SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ પન્નવણા - ૨૩/૨/૫૪૦ સાતવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનું છે. મનોજ્ઞ શબ્દો, યાવત્ કાયસુખ-શારીરિક સુખ. હે ભગવન્! અસતાવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ પ્રકારનું છે. અમનોજ્ઞ શબ્દો, યાવત્ કાયદુઃખ-શારીરિક દુઃખ ' હે ભગવન્! મોહનીય કર્મ કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું. દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય. હે ભગવન્! દર્શનમોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારનું. સમ્યક્તવ વેદનીય, મિથ્યાત્વવેદનીય અને સમ્યુગ્મિથ્યાત્વ વેદનીય હે ભગવન્! કષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. કષાય વેદનીય અને નોકષાયવેદનીય. હે ભગવનું ! કષાયવદનીય કર્મ કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! સોળ પ્રકારનું. અનન્તાનુબન્ધી ક્રોધ, અનન્તાનુબન્ધી માન, અનન્તાનુબન્ધી માયા, અનન્તાનુબન્ધી લોભ,અપ્રત્યાખ્યાન ક્રોધ, એમ માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, એમ માન, માયા, લોભ, સંજ્વલન ક્રોધ, એમ માન, માયા અને લોભ. હે ભગવન્! નોકષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! નવ પ્રકારનું. સ્ત્રીવેદનીય, પુરુષવેદ વેદનીય, નપુંસકવેદ વેદનીય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુ સા. હે ભગવન્! આયુષ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું. નૈરયિકાયુષ અને યાવતુ દેવાયુષ. ' હે ભગવન્! નામકર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બેંતાળીશ પ્રકારનું. ગતિનામ, જાતિનામ, શરીરનામ, શરીરાંગોપાંગનામ, શરીરબન્ધનનામ, શરીરસંઘયણનામ, સંઘાતનનામ, સંસ્થાનનામ, વર્ણ નામ, ગન્ધનામ, રસનામ, સ્પર્શનામ, અગરલઘુનામ, ઉપઘાત નામ, પરાઘાતનામ, આનુ- પૂર્વનામ, ઉચ્છવાસનામ, આતમ નામ, ઉદ્યોતનામ, વિહાયોગતિનામ, ત્રસનામ, સ્થાવરનામ, બાદરનામ, સૂક્ષ્મનામ, પર્યામાનામ, અપયતનામ, સાધારણ શરીરનામ, પ્રત્યેક શરીરનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભનામ, અશુભનામ, સુભગનામ, દુર્ભાગનામ, સુખરનામ, દુઃખરનામ, આદેયનામ, અનાદેય, યશકીતિનામ, અયશકીર્તિનામ, નિમણિનામ અને તિર્થંકર નામ. હે ભગવન્! ગતિનામ કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ ! ચાર પ્રકારનું. નૈરકિગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાન. હે ભગવન્! જાતિના કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. એકેન્દ્રિય જાતિનામ, યાવતુ પંચેન્દ્રિય જાતિનામ. હે ભગવનું ! શરીરનામ કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ! પાંચ પ્રકારે. ઔદારિક શરીરનામ,યાવતુ કામણ શરીરનામ. હે ભગવન્! શરીરાંગોપાંગ નામ અને કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે. ત્રણ પ્રકારે. તે ઔદારિકશરીરાંગોપાંગ, વૈક્રિયશરીરરાંગોપાંગ નામ અને આહારકશરી રાંગોપાંગ નામ. હે ભગવન્!શરીરબન્ધન નામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. ઔદારિકશરીરબન્ધનનામ, યાવતુ કામણ શરીરબન્ધનનામ. હે ભગવન્! શરીરસંઘાતન નામ કર્મ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. ઔદારિકશરીરસંઘાતનામ કર્મ, યાવતું કાર્પણ શરીરસંઘાતનામ. હે ભગવનું ! સંઘયણ નામ કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! છ પ્રકારનું વજઋષભનારાચ સંઘયણનામ, ઝ8ષભનારાચ સંધયણ નામ, નારા સંઘયણનામ, અર્ધનારાચ સંઘયણનામ, કીલિકા સંધયણનામ અને છેવસંધયણનામ. હે ભગવન્! સંસ્થાનનામ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! છ પ્રકારનું. સમચતુરસ્ત્ર સંસ્થાનનામ, ગ્રોધ્રપરિમંડલ, સાદિ, વામન, કુન્જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy