોથી બનેલ વાજીંત્રનાં શબ્દો તથા તેવા પ્રકારના બીજા કોઈ તાલના શબ્દો, સાંભળવાની ઈચ્છાથી ત્યાં ન જાય. જ્યાં શંખ, વૈણુ, બાંસુરી, ખરમુખી, પિરપિરિકાના શબ્દો, તથા તેવા પ્રકારનાં બીજા શુષિર શબ્દો થતાં હોય ત્યાં સાંભળવાની ઈચ્છાથી સાધુ-સાધ્વી ન જાય. પ૦૩સાધુ-સાધ્વી કોઈ શબ્દ સાંભળે જેમ ક્યારી, ખાઈ, સરોવર, સાગર, સરોવરની પંક્તિ આદિ તથા એવીજ બીજી જગ્યા પર થતી કલ-કલ-આદિ શબ્દોની ધ્વનિ વગેરેને સાંભળવા ત્યાં જવાની ઈચ્છા ન કરે. સાધુ કે સાધ્વી, જળાશય, ગુફા, ગહન ઝાડી, વન, વનદુર્ગ, પર્વત, પર્વતદુર્ગ ઈત્યાદિ સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે જગ્યા પર ન જાય. સાધુ અથવા સાધ્વી ગ્રામ, નગર, રાજધાની, આશ્રમ, પટ્ટણ, અથવા સંનિવેશ, આદિ સ્થાનોમાં તથા તે પ્રકારના બીજા વિવિધ સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવા માટે ન જાય. સાધુ કે સાધ્વી આરામ, ઉદ્યાન, વન, વનખંડ, દેવકુલ, સભા તથા પરબ અથવા એવા જ કોઈ બીજા સ્થાન પર થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી ન જાય.સાધુ કે સાધ્વી અગાસી અથવા અટ્ટાલકમાં, ફરવાનો માર્ગોમાં, કારોનાં મુખ્ય દરવાજામાં કેએવાપ્રકારના વિવિધ સ્થાનોમાં થતાં શબ્દો સાંભળવાની અભિલાષાથી જાય નહી. સાધુ કે સાધ્વી ત્રિક, ચોક, ચૌટા તથા ચતુર્મુખસ્થાનમાં તથા એવા પ્રકારનાં અનય સ્થાનોમાં શબ્દ થતા હોય તો સાંભળવાની ઈચ્છાથી તે જગ્યા જાય નહી. સાધુ સાધ્વી ભેંસ બાંધવાનાં સ્થાને, બળદો બાંધવાના સ્થાને, અશ્વ બાંધવાના સ્થાને, હાથી બાંધવાના સ્થાને ચાતક પક્ષીના સ્થાને અથવા એવો કોઈ અન્ય સ્થાન પર થતાં શબ્દો સાંભળવાની ઈચ્છાથી જાય નહીં. સાધુ કે સાધ્વી પાડાઓનું યુદ્ધ તથા બળદો, અશ્વો. હાથી કપિલચાતક વગેરેના યુદ્ધથી થતા શબ્દો અથવા તેવા પ્રકારના બીજા શબ્દો સાંભળવાની ઈચ્છાથી ત્યાં જાય નહીં. સાધુ કે સાધ્વી, લગ્નાદિના ગીત સાંભળવા માટે તથા અશ્વશાળા કે હસ્તી શાળામાં થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. અથવા જ્યાં વર, વધુ, હાથી, ઘોડો, આદિનું વર્ણન થતું હોય ત્યાં તે સાંભળવા માટે પણ ન જાય. [૫૦]જ્યાં કથા-કહાણી કહેવાતી હોય, માપ-તોલ થતો હોય, ઘોડાની દોડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy