SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દેવ પરિષદાની દેવિયોની સ્થિતિ અધ પલ્યોપમની, મધ્યમ પરિષદાની દેવિયોની સ્થિતિ કંઈક કમ અધ પલ્યોપમની અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ કંઈક વધારે પલ્યના ચોથા ભાગ પ્રમાણ કહેવામાં આવી છે. તેમની સમિતિઓના નામો ચમરના પ્રકરણ મુજબ જાણવા. બાકીનું વેણદેવ વિગેરેથી આરંભીને મહાઘોષ સુધીના. ભવનતિ યોનું કથન પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદમાં કહેલ છે એ પ્રમાણે જાણવું પરિષદના સંબંધમાં જુદા પણું આવે છે. દક્ષિણ દિશાના અસુરકુમારોની પરિષદાઓ ધરણેન્દ્રની પરિષદાની સમાન છે. અને ઉત્તર દિશાના અસુરકુમારોની પરિષદ ભૂતાનન્દની પરિષદની સરખી જ છે. તે તે પરિષદાના દેવ દેવિયોના પરિમાણ અને સ્થિતિનું વર્ણન દક્ષિણ દિશાના ધરણેન્દ્રની સભાના દેવ દેવિયોના પરિણામ પ્રમાણેજ છે. અને ઉત્તર દિશાના વેણદેવથી લઈ મહાઘોષ સુધીના દેવ દેવિયોના પરિમાણ પ્રમાણ ભૂતાનંદની સભાના દેવ દેવિયાના પરિમાણ પ્રમાણે છે. અસુરકુમારાદિ બધાજ ભવનપતિયોના કેવળ ભવનોમાં ઈદ્રોમાં અને પરિમાણના કથનમાં જુદા પણ છે. [૫૯] હે ભગવનું વાનયંતર દેવોના ભવનો કયા સ્થાન પર છે? હે ગૌતમ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે પ્રમાણેનું કથન છે તેજ સમજી લેવું છે ભગવદ્ પિશાચ દેવોના ભવનો કયાં આગળ આવેલા છે? હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ અનુસાર જાણી લેવું પિશાચોના ભૌમેય નગરોમાં કે જ્યાં પિશાચ દેવો રહે છે, ત્યાં પિશાચેન્દ્ર પિશાચરાજ કાલ ઈન્દ્ર નિવાસ કરે છે. તે મહર્બિક વિગેરે વિશેષણો વાળો છે, તે ત્યાં પોતાના પરિવાર રૂપ સામાનિક દેવ વિગેરે દેવ દેવિયો પર અધિપતિ પણું કરતા ભોગ ઉપભોગોને ભોગવતા રહે છે. હે ગૌતમ ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ત્રણ પરિષદાઓ કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે. ઈશા ત્રુટિતાં, અને દઢરથા તેમાં ઈશા પરિષદા આભ્યન્તરિકા પરિષદાના નામથી ત્રુટિતા પરિષદા. મધ્યમિકા પરિષદના નામથી અને દઢરથા પરિષદા બાહ્ય પરિષદાના નામથી પ્રસિદ્ધ છે. પિશાચકુમારેન્દ્ર પિશાચકુમારરાજ કાલની આભ્યન્તર પરિષદામાં ૮000 દેવો છે. મધ્યમિકા સભામાં ૧0000 દેવો બાહ્ય પરિષદામાં ૧૨000 દેવો કહ્યા છે. તથા અભ્યત્તર પરિષદામાં. મધ્યમામાં અને બાહ્ય પરિષદામાં ૧૦૦-૧૦૦ દેવિયો કહી છે. પિશાચકુમારેન્દ્ર પિશાચકુમારરાજ કાલ ઈન્દ્રની આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ અધપિલ્યોપમની મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ કંઈક ઓછો અધ પલ્યોપમની અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે પલ્યના ચોથા ભાગ પ્રમાણ કહેલ છે. એજ પ્રમાણે આભ્યન્તરપરિષદાની દેવિયોની સ્થિતિ સાતિરેક કંઈક વધારે ચતભગ પલ્યોપમની છે. મધ્યમા પરિષદાની દેવિયોની સ્થિતિ ચતુભગ પલ્યોપમની છે. અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ દેશઉન એક દેશ કમ ચતુભગ પલ્યોપમની કહેલ છે વિશેષ કથન ચમરના કથન પ્રમાણે સમજી લેવું ઉત્તરના પિશાચ કુમારોનું વર્ણન દક્ષિણ . દિશાના પિશાચકુમારોની જેમજ છે. ફકત ફેરફાર એટલો જ છે કે દક્ષિણ દિશાના પિશાચ દેવ મેરૂની દક્ષિણમાં રહે છે, અને ઉત્તર દિશાના પિશાચદેવ મેરૂની ઉત્તર દિશામાં રહે છે. તથા તેમનો ઈન્દ્ર મહાકાળ છે. આ મહાકાળની પરિષદનું કથન પણ દક્ષિણ દિશાના કાલની પરિષદાના કથન પ્રમાણે જ છે. જે પ્રમાણે આ દક્ષિણ દિશાના તથા ઉત્તર દિશાના પિશાચોનું કથન કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન ભૂતોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy