________________ 106 આયારો- રા૧૫-૫૦૨ થતી હોય, જ્યાં મહાનુ નૃત્ય, ગીત, વાજીંત્ર, વીણા, તાલ, જાંગ, પખાલ, તુરી આદિ વાજિંત્રોના શબ્દ થઈ રહ્યા હોય અથવા એવાજ કોઈ બીજા સ્થાનો પર સાધુ કે સાધ્વીએ સાંભળવા માટે જવું જોઈએ નહીં. ઝગડાના સ્થાનમાં થતા શબ્દો કલહના શબ્દો, બળવાનાં શબ્દો, બે રાજ્યોના વિરોધથી થતાં શબ્દો, ઉપદ્રવના શબ્દો, બે રાજ્યોની યુદ્ધ-ભૂમિના શબ્દો કે રાજ્ય વિરોધનાં સ્થળ પર થતાં શબ્દો તથા તેવા પ્રકારના અન્ય સ્થળો પર થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી સાધુકે સાધ્વી તે સ્થાન પર ન જાય. નાની બાલિકાને કુમારિકાને વસ્ત્રો તથા અલંકારોથી વિભૂષિત કરી, ઘણા મનુષ્યોના પરિવાર સાથે ઘોડા કે હાથી આદિ પર આરૂઢ કરી લઈ જતી દેખી અથવા કોઈ એક પુરુષનું વધ માટે લઈ જવાતો દેખી, ત્યાં થતાં શો તેમજ તેવા પ્રકારના કોઈ પણ અન્ય સ્થળમાં થતાં શબ્દોને સાંભળવા માટે સાધુ-સાધ્વીએ જવું જોઈએ નહીં. સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારનાં બીજા મહાશ્રવના સ્થાનોને પણ જાણે, જેમ કે ઘણી ગાડીઓ, ઘણા રથો, ઘણા મ્લેચ્છો, અથવા સીમાવર્તી ચોર-ડાકુઓનાં તથા તેવા પ્રકારનાં બીજા મહાન આશ્રવોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે-તે સ્થાન પર ન જાય. સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનાં ઉત્સવોને પણ જાણે. જેમકે-સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ, બાળક અથવા તણ આભૂષણોથી વિભૂષિત થઈને, ગાતા, બજાવતા, નાચતા હસતા-રમતા ક્રીડા કરતા વિપુલ સ્વાદુ ખાધ-ઉપભોગ કરતા, વહેંચતા, આપ-લે કરતાં, સાંભળતાં, આવતા-જતા હોય તથા એવા પ્રકારના કોઈ પણ મહોત્સવો હોય તો ત્યાં શબ્દો સાંભળવા માટે જાય નહીં. સાધુ કે સાધ્વી આ લોક કે પરલોક સંબંઘી શબ્દોમાં અથવા સ્વજાતીય-પશુઓ દેવો આદિના શબ્દોમાં, સાંભળેલા શબ્દોમાં, નહિ સાંભળેલા શબ્દોમાં, સાક્ષાત્ ઉપલબ્ધ અથવા અનુપલબ્ધ શબ્દોમાં આસક્તત ન થાય, રાગ ન કરે, ગૃદ્ધ ન થાય, મુગ્ધ ન થાય, અને લોલુપતા ધારણ ન કરે. - સાધુ અને સાધ્વીનો આ સમગ્ર આચાર છે, તેમાં યતનાની સાથે પ્રવૃત્ત થઈને સંયમમાં પરાક્રમ કરે. અધ્યયનઃ૧૧-ચૂલિકા રાની મુરિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૧૨-રૂપ-વિષયક - ચૂલિકા-રપ) પ૦પસાધુ અથવા સાધ્વી કદાચિત રૂપ ને જુએ, જેમ કે-ગ્રથિતરૂપ અર્થાતુ ફૂલ આદિને ગૂંથી ને બનાવેલ સ્વસ્તિકાદિ, વેડિમરૂપ-વસ્ત્રાદિ ને વણાટમાં વણીને બનાવેલ પુતળી આદિના રૂપ, પૂરિમરૂપ-અંદર પૂરિને પુરષાદિની બનાવેલ આકૃતિ વગેરે, સંઘાતિમ રૂપ અનેક વસ્તુઓને મેળવીને બનાવેલા રૂપો, કાષ્ઠ કર્મ-સુંદર રથ આદિ, પુસ્તકર્મ-વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તક પર બનાવેલા ચિત્રો વગેરે, મણિકર્મ વિવિધ વણની મણિઓથી બનાવેલ સ્વસ્તિક આદિ, દંતકર્મ - હાથીદત આદિથી બનાવેલ સુંદર કલાકૃતિના રૂપ, સોના ચાંદીની માળાઓ, પત્તથ્થઘકર્મ-પત્રોનું છેદને કરી બનાવેલા રૂ૫, તથા તેવા પ્રકારનાં અન્ય રૂપોને જોવા માટે સાધકોએ-જવું જોઈએ નહીં, બાકી સઘળું શબ્દ અધ્યયનમાં કહી ગયા છીએ તે પ્રમાણે અહીં પણ સમજી લેવું. અંતર એ જ છે કે ત્યાં શબ્દના વિષયમાં કહેલું છે, અહીંયા રૂપના વિષયમાં કહેવું. | અધ્યયન ૧૨-ચૂલિક ૨/પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org