SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જીવાજીવાભિગમ - ૧-૫૦ વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીરવગાહના છે. તે જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હોય છે અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણ હોય છે. ઉત્તરક્રિટિકી જે શરીરાવગાહના છે, તે જઘન્યથી આગળના સંખ્યાત ભાગ પ્રમાણવાળી છે. અને ઉત્કૃષ્ટથી એકલાખ યોજન પ્રમાણની છે. દેવોના શરીર છ સંતનનો વિનાના જ હોય છે. દેવોના શરીરો બે પ્રકારના કહ્યા છે. ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર, તેમાં જે ભવધારણીય શરીર છે, તે તો સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા કહેલ છે અને જે ઉત્તર વૈક્રિય શરીર છે, તે અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. તે દેવોને ચારે કષાયો હોય છે. તેઓને ચારે સંજ્ઞાઓ છે. તેઓને છ વેશ્યાઓ હોય છે. તેઓને પાંચ ઈન્દ્રિય હોય છે. પાંચ સમુદ્યાતો હોય છે. સંજ્ઞી પણ હોય છે, અને અસંશી પણ હોય છે. તેઓ સ્ત્રીવેદવાળા પણ હોય છે પુરૂષવેદવાળા પણ હોય છે. પરંતુ નપુંસકવેદવાળા હોતા નથી. તેઓ પાંચ પતિવાળા અને પાંચ અપતિવાળા અને પાંચ અપતિવાળા હોય છે. ત્રણે દષ્ટિ હોય છે. તેઓને ત્રણ દર્શનો હોય છે. તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. તેમાં જેઓ જ્ઞાની હોય છે, તેઓ નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય છે અને જેઓ અજ્ઞાની હોય છે તેઓમાં ભજના તેઓમાં બે પ્રકારના ઉપયોગ હોય છે. આહાર નિયમથી લોકની મધ્યમાં તેઓ રહેલા હોવાથી છ એ દિશાઓમાંથી આવેલા પુગલોનો હોય છે. પ્રાયઃ કારણને લઈને તેઓ વર્ણની અપેક્ષા પીળા વર્ણવાળા, શુકલ વર્ણવાળા પુગલોનો આહાર કરે છે. તેઓનો ઉપપાત સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો માંથી અને ગર્ભજ મનુષ્યોમાંથી થાય છે તેની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાપરોપમની હોય છે તેઓ મારાન્તિક સમુદ્ગાતથી પણ મરે છે, સમવહ થયા વિના પણ કરે છે. દેવપણામાંથી નીકળીને નૈરયિકોમાં જતા નથી, પરંતુ યથાસંભવ તિર્યંચ અને મનુષ્યોમાં જાય છે. દેવ મરીને દેવોમાં ઉત્પન્ન થતા નથી. દ્વિગતિક હોય છે અને દ્વયાગતિક હોય છે. આ પ્રત્યેક દેવ અસંખ્યાત શરીરવાળા હોય છે. [૫૧] સ્થાવર જીવોની કેટલી કાળની સ્થિતિ કહી છે? સ્થાવર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની કહી છે. હે ભગવનું ત્રસ જીવની-ત્રસ ભવ સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. જઘન્યથી તો આ જીવ સ્થાવર પણાથી એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અનેક ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી રહે છે. અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસપણિ કાળ વીતી જાય છે. ક્ષેત્રની અપેક્ષાથી અનંત લોક સમાપ્ત થઈ જાય છે. અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત ગ્રહણ થયેલ છે. આ વનસ્પતિ કાયિક જીવોનો જે કાયસ્થિતિનો કાળ કહ્યો છે, તે સાંવ્યવહારિક જીવોને લઈને કહેલ છે. તેમ સમજવું. જીવ ત્રસકાયપણામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત પર્યત અને વધારે માં વધારે અસંખ્યાત કાળ પર્યંત રહે છે. તેમાં અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અપસપિ ણીયો સમાપ્ત થઈ જાય છે. હું ત્રસ જીવોને કેટલા કાળનું અંતર હોય છે? એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિ કાળ પ્રમાણ હોય છે. હે ગૌતમ! સૌથી ઓછા ત્રસજીવો છે. તેના કરતાં સ્થાવર જીવ અનંત ગણા અધિક છે. પ્રતિપત્તિઃ ૧નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy