________________
પદ-૨૩, ઉદેસા-૧
૩૭૩ અને વિસા પુદ્ગલપરિણામને વેદે છે, તેઓના ઉદય વડે મોહનીય કર્મને વેદે છે.
હે ભગવન્! બાંધેલ આયુષ કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? ઈત્યાદિ તેમજ કરવી. હે ગૌતમ! ચાર પ્રકારનો. નૈરયિકાયુષ, તિર્યંચાયુષ, મનુષ્પાયુષ અને દેવાયુષ. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિઐસા પુગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે આયુષ કર્મ વેદે છે. હે ગૌતમ! એ આયુષ કર્મ છે અને હે ગૌતમ ! એ આયુષ કર્મનો ચાર પ્રકારનો વિપાક કહ્યો છે.
હે ભગવન્! જીવે બાંધેલા શુભનામકર્મનો કેટલા પ્રકારનો વિપાક છે?હે ગૌતમ! ચૌદ પ્રકારનો. ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપે, ઈષ્ટ ગબ્ધ, ઈષ્ટ રસ, ઇષ્ટ સ્પર્શ, ઈષ્ટ ગતિ, ઈષ્ટ સ્થિતિ, ઈષ્ટ લાવણ્ય, ઈષ્ટ યશકિર્તિ, ઈષ્ટ બલ, વીર્ય અને પુરૂષકાર-પરાક્રમ, ઈષ્ટ સ્વર, કાન્ત
સ્વર, પ્રિય સ્વર અને મનોજ્ઞ સ્વર. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ અને વિસ્ત્રસા પુલપરિણામને વેદે છે, અને તેઓના ઉદય વડે શુભનામ કર્મ વેદે છે. હે ગૌતમ ! એ શુભનામ કર્મ છે. હે ભગવન્! દુઃખ-અશુભ નામ કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમએમ જ સમજવો. પરન્તુ અનિષ્ટ શબ્દ, યાવત્ હીનસ્વર, દીનસ્વર અને અકાન્ત સ્વર જાણવો. જે વેદે છે-ઇત્યાદિ બધું તેમજ જાણવું.
હે ભગવન્! જીવે બાંધેલા ઉચ્ચ ગોત્રના કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો. જાતિવિશિષ્ટતા, કુલવિશિષ્ટતા, બલવિશિષ્ટતા, રૂપવિશિષ્ટતા, તપવિ શિષ્ટતા, શ્રતવિશિષ્ટતા, લાભવિશિષ્ટતા અને એશ્વર્યાવિશેષ્ટિતા. જે પુદ્ગલ પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિસસા પુદ્ગલોના પરિણામને વેદે છે. અને તેના ઉદય વડે. હે ભગવન્! નીચેગોત્ર કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ ! એમજ જાણવો. પરન્તુ જાતિ હીનપણું, યાવતુ એશ્વર્યહીનપણું. જે પુદ્ગલ, પુદ્ગલો, પુગલપરિણામ કે વિસસાપુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે (નીચગોત્ર કર્મવેદે છે).
હે ભગવન્! જીવે બાંધેલા અન્તરાય કર્મનો કેટલા વિપાક હ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો.દાનાન્તરાય,લાભાન્તરાય,ભોગાન્તરાય,ઉપભોગત્તરાયઅને વયન્તિ રાય. જે પુદ્ગલને યાવતુ વિઢસા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે અન્તરાય કર્મવેદે છે. હે ગૌતમ! એ અન્તરાય કર્મ છે. પદ-૨૩ ઉદ્દેશો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદેશક-૨) [૫૪૦] હે ભગવન્! કેટલી કમપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણીય, યાવતુ અન્તરાય. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું. અભિનિબોધિક જ્ઞાનાવરણીય, યાવતુ કેવલજ્ઞાનાવરણીય. હે ભગવન્! દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. નિદ્રાપંચક અને દર્શનચતુષ્ક. હે ભગવન્! નિદ્રાપંચક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. નિદ્રા, યાવતુ સ્થાનિદ્ધિ. હે ભગવન્! દર્શનચતુષ્ક કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું. ચક્ષુદર્શનાવરણીય, યાવતુ કેવલદર્શનાવરણીય. હે ભગવન્! વેદનીય કર્મ કેટલા પ્રકારનું છે.હે ગૌતમીબે પ્રકારે. સાતાવેદનીય અને અસતાવેદનીય. હે ભગવન્! Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only