SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ ૨૧ ઉત્પન્ન થતા નથી. એ જ પ્રમાણે જો મનુષ્યોમાંથી આવેલા જીવોમાંથી તેઓના ઉપપાત થાય તો તે અકર્મભૂમિજ અંતરદ્વીપના મનુષ્યો કે જેઓ અસંખ્યાતવર્ષની આયુષ્ય વાળા હોય છે. તેમાંથી થતી નથી. સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે. ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની હોય છે. આ જલચર સંમૂર્છાિમ જીવો સમુઘાત કરીને કે કર્યા વિના મરે છે. આ જીવ મરીને ચારગતિ માં ઉત્પન્ન થાય છે. જો નરકોમાં ઉત્પન્ન થાય તો રત્નપ્રભા નામના પહેલા નરકમાં જ ઉત્પન્ન થાય છે. તિર્યંચયોનિકોમાં બધાજ પ્રકારની તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. ચતુષ્પદોમાં પણ ઉત્પન્ન થાય છે. પક્ષીયોમાં પણ ઉત્પન્ન થાય છે. સઘળા કર્મભૂમિના મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ જલચર સંમૂર્છાિમ જીવ અકર્મભૂમિના મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. અંતરદ્વીપજ મનુષ્યોમાં તેઓ ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાં પણ તેઓ ભવનવાસી દેવોમાં અને વાનવ્યતર દેવોમાં ઉત્પન્ન થાય છે. ચારે ગતિયોમાં જઈ શકે છે તેઓનું આગમન તિર્યંચ અને મનુષ્ય એ બેગતિમાંથી જ હોય છે. ૪૪] હે ભગવનું સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહેલા છે. ચતુષ્પદસ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિયંગ્યોનિકજીવ અને પરિસર્પ સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિયંગ્યાનિકજીવ. સ્થલચર ચતુષ્પદ સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો ચાર પ્રકારના કહેલા છે. એક ખરી વાળા, બે ખરીવાળા, ગંડીપદ અને સનખપદ આ પશુઓ સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. એક પર્યાપ્તક અને બીજો અપ યક્ષિક. તેઓને ત્રણ પ્રકારના શરીરો હોય છે. અવગા હના જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. અને ઉત્કર્ષથી અવ ગાહના ગલૂતિપૃથક્વ અથતુ બે ગાઉથી લઈને નવ ગાવ સુધીની હોય છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉષ્ટકરસ્થિતિ ચોર્યાસી હજારવર્ષ સુધીની હોય છે. બાકીના શરીર વિગેરે સઘળા દ્વારા જલચર સંમૂઠ્ઠિમ પંચેન્દ્રિય તિયંગ્યાનિકોના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવા. આ ચતુષ્પદો ચારગતિ વાળા અને બે આગતિવાળા છે. જલચર જીવોના પ્રકરણમાં જે પ્રમાણે શરીર વિગેરે દ્વારોનું કથન કરેલ છે એજ પ્રમાણે ઉર પરિસર્પ સંમૂચ્છિમ સ્થલચર પંચેન્દ્રિયો ના સંબંધમાં પણ સમજી લેવું પરંતુ જે ભિન્નપણું છે, તે એવી રીતનું છે કે- ઉરપરિસર્પ સ્થલચર જીવોના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી યોજન પૃથક્વ છે, તેઓની સ્થિતિઉરપરિસપોની જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી તેપન હજાર વર્ષની છે, બાકી કથન જલચરોના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે સમજી લેવું. તેઓ ચાર ગતિમાં જવાવાળા અને બે ગતિથી આવવાવાળા હોય છે. પ્રત્યેક શરીરી અસંખ્યાત કહેલા છે. ભુજપરિસર્પ સંમૂર્શિમ સ્થલચર જીવો કેટલા પ્રકારના કહેલા છે. ઘો નોળિયા વિગેરે યાવતુ પદથી પ્રજ્ઞાપના સૂત્રમાં જે ભેદો કહેલા છે, તે તમામ ભેદો સમજી લેવા. આનાથી જે ભિન્નજીવો છે, પણ તે નકુલ-નોળીયા જેવા હોય તો તે બધા જ ભુજપરિસપી સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંગ્યનિકપણાથી જ સમજવા. તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. એક પતિ અને બીજા અપર્યાપ્ત તેઓના શરીરની અવગાહના જઘન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy