SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જીવાવાભિગમ - ૨-૦૦ ઉત્તરકુરૂ રૂપ અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા વધારે છે. તથા તેઓ સ્વસ્થાનમાં પરસ્પરતુલ્ય છે. એજ પ્રકારથી વિદેહ પર્યન્તનું કથન સમજવું. ઈશાન કલ્પના દેવપુરૂષો, પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકો કરતાં અસંખ્યાતપણા વધારે છે. તેનાથી ઈશાનકલ્પની દેવસ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સૌધર્મ કલ્પના જે દેવપુરૂષો છે. તેઓ ઈશાનકલ્પની દેવસ્ત્રિયો કરતાં સંખ્યાતઘણા વધારે છે. સૌધર્મ કલ્પમાં જે દેવસ્ત્રિયો છે, તેઓ સૌધર્મકલ્પના દેવપુરૂષો કરતાં સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં ભવનવાસિદેવ પુરૂષો અસંખ્યાતગણા વધારે છે. ભવનાવાસી દેવસ્ત્રિયો તેનાથી સંખ્યાતગણી વધારે છે. રત્નપ્રભા પૃથ્વીમાં જે નારકનપુંસકો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખેચરતિયંગ્યો નિક પુરૂષ સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખેચર તિર્થગ્યોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તેનાથી સ્થલચર તિર્યંગ્યો નિક પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેનાથી સ્થલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ત્રિયો કરતાં જલચર તિર્યંગ્યોનિક પુરૂષો સંખ્યાલગણા વધારે છે. તે કરતાં જલચર તિર્થગ્લોનિક સ્ત્રિયો સંખ્યાત. ગણી વધારે છે. વાનવન્તર દેવ પુરૂષો કરતાં વાનવન્તર દેવોની સ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. વાતવ્યન્તર દેવીયો કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષો સંખ્યાતગણા વધારે છે. જ્યોતિષ્ક દેવસ્ત્રિયો તેના કરતાં સંખ્યાતગણી વધારે છે. જ્યોતષ્ક દેવસ્ત્રિયો કરતાં ખેચર તિર્યગ્લોનિક નપુંસક પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. ખેચર નપુંસકો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક નપુંસકો સંખ્યાલગણા વધારે છે. સ્થલચર નપુંસકો કરતાં જલચર નપુંસકો સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં ચારઈન્દ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. ચાર ઈન્દ્રિયવાળા નપુંસકો કરતાં ત્રણ ઇન્દ્રિયવાળા ત્રણ ઇન્દ્રિયવાળા નપુંસકો કરતાં બેઈન્દ્રિય વાળા બે ઇન્દ્રિય વાળા નપુંસકો કરતાં તેજસ્કાયિક એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેજસ્કાયિક નપુંસકો કરતાં પૃથ્વી કાયિક એકેન્દ્રિય તિર્યંગ્યનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં અપૂકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્થગ્યોનિક નપુંસકો વાયુકાયિક તેનાથી અને તેનાથી વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો અનંતગણો વધારે છે. [૭૧] હે ભગવન સ્ત્રિયોનું આયુષ્ય કેટલાકાળનું કહ્યું છે? હે ગૌતમ ! એક આદેશથી જે પ્રમાણે પહેલાં સ્ત્રી પ્રકરણમાં સ્થિતિનું કથન કર્યું છે. એજ પ્રમાણેની સ્થિતિનું કથન અહિયાં પણ સમજવું. પુરૂષ અને નપુંસકોની સ્થિતિ પણ તેના તેના સંબંધમાં પણ પહેલાં કહેવામાં આવેલ પ્રકરણમાંથી સમજી લેવી. આ ત્રણેય કાય સ્થિતિ પણ જે પ્રમાણે તે તે પ્રકરણમાં પહેલા કહેલ છે, એજ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. સ્ત્રી પુરૂષ બને નપુંસકોનું અંતરપણ જે પ્રમાણે પહેલાં તેમના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. [૭૨] આમાં જે તિર્યંગ્યોનિક સ્ત્રિયો છે, તેઓ તિર્યંગ્યોનિક પુરૂષો કરતાં ત્રણ ગણી વધારે છે. મનુષ્ય યોનિક જે સ્ત્રિયો છે તેઓ મનુષ્ય પુરૂષો કરતાં સત્યાવીસગણી, વધારે છે. દેવસ્ત્રિયો દેવ પુરૂષો કરતાં બત્રીસગણી વધારે છે. [૭૩આ ત્રણે વેદોને નિરૂપણ કરવા વાળી પ્રતિપત્તિમાં સ્ત્રી પુરૂષ અને નપુંસક એ પ્રમાણે ત્રણ વેદોનું કથન કરવામાં આવેલ છે. પહેલો અધિકાર આ ત્રણ વેદોમાં ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy